AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉદય કોટકે વર્ષ 1977ની રિલાયન્સની સફળ સફર કરી ‘યાદ’, કહ્યું- Jio બનશે ભારતનો અત્યાર સુધીનો ‘સૌથી મોટો IPO’

માર્કેટના દિગ્ગજ ઉદય કોટકે રિલાયન્સ અને જિયોને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે વર્ષ 1977માં ધીરુભાઈ અંબાણી દ્વારા લાવવામાં આવેલા પહેલા IPO ને યાદ કરીને તેમનો આભાર માન્યો હતો. આ સાથે જ તેમણે દાવો કર્યો છે કે, Jio ભારતનો અત્યાર સુધીનો 'સૌથી મોટો IPO' સાબિત થશે.

ઉદય કોટકે વર્ષ 1977ની રિલાયન્સની સફળ સફર કરી 'યાદ', કહ્યું- Jio બનશે ભારતનો અત્યાર સુધીનો 'સૌથી મોટો IPO'
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2026 | 8:42 PM
Share

કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક ઉદય કોટકે ગુરુવાર, 15 ઓક્ટોબરના રોજ ‘જિયો પ્લેટફોર્મ્સ’ના આગામી IPOને ભારતીય શેરબજાર માટે એક ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી.

રિલાયન્સની સફર કરી ‘યાદ’

મુંબઈમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં કોટકે જણાવ્યું હતું કે, આ IPO ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે. તેમણે સમગ્ર દેશમાં ઇન્ટરનેટની પહોંચને બદલી નાખવા બદલ રિલાયન્સ જિયોના યોગદાનને બિરદાવ્યું હતું.

તેમણે એ પણ યાદ કર્યું કે, કેવી રીતે વર્ષ 1977માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રથમ Public Issueએ તેમને નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં કારકિર્દી ઘડવાનો નિર્ણય લેવા માટે પ્રેરિત કર્યા હતા.

જિયો પ્લેટફોર્મ્સનો IPO સબસ્ક્રિપ્શન માટે 21 ઓક્ટોબરે ખુલશે અને 23 ઓક્ટોબરે બંધ થશે, જેમાં પ્રતિ ઇક્વિટી શેર માટે 1,065 રૂપિયાથી 1,119 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે. એન્કર રોકાણકારો 19 ઓક્ટોબરે પોતાની બોલી લગાવી શકશે.

કોટકે કહ્યું કે, કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણી દ્વારા રિલાયન્સ ગ્રુપને જાહેર કંપની (public company) બનાવ્યાના લગભગ પાંચ દાયકા બાદ આ IPO ગ્રુપના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરે છે. તેમણે ગ્રુપના નવા વ્યવસાયોના વિકાસમાં આકાશ અંબાણી અને ઈશા અંબાણીની વધતી જતી ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.

ઉદય કોટકે રિલાયન્સના વર્ષ 1977ના IPO અને ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા

કોટકે વર્ષ 1977ની એક અંગત યાદગીરી શેર કરી, જ્યારે તેઓ 18 વર્ષના હતા અને તેમણે મુંબઈમાં રિલાયન્સ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝના IPO માટેનું પ્રમોશનલ અભિયાન જોયું હતું.

તેમણે કહ્યું કે, “આ વર્ષ 1977ની મરીન ડ્રાઈવ અને ચોપાટી છે. એક સાંજે, મેં સમગ્ર વિસ્તારને ઝળહળતો જોયો અને મને જણાવવામાં આવ્યું કે, આ ધીરુભાઈ અંબાણી દ્વારા સ્થાપિત ‘રિલાયન્સ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ’ના IPO માર્કેટિંગ અભિયાનનો એક ભાગ હતો. મારા માટે આ એક જાદુઈ ક્ષણ હતી, જેણે નાણાકીય સેવાઓના ક્ષેત્રમાં મારા ભવિષ્ય અંગેના વિચારોને પ્રભાવિત કર્યા.”

કોટાકે જાહેર બજારની ક્ષમતાને ઓળખવા બદલ અને સામાન્ય રોકાણકારો માટે રોકાણની તકો ઊભી કરવા બદલ ધીરુભાઈ અંબાણી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી.

Jio IPO આગામી પેઢીને પ્રતિબિંબિત કરે છે

આગામી ઇશ્યૂ (IPO) વિશે વાત કરતા કોટકે કહ્યું, “આ ઐતિહાસિક IPO લગભગ બે દાયકા પછી RIL ગ્રુપ તરફથી આવી રહ્યો છે અને તે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે.” તેમણે આ ઓફરિંગને અંબાણી પરિવારની આગામી પેઢીની વધતી જતી જવાબદારીઓ સાથે સાંકળી.

તેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના માર્ગદર્શન હેઠળ તેમના દ્વારા કરવામાં આવી રહેલા કામનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “આ નેતૃત્વની આગામી પેઢી “આકાશ અંબાણી અને ઈશા અંબાણી” માટે પણ એક પ્રમાણ છે, જેઓ આધુનિક યુગના વ્યવસાયોનું નિર્માણ કરી રહ્યા છે.”

કોટાકે જણાવ્યું હતું કે, IPOની કિંમત નક્કી કરતા પહેલા રોકાણકારો સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો, જેમાં કંપનીએ લાંબાગાળાના શેરધારકોની ભાગીદારી મેળવવા પર ભાર મૂક્યો હતો.

ડેટાની અછતથી લઈને 100 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ સુધી

કોટાકે ભારતના ટેલિકોમ બજારમાં પરિવર્તન લાવવા માટે જિયોને શ્રેય આપ્યો. આ પરિવર્તન સસ્તા મોબાઈલ ડેટા અને ઈન્ટરનેટની વ્યાપક પહોંચને કારણે શક્ય બન્યું છે. તેમણે કહ્યું કે, “જિયો ગ્રુપને શું અલગ પાડે છે? 53 કરોડ ગ્રાહકો અને ખાસ અમલીકરણ… તેણે ભારતમાં મોબાઈલ કનેક્ટિવિટી અને ડિજિટલ ક્ષેત્રના ભવિષ્યના સ્વરૂપ અંગેની ધારણાને જ બદલી નાખી છે.”

તેમણે યાદ અપાવ્યું કે, લગભગ એક દાયકા પહેલા ભારતમાં 4G ગ્રાહકોની સંખ્યા એક કરોડથી ઓછી હતી, જ્યારે આજે 4G અને 5G ગ્રાહકોની સંખ્યા આશરે 100 કરોડ છે.

કોટાકે કહ્યું, “ડેટાને સુલભ બનાવવામાં ‘ડિજિટલ ઈન્ડિયા’નો પ્રભાવ અદ્ભુત છે.” તેમણે મોબાઈલ સેવાઓ, હોમ બ્રોડબેન્ડ અને ટેલિકોમ ટેક્નોલોજીના ક્ષેત્રોમાં જિયો (Jio)ની કામગીરી પર પણ પ્રકાશ પાડ્યો.

કોટક (Kotak) ના જણાવ્યા અનુસાર, Jio ના લિસ્ટિંગથી રિલાયન્સ ગ્રુપ, તેના તમામ લિસ્ટેડ વ્યવસાયોના સંયુક્ત માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે ભારતનું સૌથી મોટું કોંગ્લોમરેટ (વિવિધ વ્યવસાયો ધરાવતું જૂથ) બની જશે.

TV9 ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2026 : મહા ષષ્ઠી પર દુર્ગા પૂજા અને હર્ષદીપ કૌરનો Live કાર્યક્રમ

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
g clip-path="url(#clip0_868_265)">