પત્નિને પણ ઘર ભાડું ચૂકવીને ટેક્સમાં છૂટ મેળવી શકો છો, જાણો કેવી રીતે લઈ શકાય લાભ
Income Tax: ઈન્કમટેક્સમાં રાહત મેળવવા માટે આપ ઘર ભાડાને લઈને પણ એક મહત્વના નિયમનો લાભ લઈ શકો છો. જો તમે તમારી પત્નિને ઘરનું ભાડું ચુકવો છો તો પણ તમે ટેક્સમાં રાહત મેળવી શકો છો. આ મામલે કોર્ટ દ્વારા પણ કેટલાક નિર્ણય આવેલા છે, જેમાં આ બાબતને સ્પષ્ટ કરવામાં આવ્યુ છે.
ઈન્કમટેક્સ ભરતી વેળા મનમાં અનેક પ્રકારની મુંઝવણો સર્જાયેલી હોય છે. આવક અને જાવકને દર્શાવવા સાથે આવક પર ટેક્સમાં કઈ કઈ બાબતોમાં રાહત મળી શકે છે તેનો અભ્યાસ કરી મુંઝવણનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. સરકાર પણ ટેક્સની આવકમાં અલગ અલગ પરિવર્તનો સમયે સમયે કરતી રહે છે. આમાં એક બાબત ઘર ભાડાને લઈને પણ છે. HRA મળવા પાત્ર રકમ પર તમે ટેક્સમાં છૂટ મેળવી શકો છો.
આ છૂટ મેળવવા માટે તમારે તમારી HRA (House Rent Allowance) આવક સામે ઘર ભાડું તમારી પત્નિને ચૂકવેલું હોવું જોઈએ. જો તમે ઘર ભાડાની રકમ તમારી પત્નિને ચૂકવો છો તો, તમને ટેક્સમાં મોટી રાહત મળી શકે છે. આ મામલામાં કોર્ટ દ્વારા પણ નિર્ણય સામ આવ્યા છે. જેના આધારે સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
જાણો કેવી રીતે મળશે ફાયદો
ટેક્સ ભરનારાઓ માટે મહત્વની બાબતોમાંથી એક HRA હોય છે. તમે જેને ક્લેઈમ કરીને ટેક્સમાં રાહત મેળવી શકો છો. આ માટે ભલે ઘર તમારી પત્નીના નામે હોય. તમારું ઘર તમારી પત્નીને નામે હોય તો તમે ઘર ભાડું તમારી પત્નીને ચૂકવીને ટેક્સમાં રાહત મેળવી શકો છો.
એક કેસ પર નજર કરવામાં આવે તો, હાલમાં જ એક કેસમાં ઇન્કમ ટેક્સ અપીલ ટ્રિબ્યુનલ દ્વારા કહેવાયું હતુ કે, ઘર ભાડાને તેમની પત્નીને ચુકવી શકાય છે. સાથએ જ ટ્રિબ્યુનલે કહ્યુ કે, તેની પર ટેક્સમાં પણ છૂટ મેળવી શકાય છે. આ કેસ અમન કુમાર જૈનનો હતો અને જેમાં ITAT દ્વારા કહેવામાં આવ્યુ હતુ.
પત્ની કરવું પડશે આ કામ
જોકે પત્નીના ખાતામાં પતિના ભાડાની આવક થવા સાથે તેણે પોતાના ઈન્કમ ટેક્સમાં તે આવકને દર્શાવવી જરુરી છે. સાથે જ પત્નીએ ઈન્કમ ટેક્સ રીટર્ન પણ ભરવુ પડશે. પરંતુ ભાડાની આવક મેળવવા માટે ઘરની માલીકીનો સંપૂર્ણ હક પત્નીના નામે હોવો જરુરી છે. એટલે કે તે મકાનના માલીકી હક્કમાં પતિનો હિસ્સો હોવો ના જોઈએ.
આ પણ વાંચો: શિક્ષણ જગતના જાણીતા ગામની સરકારી શાળામાં તસ્કરો ત્રાટક્યા, ફરિયાદની મંજૂરી આપવામાં 2 સપ્તાહ વિત્યા!
ઘર ભાડાને સ્વીકારવા સાથે પતિ અને પત્ની વચ્ચે ભાડા કરાર હોવો જરુરી છે. ઘર ભાડા ચૂકવેલની તમામ રશીદોને પણ પતિ પાસે હોવી જરુરી છે. રશીદમાં ભાડું આપનાર અને લેનાર બંનેની સંપૂર્ણ વિગતો અને ભાડાની રકમ સહિતની માહિતી દર્શાવવી પડશે. તેમજ પાન કાર્ડ પણ હોવું જરુરી છે. જે રસીદ અને ભાડા કરારને ટેક્સના છૂટનો લાભ લેવા માટે કર ચૂકવનારે એટલે કે પતિે ફોર્મ 12બીબી સાથે રજૂ કરવુ પડશે.