AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Collection in February : સરકારની આવકમાં ઘટાડો, એક મહિનામાં GST Collection 8 હજાર કરોડ રૂપિયા ઘટ્યું

GST Collection in February : નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ફેબ્રુઆરી 2023માં કુલ GST કલેક્શન 1,49,577 કરોડ રૂપિયા હતું. આમાં સેન્ટ્રલ જીએસટી (CGST)રૂપિયા  27,662 કરોડ છે જ્યારે રાજ્ય જીએસટી (SGST) કલેક્શન રૂપિયા 34,915 કરોડ છે.

GST Collection in February : સરકારની આવકમાં ઘટાડો, એક મહિનામાં GST Collection 8 હજાર કરોડ રૂપિયા ઘટ્યું
GST Collection in February
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 6:57 AM
Share

GST Collection in February : જાન્યુઆરી  મહિનાની સરખામણીએ સરકારના જીએસટી કલેક્શનમાં રૂપિયા 8 હજાર કરોડનો ઘટાડો થયો છે.આ ઉપરાંત  ગયા વર્ષના ફેબ્રુઆરીની સરખામણીમાં 12 ટકાનો વધારો થયો છે. જો તમે આંકડાઓ પર નજર નાખો તો ફેબ્રુઆરીમાં GST કલેક્શન 12 ટકા વધીને 1.49 લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે આ 12મો મહિનો છે જ્યારે સરકારનું GST કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર GST લાગુ થયા બાદ ફેબ્રુઆરી 2023માં સૌથી વધુ 11,931 કરોડ રૂપિયાનું સરચાર્જ કલેક્શન થયું હતું. જો કે, જાન્યુઆરીમાં જીએસટી કલેક્શન રૂ. 1.57 લાખ કરોડથી વધુ હતું, જે ઈતિહાસમાં બીજા નંબરનું સૌથી વધુ કલેક્શન હતું. એપ્રિલ 2022માં GST કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું જે પણ એક રેકોર્ડ છે.

કઈ વસ્તુ પર કેટલો ટેક્સ?

નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ફેબ્રુઆરી 2023માં કુલ GST કલેક્શન 1,49,577 કરોડ રૂપિયા હતું. આમાં સેન્ટ્રલ જીએસટી (CGST)રૂપિયા  27,662 કરોડ છે જ્યારે રાજ્ય જીએસટી (SGST) કલેક્શન રૂપિયા 34,915 કરોડ છે. તે જ સમયે ઇન્ટિગ્રેટેડ GST (IGST)ના હેડ હેઠળ 75,069 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા છે. આ સિવાય 11,931 કરોડ રૂપિયાનો સેસ પણ સામેલ છે.

ફેબ્રુઆરી કલેક્શન કેમ ઓછું મળે છે?

ફેબ્રુઆરી 2023 મહિનાની આવક ફેબ્રુઆરી 2022ની GST આવક કરતાં 12 ટકા વધુ છે જે 1.33 લાખ કરોડ રૂપિયા હતી. મંત્રાલયે કહ્યું કે સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોવાથી આવકનું કલેક્શન પ્રમાણમાં ઓછું હોય છે.

નાણાપ્રધાનના અંદાજને હાંસલ કરાયો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી માટે નેટ GST કલેક્શનમાં 12 ટકાનો વધારો થવાનો અંદાજ મૂક્યો હતો. સરકારનું લક્ષ્ય નાણાકીય વર્ષ 2022-23માં કુલ 8.54 લાખ કરોડ રૂપિયાનું GST કલેક્શન એકત્ર કરવાનું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)ના અધ્યક્ષ વિવેક જોહરીએ તાજેતરમાં જણાવ્યું હતું કે GST કલેક્શનમાં રૂ. 1.5 લાખ કરોડ નવી સીમા બની છે અને બોર્ડને વિશ્વાસ છે કે તે આવતા વર્ષમાં આ આંકડો પાર કરી જશે.

GST શું છે?

GSTનું ફુલફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે.  તેની માલની ખરીદી અથવા સેવાઓના ઉપયોગ માટે ચૂકવણી કરવામાં આવે છે. અગાઉ અસ્તિત્વમાં રહેલા ઘણા પ્રકારના કર  જેવાકે એક્સાઈઝ ડ્યુટી, વેટ, એન્ટ્રી ટેક્સ, સર્વિસ ટેક્સ વગેરેને દૂર કરીને તેમની જગ્યાએ એક જ ટેક્સ GST લાવવામાં આવ્યો છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">