Gold Price Today : સોનું ખરીદનારા લોકો માટે દરરોજ સારા સમાચાર આવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનાની કિંમત 15 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ છે તો બીજી તરફ સ્થાનિક બજારમાં પણ સોનાની કિંમત 5 મહિનાની નીચી સપાટીએ આવી ગઈ છે. સોનાના ભાવમાં સતત ઘટાડો થવાનું મુખ્ય કારણ વ્યાજદરમાં સતત વધારો છે. આ સિવાય ડૉલરની વધતી જતી મજબૂતાઈ પણ સોનાની કિંમત પર ભારે દબાણ લાવી રહી છે જેના કારણે તેની કિંમતો સતત ઘટી રહી છે. એટલું જ નહીં યુરોપિયન યુનિયન દ્વારા રશિયામાંથી સોનાની આયાત પર લગાવવામાં આવેલા પ્રતિબંધને કારણે અન્ય દેશોમાં સોનાનો પુરવઠો વધ્યો છે. સોનાના ભાવમાં સતત ઘટાડાનું આ પણ એક મોટું કારણ છે.
ગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમત 1700 ડોલર પ્રતિ ઔંસના સમર્થન સ્તરથી નીચે આવી ગઈ છે. છેલ્લા એક મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની કિંમતમાં 7.8 ટકા એટલે કે 143 ડોલરનો ઘટાડો થયો છે. હવે જ્યારે દુનિયાભરમાં સોનાની કિંમતો ઘટી રહી છે ત્યારે ભારત પણ તેની પહોંચથી કેવી રીતે દૂર રહી શકે.
જોકે, ભારતીય બજાર કરતાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધુ ફેરફાર જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં માર્ચ 2022માં સોનાની કિંમત 2078 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. જે હવે ઘટીને $1700 પ્રતિ ઔંસના સ્તરે આવી ગયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે સોનાની કિંમતમાં ઘટાડો આગામી 3 થી 6 મહિના સુધી ચાલુ રહી શકે છે.
એક નજર આજના સોનાના ભાવ ઉપર |
|
MCX GOLD : 50345.00 -30.00 (-0.06%) – 09:20 વાગે | |
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે | |
Ahmedavad | 52231 |
Rajkot | 52251 |
(Source : aaravbullion) | |
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે | |
Chennai | 50900 |
Mumbai | 50620 |
Delhi | 50620 |
Kolkata | 50620 |
(Source : goodreturns) | |
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ છે અને 22 કેરેટ લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, ઝીંક જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે પરંતુ તેના ઘરેણાં બનાવી શકાતા નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
તમને જણાવી દઈએ કે હવે જો તમે સોનાની શુદ્ધતા તપાસવી હોય તો આ માટે સરકાર દ્વારા એક એપ બનાવવામાં આવી છે. ‘BIS કેર એપ’ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા, તમે માત્ર સોનાની શુદ્ધતા ચકાસી શકતા નથી પણ તમે તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.