જો તમે પગારદાર(Salaried) વર્ગના છો, તો તમારે ગ્રેચ્યુઈટી (Gratuity) વિશે ચોક્કસ જાણવું જ જોઈએ. કોઈપણ કંપનીમાં પાંચ વર્ષ સુધી સતત કામ કરતા કર્મચારીઓ ગ્રેચ્યુટી માટે પાત્ર બને છે. હાલમાં ગેજ્યુટી મેળવવા માટે કર્મચારીને એક કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ સુધી કામ કરવું પડે છે. ગ્રેજ્યુટી કંપની તરફથી કર્મચારીને તેમની સેવાના બદલે આભાર વ્યક્ત કરવાની એક રીત છે. પરંતુ શું તમે જાણો છો કે ગ્રેચ્યુટીનો લાભ પાંચ વર્ષથી ઓછી સેવા પર પણ મળે છે. ચાલો પહેલા જાણીએ કે કોને ગ્રેચ્યુટી મળે છે.
પેમેન્ટ એન્ડ ગ્રેચ્યુટી એક્ટ (Payment and Gratuity Act)દેશના તમામ કારખાનાઓ, ખાણો, તેલ ક્ષેત્રો, બંદરો અને રેલવેને લાગુ પડે છે. આ સાથે 10 થી વધુ લોકોને રોજગારી આપતી દુકાનો અને કંપનીઓના કર્મચારીઓને પણ ગ્રેચ્યુટીનો લાભ મળે છે.
ગ્રેચ્યુઈટી એક્ટ મુજબ, કોઈપણ એક એમ્પ્લોયર સાથે સતત પાંચ વર્ષ કામ કરતા કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. જો કે, અધિનિયમની કલમ 2A સ્પષ્ટપણે ‘કામ ચાલુ રાખવું’ ને વ્યાખ્યાયિત કરે છે. આ મુજબ ઘણા કર્મચારીઓ પૂરા 5 વર્ષ સુધી કામ ન કરે તો પણ તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળી શકે છે.
ગ્રેચ્યુઈટી એક્ટના સેક્શન-2A મુજબ, જો અંડરગ્રાઉન્ડ ખાણોમાં કામ કરતા કર્મચારીઓ તેમના એમ્પ્લોયર સાથે 4 વર્ષ 190 દિવસ પૂરા કરે તો તેમને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. તે જ સમયે, અન્ય સંસ્થાઓમાં કામ કરતા કર્મચારીઓ 4 વર્ષ 240 દિવસ કામ કર્યા પછી ગ્રેચ્યુટી માટે પાત્ર બને છે.
ગ્રેચ્યુટી માટેના સમયગાળાની ગણતરી કરતી વખતે નોટિસનો સમયગાળો ગણવામાં આવે છે કે કેમ તે અંગે ઘણા લોકો મૂંઝવણમાં છે. અહીં જણાવી દઈએ કે નોટિસનો સમયગાળો ‘સતત સેવા’માં ગણાય છે.
ગ્રેજ્યુટી કંપની તરફથી કર્મચારીને તેમની સેવાના બદલે આભાર વ્યક્ત કરવાની એક રીત છે. સરકારી કર્મચારીઓ માટે તેની વધારેમાં વધારે મર્યાદા 20 લાખ રૂપિયા છે. 5 વર્ષની સર્વિસ પૂરી કર્યા પછી ગ્રેજ્યુટી બનવાની શરૂઆત થઈ જાય છે. ગ્રેજ્યુટીની રકમ 2 રીતે નક્કી થાય છે. કંપનીમાં તમારો કાર્યકાળ અને તમારો છેલ્લો પગાર. ગ્રેજ્યુટી નક્કી કરવાની ફોર્મ્યુલા છે- 15 X છેલ્લો પગાર X સર્વિસ પિરીયડ/26
આ પણ વાંચો : ભારતે કરી 418 અરબ ડોલરનો રેકોર્ડ નિકાસ, ગોયલે કહ્યું- દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું
આ પણ વાંચો : ભારત-ઓસ્ટ્રેલિયા વેપાર કરાર રસોઇયા અને યોગ પ્રશિક્ષકો માટે નવા અવસર ખોલશે: પીયૂષ ગોયલ