Income Tax Refund: તમારું ઈન્કમ ટેક્સ રિફંડ નથી આવ્યું ? આ કારણો હોઈ શકે, જાણો વિગતવાર

ઘણા લોકો હજુ આવકવેરા રિફંડની રાહ જોઈ રહ્યા છે. તમારા રિટર્નની ચકાસણી થઈ ગયા બાદ પણ તમને રિફંડ નથી મળ્યું તો તમારે ફરીથી તેને ચેક કરવાની જરૂરિયાત છે. ઈન્કમ ટેક્સના નિયમો મૂજબ નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્નની પ્રક્રિયા કરવાનો સમય 82 દિવસનો છે. નાણાકીય વર્ષ 2022-23માં આ જ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં 16 દિવસનો સમય લાગ્યો હતો. હવે 2023-24 માટે આ સમય ઘટાડીને 10 કરવામાં આવ્યો છે.

Income Tax Refund: તમારું ઈન્કમ ટેક્સ રિફંડ નથી આવ્યું ? આ કારણો હોઈ શકે, જાણો વિગતવાર
Income Tax Refund
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 6:00 PM

મોટાભાગના લોકોએ તેના ઈન્કમ ટેક્સ (Income Tax) રિટર્ન નિયત સમય મર્યાદા સુધીમાં ભર્યા હતા. ઘણા બધા લોકોને રીફંડની રકમ તેના બેંક એકાઉન્ટમાં જમા થઈ ગઈ છે, જ્યારે ઘણા લોકો હજુ આવકવેરા રિફંડની (Income Tax Refund) રાહ જોઈ રહ્યા છે. તમારા રિટર્નની ચકાસણી થઈ ગયા બાદ પણ તમને રિફંડ નથી મળ્યું તો તમારે ફરીથી તેને ચેક કરવાની જરૂરિયાત છે.

ઈન્કમ ટેક્સના નિયમો મૂજબ નાણાકીય વર્ષ 2019-20 માટે રિટર્નની પ્રક્રિયા કરવાનો સમય 82 દિવસનો છે. નાણાકીય વર્ષ 2022-23માં આ જ પ્રક્રિયાને પૂર્ણ કરવામાં 16 દિવસનો સમય લાગ્યો હતો. હવે એસેસમેન્ટ યર 2023-24 માટે આ સમય ઘટાડીને 10 કરવામાં આવ્યો છે.

ઈન્કમ ટેક્સ ફાઈલિંગ પોર્ટલ પર નોટિફિકેશન ચેક કરો

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા બાદ જુદી-જુદી પ્રોસેસ કરી ચકાસણી કરવામાં આવે છે. આ પ્રોસેસ પૂર્ણ થયા બાદ રિફંડની પ્રક્રિયા શરૂ થાય છે. તેથી જો તમારા એકાઉન્ટમાં આ પ્રોસેસ થઈ ગઈ હોય તો તમારે ઈન્કમ ટેક્સ ફાઈલિંગ પોર્ટલ પર જઈને પ્રોસેસિંગ અંગેનું નોટિફિકેશન ચેક કરવું જોઈએ.

મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં પાસે કેટલી સંપત્તિ છે?
આ 6 લોકોએ પનીર ખાધું તો ગયા સમજજો, એક્સપર્ટે જણાવ્યું કારણ
મહિલાઓના વાળ ખરતા અટકાવશે આ ફળ ! જુઓ લિસ્ટ
શરીરમાં સોડિયમ વધવાથી થાય છે આ 5 સમસ્યાઓ
PM મોદી અને મેલોનીની મિત્રતાનો વધુ એક વીડિયો વાયરલ
Whatsapp પર ડિલીટ કરેલા મેસેજ કેવી રીતે વાંચવા? જાણો અહીં ટ્રિક

અહીં ચેક કરો સ્ટેટસ

જો તમે 31 જુલાઈ સુધીમાં ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યું છે, તો કોઈપણ પ્રકારની સમસ્યા આવવી જોઈએ નહીં. તેમ છતા પણ રિટર્ન વેરિફિકેશન થયું ન હોય અને રિફંડ પણ ન મળ્યું હોય, તો તેના ઘણા કારણો હોઈ શકે છે. તેના માટે, તમે પ્રક્રિયા પૂર્ણ થવાની સૂચનામાં આ વિશે માહિતી મેળવી શકો છો. તે ચેક કર્યા બાદ તમે અપડેટ કરી શકો છો.

