શ્રીલંકાની ચીનને ફટકાર, કહ્યું- અમે અમારી જમીનને ભારતની સુરક્ષા માટે ખતરો નહીં બનવા દઈએ
નવી દિલ્લીમાં G20 વિદેશ મંત્રીઓની બેઠકમાં શ્રીલંકાના વિદેશ મંત્રી એમ.યુ. એમ. અલી સાબરીએ ભારત-ચીનને લઈને મોટું નિવેદન આપ્યું છે.
અલી સાબરીએ G20માં કહ્યું કે, શ્રીલંકા કોઈપણ દેશને ભારતના રાષ્ટ્રીય સુરક્ષા હિતોની વિરુદ્ધ ટાપુનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે નહીં. લાંબા સમયથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીન ભારત વિરુદ્ધ શ્રીલંકાની જમીનનો ઉપયોગ કરી શકે છે.
આ પણ વાચો: G20: યુદ્ધને રોકવામાં તો વિશ્વ નિષ્ફળ રહ્યું પણ આતંકવાદ સામે એક થવું પડશે- PM MODI
હકીકતમાં, શ્રીલંકા અત્યાર સુધીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કારણે ચીને શ્રીલંકાને તેના દેવાની જાળમાં ફસાવી દીધું છે. ગયા વર્ષે હમ્બનટોટા બંદર પર ચીનનું જાસૂસી જહાજ ઉભુ રહેતા ભારતની ચિંતા વધી ગઈ હતી. દિલ્લી અને કોલંબોના સંબંધો પર તેની અસર થવાની સંભાવના હતી. જો કે શ્રીલંકાના વિદેશ મંત્રીના નિવેદનથી ભારત માટે એક સારા સમાચાર છે.
મદદ કરવા બદલ ભારતની પ્રશંસા કરી
અલી સાબરીએ શ્રીલંકાને ઇતિહાસના સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરવામાં મદદ કરવા બદલ ભારતની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ્યારે શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું હતું ત્યારે ભારતે તેને લગભગ 4 બિલિયન યુએસ ડોલરની નાણાકીય સહાય આપી હતી, જેમાં ‘લાઈન ઓફ ક્રેડિટ’ (એક પ્રકારની ક્રેડિટ લોન) ખોરાક ખરીદવા માટે આપવામાં આવી હતી.
ભારતે સંસ્થાને ગેરંટી આપી હતી
એટલું જ નહીં, ભારતે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી શ્રીલંકાને 2.9 બિલિયન યુએસ ડોલરની સહાય મેળવવા માટે સંસ્થાને ગેરંટી પણ આપી હતી. અલી સાબરીએ કહ્યું કે, હું ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને તેમની નવી દિલ્લીની સત્તાવાર મુલાકાત દરમિયાન હૈદરાબાદ હાઉસ ખાતે મળ્યા હતા. અમે ફળદાયી દ્વિપક્ષીય વાતચીત કરી હતી અને ભારત-શ્રીલંકા સંબંધોની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.
દિલ્લી સાથે નજીકથી કામ કરવાની સરકારની યોજનાઓ
વિદેશ મંત્રી એમ.યુ. એમ. અલી સાબરીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું કે, આર્થિક સુધારાને પ્રોત્સાહન આપવા માટે નવી દિલ્લી સાથે નજીકથી કામ કરવાની સરકારની યોજનાઓ વિશે વાત કરી હતી. હંબનટોટા બંદરે ચીનના જાસૂસી જહાજના આગમન બાદ ભારત અને શ્રીલંકા વચ્ચેના સંબંધોમાં ખટાશની આશંકા અંગે તેમણે કહ્યું કે, જ્યારે તમે બે દેશો સાથે કામ કરો છો, એક પરિવારમાં વિચાર પણ મતભેદો હોય છે, વિવાદો ન હોય.