Solar Energy મામલે ભારતે કર્યો કમાલ, છેલ્લા સાત વર્ષમાં ક્ષમતામાં થયો 17 ગણો વધારો

|

Nov 08, 2021 | 9:07 PM

ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં સૌર ઊર્જાની દિશામાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. છેલ્લા સાત વર્ષમાં ભારતની સૌર ઊર્જા ક્ષમતા 17 ગણી વધી છે.

Solar Energy મામલે ભારતે કર્યો કમાલ, છેલ્લા સાત વર્ષમાં ક્ષમતામાં થયો 17 ગણો વધારો
હવે ખેડૂતો ખેતી સાથે વીજળી પણ કરી શકશે ઉત્પન્ન (File Pic)

Follow us on

ભારતે રવિવારે સંયુક્ત રાષ્ટ્ર (UN) ક્લાઈમેટ સમિટમાં કહ્યું કે દેશની સૌર ઉર્જા ક્ષમતા છેલ્લા સાત વર્ષમાં 17 ગણી વધીને 45,000 મેગાવોટ થઈ ગઈ છે. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે વૈશ્વિક વસ્તીના 17 ટકા હિસ્સો ધરાવે છે અને તેમ છતાં તેનો કુલ ઉત્સર્જનમાં હિસ્સો માત્ર ચાર ટકા છે. ભારતે અહીં યોજાયેલી COP-26 ક્લાઈમેટ સમિટમાં 11મી શેરિંગ ઑફ આઈડિયાઝ (FSV) દરમિયાન તેના ત્રીજા દ્વિવાર્ષિક અપડેટેડ રિપોર્ટ (BUR)ની રજૂઆત દરમિયાન આ વાત કહી. BUR ફેબ્રુઆરીમાં યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ ટ્રીટી (UNFCCC) સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

 

આ અહેવાલમાં મુખ્ય મુદ્દા તરીકે ભારતે જણાવ્યું હતું કે તેણે 2005-14ના સમયગાળામાં તેના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ની ઉત્સર્જન તીવ્રતામાં 24 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે. સાથે જ તેણે તેના સૌર કાર્યક્રમમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

વૈશ્વિક ઉત્સર્જનમાં યોગદાન માત્ર 4 ટકા છે

ભારત વતી પર્યાવરણ મંત્રાલયના સલાહકાર/વૈજ્ઞાનિક જે.આર. ભટ્ટે કહ્યું કે ભારત વૈશ્વિક વસ્તીના 17 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ આપણું કુલ ઉત્સર્જન માત્ર ચાર ટકા છે અને વર્તમાન વાર્ષિક ગ્રીનહાઉસ ગેસ (GHG) ઉત્સર્જન માત્ર 5 ટકા છે.

 

સૌર ઉર્જા ક્ષમતા 45 હજાર મેગાવોટ સુધી પહોંચી

ભટ્ટે કહ્યું આ દર્શાવે છે કે ભારત ક્લાઈમેટ ચેન્જ માટે સંવેદનશીલ છે. ભારતની સૌર ઉર્જા ક્ષમતા છેલ્લા સાત વર્ષમાં 17 ગણી વધી છે. તે હવે 45 હજાર મેગાવોટ પર પહોંચી ગઈ છે. કોન્ફરન્સમાં તમામ પક્ષોએ BUR અને આબોહવા પર ભારતના પ્રયાસોની પ્રશંસા કરી, જેમાં નવા પગલાંની તાજેતરની જાહેરાતો પણ સામેલ છે.

 

ભારત 2070 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે

ગ્લાસગોમાં COP26 ક્લાઈમેટ સમિટમાં (COP26 climate summit in Glasgow) પીએમ મોદીએ તાજેતરમાં કહ્યું હતું કે ભારત રિન્યુએબલ એનર્જીની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 2030 સુધીમાં ભારત જે ઉર્જા ઉત્પન્ન કરશે, તેમાંથી અડધાથી વધુ ગ્રીન એનર્જીથી થશે. ભારતે સૌપ્રથમ 500 ગીગાવોટ નોન-ફોસિલ ઈંધણનું (non-fossil energy) લક્ષ્ય નક્કી કર્યું છે. તેનો બીજો ધ્યેય 2030 સુધીમાં નવીનીકરણીય સ્ત્રોતો દ્વારા જરૂરી અડધી ઉર્જાનું ઉત્પાદન કરવાનો છે.

 

ભારત હાલમાં તેની કુલ વીજળીની જરૂરિયાતના 70 ટકા માટે કોલસા પર નિર્ભર છે અને 2030 સુધીમાં 50 ટકા બિન-અશ્મિભૂત ઈંધણ મેળવવાનું પડકારજનક રહેશે. પીએમ મોદીએ એમ પણ કહ્યું કે ભારત વર્ષ 2070 સુધીમાં શુદ્ધ રૂપથી શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે.

 

આ પણ વાંચો :  Share Market : તેજી સાથે શરૂઆત બાદ લાલ નિશાન નીચે પહોંચ્યો કારોબાર, SENSEX 60000 નીચે સરક્યો

 

Next Article