કાળઝાળ ગરમી વચ્ચે કેસર કેરીના ભાવે પણ આપ્યા ડામ, ઓછા ઉત્પાદનને કારણે કેસર થઈ મોંઘી- વીડિયો

જુનાગઢની કેસર કેરીની દેશ વિદેશમાં માગ રહે છે. ઉનાળો આવતા જ લોકો કેસર કેરીની કાગ ડોળે રાહ જોતા હોય છે. જો કે આ વર્ષે ઓછુ ઉત્પાદન, વિષમ વાતાવરણ, વધુ તાપમાન સહિતના પરિબળોને કારણે કેસર કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે અને ઉનાળામાં કેરી રસિયાઓને ઠંડક આપતી કેસરના ભાવ આ ઉનાળે લોકોને વધુ એક ડામ આપી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2024 | 11:54 PM

કાળઝાળ ઉનાળાની મોસમ આવે. એટલે કેસર કેરીના મીઠા સ્વાદની યાદ આવે અને એમાં પણ સૌરાષ્ટ્રના જૂનાગઢની કેસર કેરીની વાત જ અનોખી છે. પરંતુ, ચાલુ વર્ષે કેરીના ઓછા ઉત્પાદનના કારણે ભાવ આસમાને પહોંચ્યો છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 5 કિલો કેરીનો ભાવ 500થી 700 રૂપિયા સુધી તો, 10 કિલો કેરીનો ભાવ 1500 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જે કેરીની મિઠાસમાં થોડી ખટાસ લાવે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, કેસર કેરીનું ઉત્પાદન 40 ટકા જેટલું ઘટ્યું છે, જેના કારણે ભાવ વધ્યો છે. તો, ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. પરંતુ, આ વર્ષે કેરીના બેગણા ભાવના કારણે મોંઘા ભાવે કેરી ખરીદવી પડી રહી છે.

મહત્વનું છે, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રની કેસર કેરી માત્ર ગુજરાત નહીં, પરંતુ દેશ-વિદેશમાં વેચાઇ રહી છે. યુકે, અમેરિકા, દુબઈ, મસ્કત જેવા દેશોમાં કેસર કેરીની માંગ વધી છે. જો કે ચાલુ વર્ષે વધુ તાપમાન અને ગ્લોબલ વોર્મિંગના કારણે મોર ખરી પડ્યા. કેરીના વૃક્ષને અનુકૂળ વાતાવરણ ન મળ્યું. જેના કારણે ઓછું ઉત્પાદન થયું અને ભાવ પણ આસમાને ગયા છે. છતાં વિદેશોમાં કેરીના નિકાસ માટેનું રજિસ્ટ્રેશન વધ્યું છે. હાલ ખેડૂતોની સ્થિતિ તો સરભર છે. પરંતુ લોકોનું બજેટ ખોરવાઇ શકે છે.

આ પણ વાંચો: લગ્નમાં વરરાજાને બેસાડી ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ- જુઓ વીડિયો

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
મહેસાણા અને મોરબીમાં ભુવાજીનું ધુણતા ધુણતા જ થયુ મોત- Video
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
બોટાદના સમઢીયાળામાં તળાવમાં નહાવા પડેલા બે યુવાનના ડૂબવાથી મોત
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
સ્માર્ટ મીટરના વિરોધમા નરોડાના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
ગુજરાત ATSએ વધુ એક પાકિસ્તાની જાસૂસની કરી ધરપકડ
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
હજુ વધુ ભીષણ ગરમી માટે રહેજો તૈયાર, અંબાલાલ પટેલે કરી આ આગાહી
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
કાળઝાળ ગરમીના લીધે હીટ સ્ટ્રોકના 400થી વધુ કેસ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
Vadodara : કરજણમાં ખેડૂતોને વીજળી ન મળતા જગતના તાતમાં રોષનો માહોલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, 14 જૂનથી વિધિવત બેસી જશે ચોમાસુ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
કિર્ગીસ્તાનમાં ફસાયા 100 વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, સરકાર પાસે માંગી મદદ
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
સુરતમાં કાળઝાળ ગરમી કેર વર્તાવી રહી છે
g clip-path="url(#clip0_868_265)">