GST Collections August : ફરી એકવાર જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર, પરંતુ જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં કલેક્શનમાં ઘટાડો

|

Sep 01, 2021 | 7:28 PM

GST Collections August : ઓગસ્ટ મહિનામાં કુલ જીએસટી કલેક્શન 1.12 લાખ કરોડ રહ્યું. વાર્ષિક ધોરણે આમાં 30 ટકાનો વધારો નોંધાયો હતો, પરંતુ જુલાઈની સરખામણીએ આ વધારો ઘણો ઓછો છે..

GST Collections August : ફરી એકવાર જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર, પરંતુ જુલાઈની સરખામણીમાં ઓગસ્ટમાં કલેક્શનમાં ઘટાડો
ઓગસ્ટ મહિનામાં જીએસટી કલેક્શન 1 લાખ કરોડને પાર

Follow us on

GST Collections August : ઓગસ્ટ મહિનામાં જીએસટીમાંથી કુલ 1.12 લાખ કરોડ રૂપિયા સરકારી ખજાનામાં આવ્યા.  ઓગસ્ટ 2020 ની સરખામણીમાં આ મહીનામાં 30 ટકાની શાનદાર વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે જુલાઇ મહિનામાં જીએસટી કલેક્શન 1.16 લાખ કરોડ હતું.

ઓગસ્ટમાં જીએસટીના કુલ કલેક્શનમાં (GST Collections), સેન્ટ્રલ જીએસટી 20522 કરોડ, સ્ટેટ જીએસટી 26605 કરોડ અને ઈન્ટિગ્રેટેડ જીએસટીના 56247 કરોડ છે. IGST માં, માલની આયાત પર 26884 કરોડ વસુલવામાં આવ્યા હતા જ્યારે 8646 કરોડ સેસ દ્વારા આવ્યા હતા. જેમાં આયાતી માલ પર સેસનું કલેક્શન 646 કરોડ હતું.

Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, જુઓ Photos
Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ
તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે
રાશા થડાનીએ કઈ શાળામાં અભ્યાસ કર્યો, જુઓ ફોટો

 

જીએસટી કલેક્શન સતત નવ મહિના સુધી  1 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહ્યું, પરંતુ જૂન મહિનાની સરખામણીએ આ મહીને ઓછું રહ્યું. એપ્રિલ અને મેમાં કોરોનાની બીજી લહેરને કારણે, દેશભરમાં સ્થાનિક સ્તરે પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા, જેના કારણે વ્યવસાયિક પ્રવૃત્તિમાં ઘટાડો થયો હતો. જૂનના અંતથી પ્રતિબંધ હળવો કરવામાં આવ્યો ત્યારે જુલાઈમાં જીએસટી કલેક્શન ફરી 1 લાખ કરોડને પાર કરી ગયું. સરકારનો અંદાજ છે કે આગામી મહિનાઓમાં જીએસટી કલેક્શન વધુ સારું રહેશે.

 ઓગસ્ટમાં મેન્યુફેક્ચર એક્ટીવીટીમાં ગ્રોથ જોવા મળ્યો.

ઓગસ્ટ મહિનામાં, મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ઇન્ડેક્સ (Manufacturing PMI Index) 52.30 હતો, જ્યારે જુલાઈ મહિનામાં તે 55.30 હતો. જો આ ઈન્ડેક્સ 50 થી વધુ આવે તો તેને  રીક્વરી તરીકે ગણવામાં આવે છે, અને જો તે તેનાથી ઓછું આવે તો તેને સંકોચન તરીકે ગણવામાં આવે છે. આ દ્રષ્ટીએ, ઓગસ્ટમાં મેન્યુફેક્ચર એક્ટીવીટીમાં વધારો થયો હતો, પરંતુ જુલાઈની સરખામણીમાં રીક્વરીની ગતિ ઘટી છે.

પ્રથમ ક્વાર્ટરમાં વિકાસ દર 20.10 ટકા

દેશ કોરોના સંકટમાંથી બહાર આવી રહ્યો છે. અને દેશનું અર્થતંત્ર પાટા પર ફરી રહ્યું છે. એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં દેશનો જીડીપી (GDP-Gross Domestic Product) વૃદ્ધિ દર વધીને 20.1 ટકા થયો છે. જ્યારે, અર્થશાસ્ત્રીઓએ નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ક્વાર્ટરમાં  જીડીપી વૃદ્ધિનો દર 18.5 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો હતો. તે જ સમયે, આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે (RBI Governor Shaktikanta Das) મંગળવારે એક કાર્યક્રમમાં કહ્યું કે અર્થતંત્રમાં સુધારાના સંકેતો છે.

આ પણ વાંચો :  Surat : તેજીથી ઝગમગતો એક સમયનો જરી ઉદ્યોગ પડ્યો મંદો, ભાવ 15 ટકા વધ્યા છતાં ખિસ્સા ખાલી

આ પણ વાંચો : Armaan Kohli Drugs Case : અરમાન કોહલીની વધી શકે છે મુશ્કેલી, ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિમાંથી 2 વિદેશી

Next Article