Kesar Mangoes: કેસર કેરીના રસિયાઓ થઈ જાવ તૈયાર, જાણો બગીચામાંથી કઈ રીતે તમારી ઘરે પહોંચશે કેસર કેરી
Kesar Mangoes: ગીરની પ્રખ્યાત કેરીનો સ્વાદ ગુજરાત ઉપરાંત દુનિયાના અનેક દેશોએ ચાખ્યો છે. તો હવે તમે પણ ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી કેસર કરી મંગાવી શકો છો.કેસર કેરીના 5 કિલો અને 10 કિલોના પૈકેટમાં ઉપલબ્ધ છે.તમારું બધું જ ટેંશન દુર કરશે IFFCO, વાંચો કઈ રીતે કરશો ઓર્ડર

Kesar Mangoes:
ગુજરાતનું ગીર માત્ર સિંહો (Lion) માટે જ નહિ પરંતુ કેસર કેરી (Kesar Mango)માટે પણ દેશ-વિદેશમાં જાણીતું છે. કેસર કેરીનો સ્વાદ યુરોપના લોકો પણ માણી રહ્યા છે. આ વખતે સમુદ્ર માર્ગથી પણ કેસર કેરી (Kesar Mango)ઈટલી મોકલવામાં આવી છે. જ્યાંથી ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં કેસર કેરી મોકલવામાં આવશે. આ કેસર કેરી (Kesar Mango)નો સ્વાદ એટલો મજેદાર હોય છે કે લોકોના દાઢે વળગી રહે છે.
આ કેસર કેરી (Kesar Mango)બજારમાં પણ વેચાઈ રહી છે તો તેની ઓળખ કઈ રીતે કરવી અને ફ્રુટ વેચનારાઓ પણ કેસર કેરીના નામ અન્ય કેરી તો નથી પકડાવી રહ્યા ને ! જો તમારા મનમાં આવો સવાલ છે તો ચિંતા ન કરો. તમારું બધું જ ટેશન દુર કરશે (Indian Farmers Fertilizer Cooperative) એટલે કે IFFCO. તમે ટોલ ફ્રી નંબર(1800-103-1967) પર ફોન કરી કેરીનો ઓર્ડર કરી શકો છે.
Delhi-NCRમાં ફ્રી હોમ ડિલીવરી
IFFCO પોતાનું એક ઓનલાઈન બજાર પ્લેટફોર્મ (https://www.iffcobazar.in/) છે. કૃષિ સહકારી સમિતિના માધ્યથી અહિ કૃષિ સાથે જોડાયેલા ઉત્પાદન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. જેમાં ગુજરાતની કેસર કેરી (Kesar Mango)પણ ઉપલબ્ધ છે. ઈફ્કો IFFCO હાલમાં જ દિલ્હી-એનસીઆર (Delhi-NCR)માં આ કેરીની ફ્રીમાં હોમ ડિલીવરી સુવિધા આપી રહી છે. એટલે કે માત્ર કેરીના જ પૈસા આપવા પડશે. તમારે બજારમાં પણ જવું પડશે નહિ અને ડિલીવરી ચાર્જ પણ આપવો પડશે નહિ.
આ વખતે IFFCO એ ટ્વિટ કરી જાણકારી આપી છે. ટ્વિટમાં કહ્યું છે કે, ઈફ્કો (IFFCO )બજારમાં લાવ્યું છે મીઠી અને રસીલી કેસર કરી (Kesar Mango) આ કેરી ઈફ્કો IFFCOના કચ્છ ગુજરાતના બગીચામાં પ્રાકૃતિક અને કાર્બાઈડ મુક્ત રીતે તૈયાર કરવામાં આવે છે. આ કેરી Delhi-NCR વિસ્તારમાં 2 દિવસની ડિલીવરીની ગેંરટીની સાથે ઉપલબ્ધ છે વિસ્તારના અનુસાર 3 થી 5 દિવસ પણ લાગી શકે છે.
કઈ રીતે કરશો ઓર્ડર અને કેટલી છે કિંમત
ગુજરાતની કેસર કેરી (Kesar Mango)નો ઓર્ડર કરવા માટે તમારે ઈફકો (IFFCO)બજારની વેબસાઈટ પર જઈ ફળ અને શાકભાજીના ઓપ્શન પર જવાનું રહેશે. જ્યાં કેસર કેરી 5 કિલો અને 10 કિલોના પેકેટમાં ઉપલબ્ધ છે. તમે ઈચ્છો તો ટોલ ફ્રી નંબર (1800-103-1967) પર ફોન પણ કરી કેરીનો ઓર્ડર આપી શકો છે. સોમવારથી શનિવાર સવારે 9 કલાક થી રાત્રે 6 કલાક સુધી ફોન કરી શકો છે.
આ વખતે ઇફ્કો (IFFCO) તરફથી કેટલીક છુટછાટ પણ આપવામાં આવી છે. વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ તમને 17 ટકાની છુટ મળશે. 5 કિલોના પેકેટ માટે તમને 745 રુપિયા જ્યારે 10 કિલોના પેકેટ માટે 1490 રુપિયા આપવા પડશે. જો તમે અહિથી કેસર કેરી (Kesar Mango)ની ખરીદી કરો છે તો એક કીલોની કિંમતના તમારે 149 રુપિયા ચુકવવા પડશે.