ભારત અને શ્રીલંકા ટુંકમાં સમયમાં ભારતીય રૂપિયામાં કરશે વેપાર, બંને દેશોને થશે આ ફાયદા
ભાગીદારી બેન્કોએ રૂપિયામાં સેટલમેન્ટના ફાયદાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં નાની ટાઈમલાઈન, ઓછો એક્સચેન્જ ખર્ચ અને ટ્રેડ ક્રેડિટની સરળ ઉપલબ્ધતા સામેલ છે. આ પગલાનો ફાયદો ટૂરિઝમ અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી પર પણ પડશે.
ભારત અને શ્રીલંકા આર્થિ વ્યવહાર માટે ભારતીય રૂપિયાના ઉપયોગ માટેની વિચારણા કરી રહ્યા છે. તેમને આ વાત પર ચર્ચા પણ કરી છે. બંને દેશોની વચ્ચે વેપાર અને રોકાણથી જોડોયેલા પગલા દ્વારા વધુ મજબુત અને નજીકનો સહયોગ વિકસિત કરવામાં મદદ મળશે. ભારતીય હાઈ કમિશને ગુરુવારે વ્યવહારો માટે ભારતીય રૂપિયાના ઉપયોગ પર ચર્ચાનું આયોજન પણ કર્યું હતું.
2022માં ફ્રેમવર્ક થયું હતું તૈયાર
ભારતીય હાઈકમિશને એક નિવેદનમાં કહ્યું કે બેન્ક ઓફ Ceylon, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા બેન્કોએ પોતાના અનુભવોને વ્યક્ત કર્યા છે અને દર્શકોને જણાવ્યું કે તેમને ભારતીય રિઝર્વ બેન્ક અને સેન્ટ્રલ બેન્ક ઓફ શ્રીલંકા દ્વારા 2022માં ફ્રેમવર્ક તૈયાર કર્યા બાદ સંબંધિત વોસ્ટ્રો/નોસ્ટ્રો એકાઉન્ટસ દ્વારા રૂપિયામાં આર્થિક વ્યવહાર કરવાનું શરૂ કરી દીધું છે.
ભાગીદારી બેન્કોએ રૂપિયામાં સેટલમેન્ટના ફાયદાનો પણ ઉલ્લેખ કર્યો, જેમાં નાની ટાઈમલાઈન, ઓછો એક્સચેન્જ ખર્ચ અને ટ્રેડ ક્રેડિટની સરળ ઉપલબ્ધતા સામેલ છે. આ પગલાનો ફાયદો ટૂરિઝમ અને હોસ્પિટાલિટી ઈન્ડસ્ટ્રી પર પણ પડશે. તેનાથી કલેક્શન વધારવામાં પણ મદદ મળશે, જેનો બીજા ક્ષેત્રમાં પણ ઉપયોગ કરી શકાશે, શ્રીલંકાના નાણામંત્રી શેહાન સેમાસિંઘેએ બંને દેશોની વચ્ચે આર્થિક સંબંધ અને ભારત દ્વારા છેલ્લા એક વર્ષ દરમિયાન ભારત દ્વારા આપવામાં આવેલ નાણાકીય અને માનવતાવાદી સમર્થનની સરાહના કરી.
આ પણ વાંચો: કોરોનાથી ચીનની અર્થવ્યવસ્થામાં મંદી ! વિકાસ દર પર મોટો ફટકો, ડ્રેગન આ પગલું લઈ શકે છે
ભારત કરી રહ્યું છે સતત પ્રયત્ન
રશિયા-યૂક્રેનની વચ્ચે યુદ્ધ થયા બાદ પશ્ચિમી દેશો દ્વારા પ્રતિબંધ લગાવવાની પૃષ્ઠભૂમિમાં ભારત રૂપિયામાં વિદેશી લેણદેણને વધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યો છે. આ પ્રકારે ભારતીય રિઝર્વ બેન્કે જુલાઈ 2022માં ઘરેલુ કરન્સીમાં સરહદ પાર વેપારી લેણદેણ પર વધુ દિશા-નિર્દેશ જાહેર કર્યા હતા.
RBIએ દિશા-નિર્દેશ જાહેર કર્યા બાદ રશિયાની સૌથી મોટી બેન્ક સ્બેરબેન્ક અને બીજી સૌથી બેન્ક વીટીબી બેન્ક ગયા વર્ષે જુલાઈમાં રૂપિયામાં વેપારની મંજૂરી મેળવનારી પ્રથમ વિદેશી બેન્ક બની હતી. રશિયાની અન્ય એક બેન્ક ગેજપ્રોમબેન્કે પણ કોલકત્તા સ્થિત યૂકો બેન્કની સાથે આ એકાઉન્ટ ખોલ્યુ છે. જો કે આ રશિયન બેન્કની ભારતમાં કોઈ શાખા નથી.