Commodity Today : 12 કલાકમાં બે વખત સોના અને ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી 86 હજારને પાર

દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદીના ભાવ સાંજે રેકોર્ડ સ્તરે પહોંચી ગયા હતા. જ્યાં સોનાની કિંમત રૂપિયા 73 હજારની સપાટી વટાવીને વધુ એક રેકોર્ડ સર્જાયો હતો. બીજી તરફ સવારે રૂપિયા 84 હજારની સપાટી વટાવ્યા બાદ ચાંદીના ભાવે સાંજે રૂપિયા 86 હજારની સપાટી વટાવી નવો રેકોર્ડ સર્જ્યો હતો.

Commodity Today : 12 કલાકમાં બે વખત સોના અને ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી 86 હજારને પાર
Gold and silver prices
Follow Us:
| Updated on: Apr 13, 2024 | 9:14 AM

શુક્રવારે, ભારતના વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવે 12 કલાકમાં બે વાર રેકોર્ડ બનાવ્યો હતો. સૌથી પહેલા જો સોનાની વાત કરીએ તો વાયદા બજારમાં સવારે સોનાએ રૂપિયા 73 હજારનું સ્તર તોડી નાખ્યું હતું. જે બાદ સાંજે સોનાનો ભાવ પણ રૂપિયા 72 હજારની સપાટી વટાવી ગયો હતો. બીજી તરફ ચાંદીની વાત કરીએ તો સવારે ચાંદીનો ભાવ 84 હજાર રૂપિયાના સ્તરને પાર કરી ગયો હતો.

સોના-ચાંદીના ભાવ

સાંજે 7:30 વાગ્યા પછી ચાંદીનો ભાવ રૂપિયા 86 હજારની સપાટી વટાવી ગયો હતો. મોડી રાત્રે વિદેશી બજારોમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યા હતા અને રાત્રે જ બંને કિંમતી ધાતુઓ ભારતના વાયદા બજારમાં વિક્રમી સપાટીથી નીચે આવી ગયા હતા. ચાલો તમને એ પણ જણાવીએ કે સોના અને ચાંદીના ભાવ શું થઈ ગયા છે. તેમજ કારોબારી સત્ર દરમિયાન સોના અને ચાંદીના ભાવ શું રહ્યા છે.

સોનાએ 12 કલાકમાં બે વખત રેકોર્ડ બનાવ્યા

દેશના વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવે સાંજે 7.30 વાગ્યા પછી બીજી વખત રેકોર્ડ બનાવ્યો હતો. શુક્રવારે સવારે સોનાનો ભાવ રૂપિયા 72 હજારની સપાટી વટાવી ગયો હતો. તે પછી સાંજે સોનાના ભાવમાં ફરીથી વધારો થયો હતો અને સોનાની કિંમત 73,958 રૂપિયાની લાઈફટાઈમ ઊંચી સપાટીએ પહોંચી હતી.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

બજારમાં સોનાની કિંમત રૂપિયા 71,999ના વધારા સાથે ખુલી હતી

જોકે મોડી રાત્રે બજાર બંધ થયા બાદ સોનું રૂપિયા 77ના મામૂલી ઉછાળા સાથે રૂપિયા 71,920 પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. જો કે આજે સવારે વાયદા બજારમાં સોનાની કિંમત રૂપિયા 71,999ના વધારા સાથે ખુલી હતી.

જો કે એપ્રિલ મહિનામાં સોનાની કિંમતમાં 9.24 ટકા એટલે કે 6,257 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. જો ચાલુ વર્ષની વાત કરીએ તો સોનાની કિંમતમાં 15.51 ટકાનો વધારો જોવા મળ્યો છે. મતલબ કે ચાલુ વર્ષમાં સોનાની કિંમતમાં રૂપિયા 9,932નો વધારો જોવા મળ્યો છે.

ચાંદીના ભાવમાં જંગી વધારો

બીજી તરફ ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળ્યો છે. ચાંદીના ભાવ લગભગ 12 કલાકની અંદર ત્રણ સ્તરને પાર કરી ગયા. આજે સવારે ચાંદીએ રૂપિયા 84 હજારની સપાટી તોડી હતી. જે બાદ સાંજે ચાંદી રૂપિયા 85 હજારને સ્પર્શી ગઇ હતી અને ત્યારબાદ ચાંદીના ભાવ રૂપિયા 86 હજારની સપાટી તોડી ગયા હતા.

એમસીએક્સના ડેટા અનુસાર ચાંદીની કિંમત 86,126 રૂપિયા પ્રતિ કિલોના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. બજાર બંધ થયા બાદ ચાંદીનો ભાવ રૂપિયા 227ના વધારા સાથે રૂપિયા 83,040 હતો.

જો વર્તમાન મહિનાની વાત કરીએ તો ચાંદીના ભાવમાં રેકોર્ડ પ્રદર્શન જોવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ચાંદીની કિંમતમાં લગભગ 15 ટકા એટલે કે 11,078 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષમાં ચાંદીના ભાવમાં 14 ટકાનો વધારો થયો છે એટલે કે 10,626 રૂપિયા પ્રતિ કિલો.

વિદેશી બજારોમાં સોના અને ચાંદીની સ્થિતિ

ન્યુયોર્કના કોમેક્સ માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. આજે ઔંસ દીઠ $2400નો ભાવ તોડીને સોનાની કિંમત $2,448.75 પ્રતિ ઔંસની વિક્રમી સપાટીએ પહોંચી હતી.  મોડી સાંજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

સોનાના આ રહ્યા છે ભાવો

કોમેક્સ પર સોનું ફ્યુચર લગભગ $5ના ઘટાડા સાથે ઓન દીઠ $2,367.90 પર ટ્રેડ કરી રહ્યું છે. બીજી તરફ સોનાની હાજરની કિંમત પણ 2430 ડોલર પ્રતિ ઔંસની નજીક પહોંચી ગઈ હતી. જે બાદ ઘટાડો જોવા મળ્યો હતો. હાલમાં સોનાની હાજર કિંમત $27 પ્રતિ ઔંસના ઘટાડા સાથે $2,345.81 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

બીજી તરફ કોમેક્સ પર ચાંદીના વાયદાના ટ્રેડિંગ સેશન દરમિયાન ભાવ ઔંસ દીઠ $30 સુધી પહોંચી ગયો હતો. અત્યારે ભાવ ઔંસ દીઠ $28.22 પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીના હાજર ભાવ પણ 30 ડોલર પ્રતિ ઔંસની આસપાસ હતા. હાલમાં ભાવમાં દોઢ ટકાનો ઘટાડો થયો છે. જેના કારણે ભાવ ઔંસ દીઠ $28.07 પર હાજર છે.

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">