આ કારણો પણ હોઈ શકે

સૌથી મુખ્ય કારણ એ હોઈ શકે છે કે રિટર્ન ફાઇલ કરતી વખતે તમે આપેલી માહિતી 26AS અથવા AIS ફોર્મ સાથે મેચ થતી ન હોય. તેમાં કમાણી અથવા આવકની માહિતીમાં તફાવત હોઈ શકે છે. ત્યારબાદ આવક વેરા વિભાગ તમને તે અંગે કારણ પૂછે છે. આ માટે તમને મેલ અથવા લેટર મોકલાવવામાં આવે છે. તેથી તમારે સમયાંતરે મેઇલ ચેક કરતા રહેવું જોઈએ.

આ પણ વાંચો : Stock Tips Fraud: જો તમે શેરબજારમાં રોકાણ કરો છો તો રહો સાવધાન, જાણો કેવી રીતે સોશિયલ મીડિયા પર સ્ટોક ટિપ્સ આપીને કરે છે ફ્રોડ

તમે આવક વેરા વિભાગ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના સાચા અને તાર્કિક રીતે જવાબ આપો. ત્યારબાદ તમારા રિફંડની પ્રક્રિયા કરવામાં આવશે. જો તમે આવું નથી કરતા અને વિભાગને લાગે કે તમે ખોટી આવકની માહિતી આપી છે, તો તે તમને બાકી ટેક્સ ભરવા માટે સૂચના આપવામાં આવશે. તમે જ્યાં સુધી રકમની ચુકવણી નહીં કરો ત્યાં સુધી તમારા રિફંડની પ્રક્રિયા નહીં કરવામાં આવે. તેના માટે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ પણ લઈ શકો છો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ગુજરાતમાં ક્યારે જામશે ચોમાસાની મોસમ ? જાણો
ગુજરાતમાં ક્યારે જામશે ચોમાસાની મોસમ ? જાણો
બનાસકાંઠાઃ Tv9ના અહેવાલ બાદ હવે 'જોખમી મુસાફરી' સામે પોલીસની કાર્યવાહી
બનાસકાંઠાઃ Tv9ના અહેવાલ બાદ હવે 'જોખમી મુસાફરી' સામે પોલીસની કાર્યવાહી
આગામી 7 દિવસ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
આગામી 7 દિવસ રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
લીંબડીના 3 ગામના લોકોના પીવાના પાણી માટે વલખા
લીંબડીના 3 ગામના લોકોના પીવાના પાણી માટે વલખા
GETCOના વીજ ટાવરનો વિરોધ કરવા ખેડૂત ઝેરી જંતુનાશક દવા લઈને પહોંચ્યો
GETCOના વીજ ટાવરનો વિરોધ કરવા ખેડૂત ઝેરી જંતુનાશક દવા લઈને પહોંચ્યો
ચંદ્વાલા ચેકપોસ્ટ પાસે ખાનગી ટ્રાવેલ્સમાંથી ઝડપાયો બિનવારસી સામાન
ચંદ્વાલા ચેકપોસ્ટ પાસે ખાનગી ટ્રાવેલ્સમાંથી ઝડપાયો બિનવારસી સામાન
બિનવારસી ડ્રગ્સ સિલસિલો યથાવત
બિનવારસી ડ્રગ્સ સિલસિલો યથાવત
બનાસકાંઠા: નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર અને અધિકારી લાંચ લેતા ઝડપાયા
બનાસકાંઠા: નારી સંરક્ષણ કેન્દ્રના મેનેજર અને અધિકારી લાંચ લેતા ઝડપાયા
ભરૂચમાં કોન્સ્ટેબલ પોતાનો બોગસ સસ્પેન્શન લેટર બનાવ્યો
ભરૂચમાં કોન્સ્ટેબલ પોતાનો બોગસ સસ્પેન્શન લેટર બનાવ્યો
સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ થશે
સુરતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા 4 હજાર લોકોના લાયસન્સ રદ થશે
g clip-path="url(#clip0_868_265)">