AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JSW Energy : JSW એનર્જીએ ગુજરાતમાં વિન્ડ બ્લેડ ઉત્પાદન પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન, 2030 સુધી 30 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાનો છે લક્ષ્યાંક!

JSW એનર્જીનું થર્મલ, હાઇડ્રો અને રિન્યુએબલ એનર્જી ઉત્પાદન તેમજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૈવિધ્યસભર અસ્તિત્વ છે.

JSW Energy : JSW એનર્જીએ ગુજરાતમાં વિન્ડ બ્લેડ ઉત્પાદન પ્લાન્ટનું કર્યું ઉદ્ઘાટન, 2030 સુધી 30 ગીગાવોટ ક્ષમતા હાંસલ કરવાનો છે લક્ષ્યાંક!
JSW Energy Wind Blade Manufacturing PlantImage Credit source: JSW
| Updated on: Jun 09, 2026 | 8:34 AM
Share

સોમવારે 8મે ભારતીય શેરબજારમાં મોટા ઘટાડા વચ્ચે, ઊર્જા ક્ષેત્રની અગ્રણી ‘JSW Energy Limited’ (JSW Energy) એક મોટા વ્યૂહાત્મક નિર્ણયને કારણે ચર્ચામાં આવી છે. કંપનીએ ગુજરાતમાં તેના અત્યાધુનિક વિન્ડ બ્લેડ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટના સફળ ઉદ્ઘાટનની જાહેરાત કરી છે.

સોમવારે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. આમાં મુખ્ય નિફ્ટી 50 ઇન્ડેક્સ 1.04 ટકા ઘટીને 23,123.00 પર બંધ થયી હતી. વ્યાપક બજારમાં આ નબળાઈ વચ્ચે JSW Energyનો શેર ભાવ રૂ. 570.95 પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે અગાઉના બંધ કરતા 2.27 ટકા ઓછો હતો. જોકે કંપનીના આ નવા પ્રોજેક્ટે લાંબા ગાળાના રોકાણકારોનું ધ્યાન આ સ્ટોક તરફ ખેંચ્યું છે.

ગુજરાતના હાલોલમાં શરૂ થાય છે સુવિધા

જેએસડબ્લ્યુ એનર્જીએ સ્ટોક એક્સચેન્જોને આપેલી સત્તાવાર માહિતી મુજબ, ગુજરાતના હાલોલ ખાતે તેની વિન્ડ બ્લેડ મેન્યુફેક્ચરિંગ સુવિધા સફળતાપૂર્વક કાર્યરત થઈ ગઈ છે. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 450 વિન્ડ બ્લેડ્સ છે. જે અંદાજે 600 મેગાવોટ (MW) વિન્ડ ઊર્જા પ્રોજેક્ટોની જરૂરિયાતને પૂર્ણ કરી શકે છે. આ પ્રોજેક્ટ મુખ્યત્વે 4 મેગાવોટ ક્ષમતાવાળા વિન્ડ ટર્બાઇન જનરેટર્સ માટે ડિઝાઇન કરાયેલા 82 મીટર લાંબા વિન્ડ બ્લેડ્સનું મેન્યુફેક્ચરિંગ કરશે.

સપ્લાય ચેઇનની ઘટાડશે જોખમ

JSW એનર્જી હાલમાં 3.9 GW સ્થાપિત વિન્ડ ઉર્જા ક્ષમતાનું સંચાલન કરે છે. વધુમાં કંપની પાસે 6.5 GW લોક-ઇન હાઇબ્રિડ ક્ષમતા અને 2.4 GW લોક-ઇન સ્વતંત્ર વિન્ડ પ્રોજેક્ટ્સ છે. નવા હાલોલ પ્લાન્ટથી વિન્ડ બ્લેડના ઇનપુટ ખર્ચમાં થતી વધઘટનું જોખમ ઘટશે. ઉપરાંત લોજિસ્ટિક્સ અને અન્ય ઇનપુટ ખર્ચમાં ઘટાડો થતાં પ્રોજેક્ટની આર્થિક કાર્યક્ષમતા વધુ મજબૂત બનશે.

આત્મનિર્ભર નવીનીકરણીય ઊર્જા પ્લેટફોર્મ તરફ મહત્વપૂર્ણ પગલું

આ વિકાસ અંગે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શરદ મહેન્દ્રએ જણાવ્યું કે, “હાલોલ પ્લાન્ટનું સફળ સંચાલન કંપનીના મજબૂત અને આત્મનિર્ભર નવીનીકરણીય ઊર્જા પ્લેટફોર્મના નિર્માણ તરફનું એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. સ્થાનિક સ્તરે ઉત્પાદન ક્ષમતા વધારવાથી સપ્લાય ચેઇનની સુરક્ષા મજબૂત બને છે અને પવન ઊર્જા પોર્ટફોલિયોની ખર્ચ સ્પર્ધાત્મકતા તથા વળતરમાં વધારો થાય છે.”

2030 સુધી 30 GW ઉત્પાદન ક્ષમતાનું લક્ષ્ય

JSW ગ્રુપનો એક ભાગ, JSW એનર્જી, હાલમાં કુલ લોક-ઇન ઉત્પાદન ક્ષમતા 32.1 GW ધરાવે છે. આમાં 13.7 GW કાર્યકારી ક્ષમતા, 13.8 GW નિર્માણાધીન અને પાઇપલાઇનમાં વધારાની 4.6 GW શામેલ છે. વધુમાં કંપની પાસે 29.6 GWhની લોક-ઇન એનર્જી સંગ્રહ ક્ષમતા પણ છે. કંપનીએ વર્ષ 2030 સુધીમાં 30 GW ઉત્પાદન ક્ષમતા અને 40 GWh એનર્જી સંગ્રહ ક્ષમતા પ્રાપ્ત કરવાનું ઉચ્ચ લક્ષ્ય રાખ્યું છે. JSW એનર્જીનું થર્મલ, હાઇડ્રો અને નવીનીકરણીય ઊર્જા ઉત્પાદન તેમજ ટ્રાન્સમિશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૈવિધ્યસભર અસ્તિત્વ છે.

નોંધ: આ લેખ ફક્ત માહિતી માટે છે. તે કોઈપણ પ્રકારની રોકાણ સલાહ, ભલામણ અથવા નાણાકીય માર્ગદર્શન માટે નથી. રોકાણ કરતા પહેલાં તમારા નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લો.

આ પણ વાંચો, ગરીબો માટે શરૂ કરેલી ઉજ્જવલા યોજનામાં મોટો ઝટકો, સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા 9થી ઘટાડીને માત્ર 4

Follow Us
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી બનાસકાંઠામાં આરોગ્ય તંત્ર દોડતુ થયું
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
સ્મીમેર હોસ્પિટલમાં સીમેન્ટ-રેતીની ડસ્ટ વચ્ચે દર્દીઓની સારવાર ! Video
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ
g clip-path="url(#clip0_868_265)">