AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાબરકાંઠાઃ મોબાઈલથી દૂર રહી બાળકોને લુપ્ત થતી રમતો તરફ વાળવા પાટીદાર સમાજનો અનોખો પ્રયાસ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મોડાસીયા કડવા પાટીદાર સમાજ દ્રારા બાળકો માટે સમર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં બાળકોમાં રહેલી શક્તિઓ બહાર લાવવાનુ અને લુપ્ત થતી રમતો બાળકોને રમાડવામાં આવી રહી છે. તે સાથે ભાઈચારો જાગૃત થાય તે દિશામાં સમર કેમ્પ થકી કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સાબરકાંઠાઃ મોબાઈલથી દૂર રહી બાળકોને લુપ્ત થતી રમતો તરફ વાળવા પાટીદાર સમાજનો અનોખો પ્રયાસ
સમર કેમ્પનું આયોજન
| Updated on: May 12, 2024 | 4:17 PM
Share

દરેક સમાજ પોતાના સમાજના બાળકો આગળ આવે અને સારુ શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે પ્રયાસ કરતા હોય છે. સાબરકાંઠાના હિંમતનગરમાં મોડાસીયા કડવા પાટીદાર સમાજ દ્રારા બાળકો માટે ત્રીદિવસીય સમર કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યુ છે. આમ તો ચાર વર્ષ અગાઉ જ્યારે સમર કેમ્પ ની શરૂઆત કરવામાં આવી ત્યારે માત્ર 200 બાળકો થી શરૂ કર્યો હતો જે 2024 માં 1200 બાળકો સુધી પહોંચ્યો છે. જેમાં 200 થી વધુ શિક્ષકો,100 થી વધુ સ્વયંસેવકો સહિત અન્ય 100 જેટલા સમાજના પ્રતિનિધિ અને હોદ્દોદારો સતત ત્રણ દિવસથી આ કેમ્પ નુ આયોજન કરી રહ્યા છે.

વહેલી સવાર ના 6 વાગ્યાથી આ સમર કેમ્પ યોજાય છે જેમાં આઉટડોર, ઈન્ડોર, સેલ્ફ ડિફેન્ટ, અને ક્રીએટીવી પણ શિખવાડવામાં આવે છે.આ ત્રણ દિવસમાં 4 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના બાળકો આવે છે અને બાળકોને શિક્ષકો દ્રારા જ તમામ પ્રકારની તાલીમ અપાય છે. વિવિધ રમતો અને ખાસ કરીને લુપ્ત થતી રમતો અહિ રમાડાય છે અને બાળકો પણ અહિ ખુશ રહે છે.

લુપ્ત થતી રમતો તરફ વાળવા પ્રયાસ

આ કેમ્પ માં બાળકોની બુદ્ધિક્ષમતા વધે તે માટે સમાજના જ શિક્ષકો દ્રારા સતત શિક્ષણ અપાય છે. બૌદ્ધીક વિકાસ થાય તે માટે ડ્રોઈંગ, પેપર ક્રાફ્ટ સહિત ની ઇન્ડોર રમત, પરિક્ષા ને લઈ માર્ગદર્શન, રમત સાથે ગમ્મત પણ સમાજના શિક્ષત લોકો કરાવીને માર્ગદર્શન આપતા હોય છે.

આ સમર કેમ્પ નો ખાસ ઉદ્દેશ એ છે કે બાળકો મોબાઇલ અને ટીવી માં વધુ સમય પસાર કરે છે અને તેમની આંખો પણ બગાડે છે. સાથે જ વેકેશન નો સમય ખોટી જગ્યાએ વ્યર્થ કરતા હોય છે ત્યારે અહિ સતત ત્રણ દિવસ મોબાઈલ અને પરિવાર થી દુર રખાય છે સાથે વિવિધ રમતો અને ખાસ કરીને લુપ્ત થતી રમતો જેવી કે લંગડી, ખો ખો, કબડ્ડી, સંગીત ખુરશી, કોથળા કૂદ, લીંબુ-ચમચી, ગીલ્લી-દંડા સહિતની જે રમતો લુપ્ત થઈ રહી છે. તે રમતો અત્યારના બાળકો ભુલી ગયા છે તે રમાડાય છે.

દિકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમ

તો ખાસ કરીને દિકરીઓ માટે સેલ્ફ ડિફેન્સ ની તાલીમ પણ અહિ અપાય છે. જેમાં કરાટે, જુડો, યોગ અને કોઈ વ્યક્તિથી કઈ રીતે બચવુ સહિત અન્ય માર્ગદર્શન પણ અપાય છે. તમામ બાળકો આ કેમ્પ ની મજા માણે છે એટલું જ નહીં પરંતુ અત્યારના બાળકો પીઝા બર્ગર જેવા જંગ ફૂડ ખાતા હોય છે. ત્યારે આ સમર્ કેમ્પમાં આ બાળકોને આ ખાણીપીણીથી દુર રાખીને શુદ્ધ ભોજન એ પણ કઠોળ સાથે સવારે શુદ્ધ સાત્વિક નાસ્તો, ફુટ, વિવિધ પ્રકારના જ્યુસ પણ અપાય છે.

રમતગમત સાથે સાથે શરીર પણ મજબુત બનાવી રહ્યા છે જેથી બાળકો સ્વસ્થ રહે છે. કેમ્પ માં ત્રણ દિવસ પસાર કર્યા બાદ બાળકો કેમ્પ વધુ લંબાય તેવી પણ માંગ કરી રહ્યા છે. ઘરે જઈને પણ કેમ્પમાં આવેલ બાળકો મોબાઈલ કે ટીવી થી દુર રહી અહિ રમેલ રમતો પોતાના મિત્રો સાથે રમી રહ્યા છે.

મોડાસીયા કડવા પાટીદાર સમાજ સાબરકાંઠા જિલ્લાના ત્રણ તાલુકાઓમાં પથરાયેલો સમાજ છે અને આ સમાજ દ્વારા વર્ષ દરમિયાન અનેક સમાજલક્ષી કાર્યક્રમ કરવામાં આવી રહે છે. જે પૈકીના આ સમર કેમ માં સમાજના તમામ બાળકો એક મેદાનમાં સમાજ ભાવના અને ભાઈચારાની ભાવના સાથે ત્રણ દિવસ ખૂબ મજા કરે છે.

આ પણ વાંચો:  FBI 9 વર્ષથી શોધે છે ગુજરાતી યુવકને, માહિતી બદલ રુપિયા 20800000 લાખનું ઈનામ! જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">