ભારતે કરી 418 અરબ ડોલરનો રેકોર્ડ નિકાસ, ગોયલે કહ્યું- દેશના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતના નિકાસના આંકડા પર કહ્યું કે, આપણા દેશના ઈતિહાસમાં પહેલીવાર કોરોનાના લહેર છતાં 418 અબજ ડોલરની નિકાસ કરવામાં આવી છે. જે લક્ષ્યાંક કરતાં પાંચ ટકા વધુ છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે (Minister Piyush Goyal) નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતના નિકાસના આંકડા પર કહ્યું કે, આપણા દેશના ઈતિહાસમાં પહેલીવાર કોરોનાના લહેર છતાં 418 અબજ ડોલરની નિકાસ કરવામાં આવી છે. જે લક્ષ્યાંક કરતાં પાંચ ટકા વધુ છે. ગોયલે વધુમાં કહ્યું કે, આપણે માર્ચમાં 40 અરબ ડોલરને વટાવી ગયા છીએ. આવું પહેલા ક્યારેય બન્યું નથી. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, એન્જિનિયરિંગ ગુડ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી અને કેમિકલ્સ સેક્ટરની સારી કામગીરીને કારણે નાણાકીય વર્ષ 2021-22માં ભારતની માલસામાનની નિકાસ 418 બિલિયનના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આંકડા અનુસાર, દેશમાં માર્ચ 2022માં 40 અબજ ડોલરની નિકાસ થઈ હતી, જે એક મહિનામાં નિકાસનું સૌથી વધુ સ્તર છે. અગાઉ માર્ચ 2021માં નિકાસનો આંકડો 34 અરબ ડોલર હતો.
સત્તાવાર ડેટા અનુસાર, ભારતે નાણાકીય વર્ષ 2020-21માં 292 અરબ ડોલરની નિકાસ કરી હતી. નાણાકીય વર્ષ 2021-22માં મોટા વધારા સાથે નિકાસનો આંકડો 418 અરબ ડોલર પર પહોંચી ગયો છે. આ પહેલા 23 માર્ચે દેશે 400 બિલિયન ડોલરની નિકાસનો આંકડો પાર કર્યો હતો.
પીટીઆઈ અનુસાર, ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે, તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં ભારતની સારી નિકાસ માટેનું એક મુખ્ય કારણ પેટ્રોલિયમ ઉત્પાદનો, એન્જિનિયરિંગ, જેમ્સ અને જ્વેલરી, રસાયણો અને ફાર્મા ક્ષેત્રનું સારું પ્રદર્શન છે. ભારતે સૌથી વધુ યુ.એસ.ને નિકાસ કરી, ત્યારબાદ સંયુક્ત આરબ અમીરાત (UAE), ચીન, બાંગ્લાદેશ અને નેધરલેન્ડનો નંબર આવે છે. નિકાસનો આંકડો $400 બિલિયનને વટાવી જવાને એક મોટી સિદ્ધિ ગણાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તે આત્મનિર્ભર ભારત બનવાની દિશામાં એક સીમાચિહ્નરૂપ છે.
અગાઉ, ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO) ના મહાનિર્દેશક અજય સહાયે કહ્યું હતું કે, તે દેશ માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે અને કહ્યું હતું કે, નિકાસકારોએ તમામ લોજિસ્ટિકલ પડકારો છતાં એક વર્ષમાં નિકાસમાં 110 બિલિયનનો વધારો કર્યો છે. તેણે કહ્યું કે, આ સિરીઝને જાળવી રાખવી અને તેને આગળ લઈ જવી વધુ જરૂરી છે. તેમણે કહ્યું કે, કેટલાક દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ અને પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ (PLI) સ્કીમને પણ સમર્થન આપવામાં આવશે.
આ પણ વાંચો: દેશમાં 96 ટકા પોસ્ટ ઓફિસ સીબીએસ સાથે જોડાઈ, બેંક જેવી ઘણી સેવાઓ મળશે ઓનલાઈન
આ પણ વાંચો: Pakistan : સંસદ ભંગ થયા પછી પણ ઇમરાન ખાન રહેશ વડાપ્રધાન, સુપ્રિમ કોર્ટે મંજુર કરી વિપક્ષની અરજી