AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sensex ની Top – 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.18 લાખ કરોડનો વધારો થયો, આ સપ્તાહે કેવો રહેશે બજારનો મૂડ?

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, SBI, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેન્ક આવે છે.

Sensex ની Top - 10 કંપનીઓ પૈકી 8 ની માર્કેટ કેપમાં રૂપિયા 1.18 લાખ કરોડનો વધારો થયો, આ સપ્તાહે કેવો રહેશે બજારનો મૂડ?
Bomay Stock Exchange - BSE
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2021 | 8:26 AM
Share

સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી આઠ કંપનીઓની માર્કેટ મૂડી (Market Cap) ગયા સપ્તાહે સામૂહિક રીતે રૂ 1,18,930.01 કરોડ વધી છે. સૌથી વધુ ફાયદો ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) હતો. ગયા અઠવાડિયે 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 760.69 પોઈન્ટ અથવા 1.28 ટકા વધ્યો હતો.

હિંદુ કેલેન્ડર વર્ષ ‘વિક્રમ સંવત’ની શરૂઆત એટલે કે દિવાળીના દિવસે એક દિવસના ખાસ મુહૂર્ત કારોબારનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી બલિપ્રતિપદા નિમિત્તે શુક્રવારે બજારો બંધ રહ્યા હતા. છેલ્લા સપ્તાહમાં માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ICICI બેન્કની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે.

TCSના માર્કેટ કેપમાં રૂ. 40,782.04 કરોડનો વધારો થયો છે સપ્તાહ દરમિયાન TCSનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 40,782.04 કરોડ વધીને રૂ 12,98,015.62 કરોડ થયું હતું. SBIનું માર્કેટ વેલ્યુએશન રૂ 25,033.54 કરોડ વધીને રૂ. 4,73,406.02 કરોડ થયું છે.

ઈન્ફોસિસમાં તેજી ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ 17,158.49 કરોડ વધીને રૂ 7,18,890.08 કરોડ અને HDFCનું માર્કેટકેપ રૂ 10,153.08 કરોડ વધીને રૂ 5,24,370.77 કરોડ થયું હતું. બજાજ ફાઇનાન્સનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 7,502.68 કરોડ વધીને રૂ. 4,54,304.34 કરોડ થયું હતું.

હિન્દુસ્તાન યુનિલિવરનું બજાર મૂલ્ય રૂ. 6,978.29 કરોડ વધીને રૂ. 5,69,458.69 કરોડ અને HDFC બેન્કનું બજાર મૂલ્ય રૂ. 6,453.41 કરોડ વધીને રૂ. 8,82,981.83 કરોડ થયું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ઘટ્યું કોટક મહિન્દ્રા બેંકનું મૂલ્યાંકન રૂ. 4,868.48 કરોડ વધીને રૂ. 4,07,881.48 કરોડ થયું હતું. આ ટ્રેન્ડથી વિપરીત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 24,612.17 કરોડ ઘટીને રૂ. 15,85,074.58 કરોડ થયું હતું. ICICI બેન્કની બજાર સ્થિતિ રૂ. 13,680.32 કરોડની ખોટ સાથે રૂ. 5,42,827.39 કરોડ રહી હતી.

ટોચની 10 કંપનીઓની યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. તે પછી અનુક્રમે TCS, HDFC બેન્ક, ઇન્ફોસિસ, હિન્દુસ્તાન યુનિલિવર, ICICI બેન્ક, HDFC, SBI, બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેન્ક આવે છે.

Mutual Fund Investment માં વધારો સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં આશરે રૂ 40,000 કરોડનું રોકાણ આવ્યું છે. ન્યુ ફંડ ઑફરિંગ્સ (NFOs)માં મજબૂત નાણાપ્રવાહ અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIPs)માં સ્થિરતા વચ્ચે ક્વાર્ટર દરમિયાન ઇક્વિટી ફંડ્સને સારું રોકાણ મળ્યું છે.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (Amfi)ના ડેટા અનુસાર આ પ્રવાહ સાથે, સપ્ટેમ્બરના અંતે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના સંચાલન હેઠળની સંપત્તિ વધીને રૂ 12.8 લાખ કરોડ થઈ હતી. જૂનના અંત સુધીમાં તે 11.1 લાખ કરોડ રૂપિયા હતો.

આ પણ વાંચો :  આજથી સરકારી કર્મચારીઓને કોરોનાકાળમાં અપાયેલી વિશેષ છૂટ પરત ખેંચી લેવાઈ,જાણો શું કરાયો ફેરફાર

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : આજે સવારે 6 વાગે પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર થયા, જાણો તમારા શહેરમાં શું છે 1 લીટર ઇંધણની કિંમત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">