કિમ જોંગ અને પુતિનની નિકટતા એ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ? ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સમાં તોફાની તેજીના સંકેત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 24 વર્ષના ગાળા બાદ ઉત્તર કોરિયાની મુલાકાતે માત્ર આશ્ચર્ય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ચિંતા પણ વધારી દીધી છે. વાત યુદ્ધની હોય ત્યારે ડિફેન્સ સેક્ટર ચોક્કસ ચર્ચામાં રહે છે. આ અહેવાલ ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સમાં તેજી લાવી શકે છે. 

કિમ જોંગ અને પુતિનની નિકટતા એ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા ? ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સમાં તોફાની તેજીના સંકેત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2024 | 1:16 PM

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની 24 વર્ષના ગાળા બાદ ઉત્તર કોરિયાની મુલાકાતે માત્ર આશ્ચર્ય જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં ચિંતા પણ વધારી દીધી છે. આ મુલાકાતે બંને દેશો વચ્ચે વધતી નિકટતાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ નિકટતામાંથી કયા પ્રકારના તાત્કાલિક અને લાંબા ગાળાના ગંભીર પરિણામો આવી શકે છે.

કેટલાક રક્ષા ક્ષેત્રના નિષ્ણાંત ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા પણ ગણાવાઈ રહ્યા છે. વાત યુદ્ધની હોય ત્યારે ડિફેન્સ સેક્ટર ચોક્કસ ચર્ચામાં રહે છે. ભારત રક્ષા ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે ત્યારે આ અહેવાલ ડિફેન્સ સેક્ટરના સ્ટોક્સમાં તેજી લાવી શકે છે.

લશ્કરી ગઠબંધન અમેરિકા સહિતના દેશોની ચિંતા વધારશે

એવું માનવામાં આવે છે કે ઉત્તર કોરિયા આર્થિક સહાય અને ટેક્નોલોજી ટ્રાન્સફરના બદલામાં રશિયાને દારૂગોળો અને અન્ય સૈન્ય સહાય આપી શકે છે. બંને દેશો વચ્ચેના કરારમાં એકબીજાને મદદ કરવાની સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ પુતિને ઉત્તર કોરિયા સાથે રશિયાના સૈન્ય અને તકનીકી સહયોગને નકારી કાઢ્યો ન હતો. પુતિને યુક્રેન નીતિ અંગે રશિયાના બિનશરતી સમર્થન માટે ઉત્તર કોરિયાનો આભાર વ્યક્ત કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 17-07-2024
660 કરોડનો પગાર 867 કરોડ બોનસ
આ બીમારીઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે બીયર
ઉંમરના હિસાબે કેટલુ હોવું જોઈએ Blood Pressure? જાણો અહીં
કેટલુ ભણેલા છે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ- જાણો
શું કફ સિરપ પીધા પછી પાણી પી શકાય ?

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા ?

પુતિનનું ઉત્તર કોરિયામાં આગમન પર જે રીતે ભાવુક સ્વાગત કરવામાં આવ્યું હતું અને એરપોર્ટ પર જે રીતે કિમ જોંગ ઉન પોતે તેમનું સ્વાગત કર્યા બાદ કારમાં તેમની સાથે ગેસ્ટ હાઉસમાં ગયા હતા તે જોઈને સ્પષ્ટ થાય છે કે તેમની વચ્ચેની પરસ્પર નિકટતાને રેખાંકિત કરવામાં આવી છે.

બંને પક્ષે કોઈ કસર બાકી ન હતી. યુક્રેન યુદ્ધ જેમ જેમ ખેંચાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે રશિયાને ઉત્તર કોરિયાના સહકારની સખત જરૂર છે. પુતિનના જણાવ્યા મુજબ કોઈપણ દેશ પર હુમલાની સ્થિતિમાં ‘દ્વિપક્ષીય સહકાર’નું વચન આપે છે.

લાંબા સમયથી વિશ્વ મંચ પર એકલતાનો સામનો કરી રહેલા ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાયમી સભ્ય રશિયાની નિકટતા પણ મહત્વપૂર્ણ છે. યુક્રેન યુદ્ધથી ઉભી થયેલી જરૂરિયાતો અને પશ્ચિમી દેશોથી વધતા અંતરને જોતા તેનું વલણ બદલાયું છે.

