IT Refund : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં ઘણા દિવસો વીતી જવા છતાં રિફંડ નથી આવ્યું? આ કારણ જવાબદાર હોઈ શકે છે

IT Refund : આવકવેરા વિભાગનું રિટર્ન(Income Tax Return) ભરવાની અંતિમ તારીખ વીતી ગઈ છે. IT  વિભાગના જણાવ્યા અનુસાર લગભગ 7 કરોડ લોકોએ ઈન્કમ ટેક્સ રિટર્ન(ITR) ફાઈલ કર્યું છે. આ પૈકી 3.44 કરોડ ITR પર પ્રોસેસ કરવામાં આવી છે એટલે કે જેઓ રિફંડ માટે પાત્ર છે તેમને રિફંડ મોકલવામાં આવ્યા છે.

IT Refund : ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં ઘણા દિવસો વીતી જવા છતાં રિફંડ નથી આવ્યું? આ કારણ જવાબદાર હોઈ શકે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2023 | 8:21 AM

IT Refund : આવકવેરા વિભાગનું રિટર્ન(Income Tax Return) ભરવાની અંતિમ તારીખ વીતી ગઈ છે. IT  વિભાગના જણાવ્યા અનુસાર લગભગ 7 કરોડ લોકોએ ઈન્કમ ટેક્સ રિટર્ન(ITR) ફાઈલ કર્યું છે. આ પૈકી સદા ત્રણ કરોડ આસપાસ ITR પર પ્રોસેસ કરવામાં આવી છે . વિભાગ મુજબ આ કરદાતાઓ રિફંડ માટે યોગ્યતા ધરાવે છે જેમને રિફંડ મોકલવામાં આવ્યા છે.

હવે આ સ્થિતિમાં, જો ITR ફાઈલ થયાને ઘણો સમય થઈ ગયો છે અને રિફંડની પ્રક્રિયા હજુ સુધી કરવામાં આવી નથી તો કેટલાક કારણો હોઈ શકે છે જેના કારણે રિફંડને અટકાવી દેવામાં આવ્યું છે.  ટેક્નોલોજીની પ્રગતિને કારણે ઓનલાઈન રિફંડની સરેરાશ પ્રક્રિયાનો સમય હવે ઘણો ઓછો થઈ ગયો છે. સામાન્ય રીતે ટેક્સ રિટર્નનું રિફંડ 7 દિવસમાં આવે છે જ્યારે કેટલાક કિસ્સાઓમાં તે 120 દિવસ સુધી સમય લે છે.

આજનું રાશિફળ તારીખ : 21-06-2024
ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વાળા લોકોની લાઈફ કેટલી હોય છે?
ગરમીમાં આ 5 બિયર રૂપિયા 150 સુધીના ભાવમાં મળશે, જાણો નામ
ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ
ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો
PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા

રિફંડ ન મળવાના 5 કારણ

જો તમને હજુ સુધી તમારું રિફંડ મળ્યું નથી તો આના 5 કારણો હોઈ શકે છે.

  1. ખોટી બેંક ખાતાની વિગતો આપી હોય
  2. અધૂરા દસ્તાવેજો જમા કરવાથી
  3. રિફંડ માટે ખોટી માહિતી આપવી
  4. TDS/TCS મિસમેચ થવા
  5. રિફંડની અન્ડર પ્રોસેસ

આ કારણોસર તમારું રિફંડ અટકી શકે છે. આવી સ્થિતિમાં તમે આવકવેરા વિભાગને રિફંડ ન કરવા વિશે ઓનલાઈન માહિતી પૂછી શકો છો.

રિફંડ ન મળે તો શું કરવું?

જો તમને રિટર્ન ફાઈલ કર્યાને ઘણો સમય થઈ ગયો હોય અને તમને રિફંડ ન મળ્યું હોય, તો સૌથી પહેલા તમારો મેઈલ ચેક કરો. શક્ય છે કે આવકવેરા વિભાગે તમને ITR સંબંધિત કોઈપણ વધારાની માહિતી માટે ઈ-મેલ મોકલ્યો હોય. જો મેલ આવ્યો હોય, તો તેનો જવાબ આપો. જો ITR સ્ટેટસ બતાવે છે કે રિફંડની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે, તો તમે રિફંડ રિ-ઈશ્યૂ માટે વિનંતી કરી શકો છો. બીજી બાજુ, જો સ્ટેટસ રિટર્ન તરીકે દેખાઈ રહ્યું છે, તો તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ/આકારણી અધિકારીને રિફંડ રિ-ઈશ્યૂ માટે અરજી કરી શકો છો.

તમે અહીં ફરિયાદ કરી શકો છો

જો આવકવેરા રિટર્ન ફાઈલ કર્યાના 30 દિવસની અંદર રિફંડ ન મળે તો સ્થિતિ તપાસવી જોઈએ. જો રિફંડ ન મળવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી, તો કરદાતા રિફંડ ન મળવાની ફરિયાદ Incometax.gov.in પર કરી શકે છે. આ સિવાય તમે આવકવેરા વિભાગના ટોલ ફ્રી નંબર 1800-103-4455 પર પણ આ અંગે ફરિયાદ કરી શકો છો. આ નંબર પર દરેક કામકાજના દિવસે સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી કોલ કરી શકાશે. ઉપરાંત, જો તમે ઇચ્છો તો, તમે તેના વિશે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર પણ ફરિયાદ કરી શકો છો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">