જો તમે ખાનગી નોકરી કરો છો, તો તમારી કંપની તમને કેટલીક રજાઓ આપે છે. તેમાં અમુક રજાઓ એવી હોય છે કે જો કર્મચારી તેનો ઉપયોગ ન કરે તો તે રજાઓના બદલામાં નાણા આપવામાં આવે છે. તેને લીવ એનકેશમેન્ટ (Leave Encashment) કહેવામાં આવે છે. સેલેરી સ્ટ્રકચરમાં, HR દ્વારા તમામ કર્મચારીઓને જાણ કરવામાં આવે છે કે તેમને એક વર્ષમાં કેટલી રજાઓ મળશે અને તેઓ કેટલી કેશ કરી શકશે. એટલે કે તમને કેટલી રજાઓના બદલામાં નાણા મળશે.
આ સ્થિતિમાં તમારા માટે તમારી રજાઓ વિશે સંપૂર્ણ માહિતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે એક વર્ષમાં મહત્તમ કેટલી રજાઓ કેશ કરી શકાય છે. જેથી તમને ફાયદો થાય. નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2023 માં તકનીકી, નવીનતા, આત્મનિર્ભર અર્થતંત્ર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.
આ બજેટમાં લગભગ દરેક વર્ગના લોકોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વખતે સરકારે પ્રાઈવેટ નોકરી કરનારાઓ માટે બજેટમાં ભેટ આપી છે. જેમાં તેમણે લીવ એનકેશમેન્ટમાં મોટા ફેરફાર કરીને ખાનગી કર્મચારીઓને રાહત આપી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં ખાનગી નોકરી કરતા લોકો માટે લીવ એનકેશમેન્ટમાં રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. નાણામંત્રીએ કહ્યું કે બિન-સરકારી પગારદાર કર્મચારીઓ એટલે કે ખાનગી કર્મચારીઓને રજા રોકડમાં કર મુક્તિનો લાભ 3 લાખ રૂપિયાથી વધારીને 25 લાખ રૂપિયા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ધારો કે જો કોઈ વ્યક્તિ 30-35 વર્ષ માટે મુક્તિ લંબાવે છે, તો તે વાર્ષિક 20,000 રૂપિયાથી વધુ થઈ જાય છે.
તમને જણાવી દઈએ કે, નોકરી દરમિયાન કર્મચારીઓને અનેક પ્રકારની રજાઓ મળે છે. જેમાં કેઝ્યુઅલ લીવ, સિક લીવ, પેઇડ લીવ વગેરે જેવી અનેક પ્રકારની રજાઓનો સમાવેશ થાય છે. જો તેમાંની કેટલીક રજાઓ નિર્ધારિત સમયમાં લેવામાં ન આવે તો તે સમાપ્ત થાય છે અને દર વર્ષે કેટલીક રજાઓ ઉમેરવામાં આવે છે. કોઈ કર્મચારી નોકરી બદલે અથવા નિવૃત્ત થાય, ત્યારે રજાઓ જે દર વર્ષે ઉમેરવામાં આવે છે. પરંતુ તમે બાકીની રજાઓ કંપની પાસેથી રોકડ મેળવી શકો છો, એટલે કે તમે આ રજાઓ માટે નાણા લઈ શકો છો. તેને લીવ એનકેશમેન્ટ કહેવામાં આવે છે.
કર્મચારીઓને વધુમાં વધુ કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે કંપનીઓ લીવ એન્કેશમેન્ટની સુવિધા આપે છે, પરંતુ લીવ એન્કેશમેન્ટ માટે કોઈ સરકારી નિયમ નથી. એટલે કે, જો કોઈ કંપની તમારી રજાને રોકડ નહીં કરે, તો તમે તેની સામે કેસ દાખલ કરી શકતા નથી. લીવ એન્કેશમેન્ટની સુવિધા આપવી કે નહીં તે કંપની પર નિર્ભર છે.