Surendranagar : રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ, જુઓ Video
ઉનાળો આવતાની સાથે રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ ફૂડ પોઈઝનિંગની ઘટના સુરેન્દ્રનગર પંથકમાં બની હતી. સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.
ઉનાળો આવતાની સાથે રાજ્યમાં ફૂડ પોઈઝનિંગની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. આવી જ ફૂડ પોઈઝનિંગની ઘટના સુરેન્દ્રનગર પંથકમાં બની હતી. સુરેન્દ્રનગરમાં 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે.
સુરેન્દ્રનગર પંથકના રોજાસર ગામે લગ્ન પ્રસંગે જમણવારમાં જમ્યા બાદ બાળકોની તબિયત લથડી હતી. જેના પગલે બાળકોને તાત્કાલીક સારવાર માટે લીંબડીના રાણાગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા છે.જો કે આ ઘટના બન્યા બાદ ડોકટર અને નર્સિંગ સ્ટાફની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. 30 થી વધુ બાળકોને દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી. હાલમાં તમામ બાળકોની તબિયત સ્વસ્થ હોવાની વિગત મળી રહી છે.
આ પણ વાંચો : આજનું હવામાન : છત્રી અને રેઇનકોટ કાઢીને રાખજો ! ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે માવઠાની આગાહી, જુઓ Video
Latest Videos