Rategain Travel Technologies ના શેર 10-15% ના પ્રીમિયમ સાથે ખુલી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે અર્થવ્યવસ્થાની રિકવરી અને પબ્લિક ઈશ્યુમાં સારા સબસ્ક્રિપ્શનને કારણે આ સ્ટોક લગભગ 10 થી 15 ટકા સુધી ખુલશે. તેના ઇક્વિટી શેરનું આજે લિસ્ટિંગ થઇ રહ્યું છે.
17 ગણો સબ્સ્ક્રાઇબ થયો
RateGain Travels Technologies IPO 17.41 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો છે. ઇશ્યૂમાં 1.73 કરોડ શેરની સામે 30 કરોડથી વધુ શેર માટે અરજીઓ મળી હતી. QIB નો ભાગ જે બીજા દિવસ સુધી માત્ર 75 ટકા ભરાયો હતો તે છેલ્લા દિવસે 8 થી વધુગણો ભરાયો છે. રિટેલ રોકાણકારો તરફથી ઇશ્યૂને સારો પ્રતિસાદ મળ્યો હતો અને ક્વોટા હેઠળ રાખવામાં આવેલા શેર કરતાં 8 ગણા વધુ શેરની બિડ મળી હતી. આ કંપની વિશ્વની સૌથી મોટી ડિસ્ટ્રિબ્યુશન ટેકનોલોજી કંપનીઓમાંની એક છે. આ ઉપરાંત, તે ભારતમાં હોસ્પિટાલિટી અને ટ્રાવેલ ઉદ્યોગમાં સર્વિસ કંપની (SaaS) તરીકે સૌથી મોટું સોફ્ટવેર છે. કંપની હોટેલ્સ, એરલાઈન્સ, ઓનલાઈન ટ્રાવેલ એજન્ટ્સ (OTAs), મેટા-સર્ચ કંપનીઓ, વેકેશન રેન્ટલ, પેકેજ પ્રોવાઈડર, કાર રેન્ટલ, રેલ, ટ્રાવેલ મેનેજમેન્ટ કંપનીઓ, ક્રૂઝ અને ફેરી સહિત હોસ્પિટાલિટી અને ટ્રાવેલ સંબંધિત સેવાઓ પૂરી પાડે છે.
જો તમે પણ ઇશ્યૂ માટે સબ્સ્ક્રાઇબ કર્યું છે તો તમે સરળતાથી ચકાસી શકો છો કે તમને શેર મળ્યા કે નહિ
BSE ની વેબસાઇટ પર શેરની ફાળવણી તપાસો
રજિસ્ટ્રારની વેબસાઇટ દ્વારા તપાસો
આ પણ વાંચો : EWS આરક્ષણ માટે મોટી તૈયારી! વાર્ષિક કમાણીની શરત ઘટાડીને 5 લાખ કરી શકે છે સરકાર
આ પણ વાંચો : જો તમે Dairy ઉદ્યોગની આ 6 સમસ્યાનો હલ આપશો તો સરકારને તમને 10 લાખ રૂપિયા આપશે, જાણો વિગતવાર