ભારતના ડિફેન્સ સેક્ટર તેજીમાં આવશે

અનુમાન લગાવાઈ રહ્યું છે. આ બે દેશની નિકટતા ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ વધુ પ્રબળ બનાવશે. આજે ભારતીય શેરબજારમાં સ્પષ્ટ વલણ ન હોવા છતાં ડિફેન્સ સ્ટોક્સનું પર્ફોમન્સ સારું રહ્યું હતું.

આ ડિફેન્સ સ્ટોક તેજીમાં રહ્યા (June 20, 2024  12:15:00 PM)

COMPANY  BSE PRICE(Rs) NSE PRICE(Rs)
ASTRA MICRO 989.00 0.42% 989.85 0.47%
BHARAT DYNAMICS 1,570.95 0.45% 1,576.35 0.80%
BHARAT ELECTRONICS 312.25 0.95% 312.15 0.92%
BHARAT FORGE 1,737.95 2.02% 1,735.15 1.86%
CFF FLUID CONTROL 806.00 14.55% Not Listed
DATA PATTERNS 3,003.00 0.37% 3,005.95 0.42%
HINDUSTAN AERO. 5,339.95 0.50% 5,343.00 0.58%
IDEAFORGE TECHNOLOGY 806.85 0.44% 805.95 0.27%
MAZAGON DOCK SHIP. 4,030.50 1.57% 4,027.40 1.46%
MTAR TECHNOLOGIES 1,889.30 1.04% 1,888.00 0.93%
PARAS DEFENCE & SPACE TECH 1,450.00 0.28% 1,449.00 0.18%

આ ડિફેન્સ સ્ટોક્સ પર રાખજો નજર

ભારતનું સંરક્ષણ ઉદ્યોગ ક્ષેત્ર એ ભારતમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. ભારત પાસે 1.44 મિલિયનથી વધુ સક્રિય કર્મચારીઓની તાકાત સાથે વિશ્વની સૌથી મોટી લશ્કરી દળોમાં સમાવેશ થાય છે. ભારત પાસે સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર BHARAT ELECTRONICS, DATA PATTERNS, HINDUSTAN AERONAUTICS , MTAR TECHNOLOGIES , PARAS DEFENCE & SPACE TECH, SOLAR INDUSTRIES , PREMIER EXPLOSIVE  સહીત ઘણી કંપનીઓ છે જે તેજીમાં છે અથવા તાજેતરમાં સારું રિટર્ન આપી ચુકી છે. આ શેર તમારા વોચલિસ્ટમાં રાખજો જે તમને સારું રિટર્ન આપે તેમ લાગી રહ્યું છે.

ડિસ્ક્લેમર : શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

Latest News Updates

પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
પાલનપુર-અંબાજી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
મહેસાણામાં પણ બે બાળકોમાં જોવા મળ્યા ચાંદીપુરા વાયરસના લક્ષણ, જુઓ
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
કો ઓપરેટિવ સેક્ટરની પહેલ બેંક-મિત્ર’ને માઈક્રો ATM પૂરા પાડવામાં આવ્યા
સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ વરસ્યો
સાબરકાંઠામાં મોડીરાત્રી બાદ મેઘમહેર, ખેડબ્રહ્મામાં 4 ઈંચ વરસાદ વરસ્યો
પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત
પુલ ધોવાય બાદ લોકોને પડતી હાલાકી વહેલી તકે દૂર કરવા સાંસદની રજૂઆત
નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર
નદીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર
લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર
લોકો જીવન જોખમે નદી પસાર કરવા મજબૂર
ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતા વ્યાજખોર લાલી પંજાબીની ધરપકડ કરાઈ
ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલતા વ્યાજખોર લાલી પંજાબીની ધરપકડ કરાઈ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત
સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા તરફ સરકારની પહેલ
સરકારી ભરતીઓમાંથી કોન્ટ્રાકટ પ્રથા નાબૂદ કરવા તરફ સરકારની પહેલ
g clip-path="url(#clip0_868_265)">