શ્વેટર ન કાઢ્યા હોય તો કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આગામી 48 કલાકમાં આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે. આગામી 48 કલાકમાં ઠંડીનો ચમકારો વધશે . રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે.
રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વરતાશે. ઠંડી પડવા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે. જેમા ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીને ચમકારો વરતાશે. જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલમાં કડકડતી ઠંડી પડવાની વકી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડશે.
ઉત્તર ગુજરાતમાં 2 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા છે. જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન ઘટવાની શક્યતા છે.
21 થી 23 નવેમ્બરે ગુજરાતમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 16 ડીગ્રી રહેવાની શક્યતા રહેશે. રાજ્યમાં સવારના સમયે ઠડી રહેશે અને 15 ડીગ્રી તાપમાન રહેવાની શક્યતા અંબાલાલે વ્યક્ત કરી છે.
Input Credit- Ravindra Bhadoria- Gandhinagar
Published on: Nov 19, 2024 08:12 PM
Latest Videos