Mutual Fund કરતાં ઓછા ખર્ચ સાથેનો સોદો છે ETF, થઈ શકે છે મોટી કમાણી !
Exchange Traded Fund એ ઓછી કિંમતનું રોકાણ છે. તેનો ખર્ચ ગુણોત્તર એટલે કે ફંડના સંચાલન માટે વસૂલવામાં આવતી ફી એક્ટિવ મ્યુચ્યુઅલ ફંડ કરતાં ઓછી છે. ઓછી કિંમતના ETFથી તમને કેવી રીતે ફાયદો થઈ શકે?
જ્યારે તમે બજાર-સંબંધિત સ્કીમમાં રોકાણ કરો છો, ત્યારે તેમાં અમુક ખર્ચ સામેલ હોય છે. આ ખર્ચ કેટલો હશે તે યોજનાની કેટેગરી પર આધારિત છે. એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) એ ઓછી કિંમતનું રોકાણ છે. ETF એક નિષ્ક્રિય ફંડ છે જેનો ખર્ચ ગુણોત્તર એટલે કે ફંડના સંચાલન માટેની વાર્ષિક ફી એક્ટિવ ફંડ કરતા ઓછી છે.
નિષ્ક્રિય ફંડ હોવાને કારણે તેની કિંમત ઓછી
આ ફંડ્સ બેન્ચમાર્ક ઇન્ડેક્સને ટ્રૅક કરે છે. તેથી ફંડ મેનેજર તેને મેનેજ કરવામાં કોઈ ખાસ ભૂમિકા ભજવતા નથી. નિષ્ક્રિય ફંડ હોવાને કારણે તેની કિંમત ઓછી છે. એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) ની વેબસાઇટ અનુસાર ETF મેનેજ કરવા માટેની વાર્ષિક ફી 0.20 ટકા કરતાં ઓછી હોઈ શકે છે, જ્યારે તેની સરખામણીમાં કેટલીક સક્રિય ફંડ સ્કીમ્સના સંચાલનનો ખર્ચ 1% થી વધુ રહે છે.
ઉદાહરણ તરીકે, જો તમે ETFમાં 100 રૂપિયાનું રોકાણ કરો છો, તો તેનું વાર્ષિક વ્યાજ 50 પૈસા હશે. આ રીતે તમે ઓછા ખર્ચે તમારા રોકાણમાં વધુ એક્સપોઝર મેળવી શકો છો.