India Per Capita Income : મોદી સરકારના કાર્યકાળમાં માથાદીઠ આવક બમણી થઈ, જાણો સરકારી આંકડા શું સ્થિતિ દર્શાવે છે

|

Mar 06, 2023 | 7:35 AM

India Per Capita Income : નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO)નો તાજેતરનો અંદાજ સૂચવે છે કે 2022-23માં દેશની માથાદીઠ આવક નજીવી ધોરણે એટલે કે વર્તમાન કિંમતો અનુસાર રૂપિયા 1,72,000 સુધી પહોંચી શકે છે. આ આંકડો 2014-15ના રૂપિયા 86,647 કરતાં લગભગ 99 ટકા વધુ છે.

India Per Capita Income : મોદી સરકારના કાર્યકાળમાં માથાદીઠ આવક બમણી થઈ, જાણો સરકારી આંકડા શું સ્થિતિ દર્શાવે છે

Follow us on

India Per Capita Income : છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની માથાદીઠ આવકમાં ઝડપથી વધારો થયો છે. તાજેતરના આંકડાઓ અનુસાર નજીવા ધોરણે દેશની માથાદીઠ આવક રૂપિયા 1.72 લાખ સુધી પહોંચવાનો અંદાજ છે જે વર્ષ 2014-15 (FY15)માં માત્ર રૂપિયા  88 હજારથી વધુ હતી. આનો અર્થ એ થયો કે આ વર્ષો દરમિયાન ભારતની માથાદીઠ આવક લગભગ બમણી થઈ ગઈ છે. NSOના ડેટા અનુસાર કોવિડ-19 રોગચાળાથી પ્રભાવિત સમયગાળા દરમિયાન વર્તમાન ભાવો અને સ્થિર કિંમતો બંને પર માથાદીઠ આવક પર નકારાત્મક અસર જોવા મળી હતી.

વર્તમાન સ્થિતિ મુજબ  વધારો

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (NSO)નો તાજેતરનો અંદાજ સૂચવે છે કે 2022-23માં દેશની માથાદીઠ આવક નજીવી ધોરણે એટલે કે વર્તમાન કિંમતો અનુસાર રૂપિયા 1,72,000 સુધી પહોંચી શકે છે. આ આંકડો 2014-15ના રૂપિયા 86,647 કરતાં લગભગ 99 ટકા વધુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2014માં પ્રથમ વખત સરકારની રચના કરવામાં આવી હતી. મતલબ કે મોદી સરકારના કાર્યકાળમાં દેશની પ્રતિ વ્યક્તિ આવક બમણી થઈ ગઈ છે.

સ્થિર કિંમતોની સરખામણીએ વૃદ્ધિ ઓછી

જો કે, કેટલાક મોરચે પડકારો હજુ પણ છે. ખાસ કરીને લોકોની કમાણીનો તફાવત એટલે કે ઉચ્ચ વર્ગ અને નીચલા વર્ગની કમાણી વચ્ચેનો તફાવત ચિંતાનો વિષય છે. બીજી તરફ, વર્તમાન કિંમતોના આધારે એટલે કે વાસ્તવિક દ્રષ્ટિએ, 2014-15 થી માથાદીઠ આવકમાં વધારે વધારો થયો નથી. આ મુજબ 2014-15માં દેશની માથાદીઠ આવક 72,805 રૂપિયા હતી જે 2022-23માં 98,118 રૂપિયા સુધી પહોંચી શકે છે. મતલબ કે આ વર્ષો દરમિયાન માથાદીઠ આવકમાં 35 ટકાનો વધારો શક્ય છે.

આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન

કોવિડે નકારાત્મક અસર કરી

NSOના ડેટા અનુસાર કોવિડ-19 રોગચાળાથી પ્રભાવિત સમયગાળા દરમિયાન વર્તમાન ભાવો અને સ્થિર કિંમતો બંને પર માથાદીઠ આવક પર નકારાત્મક અસર જોવા મળી હતી. જો કે, ત્યારપછીના વર્ષો એટલે કે 2021-22 અને 2022-23 દરમિયાન તેમાં ફરી સારી વૃદ્ધિ જોવા મળી હતી.

અર્થશાસ્ત્રીઓની પ્રતિક્રિયા શું છે?

અર્થશાસ્ત્રીઓએ માથાદીઠ આવકના તાજેતરના આંકડાઓ પર મિશ્ર પ્રતિક્રિયા આપી છે. અર્થશાસ્ત્રી જયંતિ ઘોષ આવકના વિતરણની અસમાનતા પર ચિંતા વ્યક્ત કરે છે. ઘોષ કહે છે કે માથાદીઠ આવકમાં વધારાનું મુખ્ય કારણ વસ્તીના ટોચના 10 ટકા લોકોની આવકમાં વધારો છે. બીજી તરફ NIPFPના પિનાકી ચક્રવર્તી આ વધારાને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવે છે. ISIDના ડાયરેક્ટર નાગેશ કુમારનું કહેવું છે કે માથાદીઠ આવકમાં વધારાનો આ આંકડો દેશમાં વધેલી સમૃદ્ધિની ઝલક દર્શાવે છે.

Published On - 7:34 am, Mon, 6 March 23

Next Article