AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિટાયરમેન્ટ માટે EPF કે NPS? 25 વર્ષમાં શેમાં મળશે સૌથી વધુ રિટર્ન? આખું ગણિત સમજો

નોકરી કરતાં લોકો માટે રિટાયરમેન્ટ (Retirement) ની તૈયારી જલ્દી શરૂ કરવી જરૂરી છે. એવામાં રિટાયરમેન્ટ પછી શું 25 વર્ષમાં કરોડોનું ફંડ બનાવવું શક્ય છે? EPF કે NPS? આખરે બંનેમાંથી કયો વિકલ્પ તમને કરોડપતિ બનાવી શકે છે? ક્યાં રોકાણ કરવું સૌથી ફાયદાકારક રહેશે?

રિટાયરમેન્ટ માટે EPF કે NPS? 25 વર્ષમાં શેમાં મળશે સૌથી વધુ રિટર્ન? આખું ગણિત સમજો
| Updated on: Nov 10, 2026 | 7:00 PM
Share

નોકરી કરતાં લોકો માટે રિટાયરમેન્ટ (Retirement) ની તૈયારી જલ્દી શરૂ કરવી જરૂરી છે. એવામાં કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) તેના બે લોકપ્રિય વિકલ્પ છે. બંને લાંબાગાળે બચત તૈયાર કરે છે પરંતુ રોકાણ કરવાની રીત, વળતર, જોખમ અને નાણાં ઉપાડવાના નિયમો અલગ છે. હવે સવાલ એ છે કે, કઈ સ્કીમમાં રોકાણ કરવાથી મોટું ફંડ બની શકે છે?

EPF માં કેવી રીતે વધે છે ‘પૈસા’?

EPF નું સંચાલન કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) કરે છે. સામાન્ય વ્યવસ્થામાં કર્મચારી પોતાની બેસિક સેલેરી અને મોંઘવારી ભથ્થાનું 12 ટકા યોગદાન આપે છે. નિયોક્તા પણ 12 ટકા આપે છે પરંતુ તેનો પૂરો હિસ્સો EPF ખાતામાં જમા થતો નથી. એક હિસ્સો કર્મચારી પેન્શન યોજના (EPS) માં જમા થાય છે. નાણાકીય વર્ષ 2025-26 માટે EPF નો વ્યાજ દર 8.25 ટકા છે. આ દર બદલાઈ શકે છે, તેથી તેને આગામી 25 વર્ષનું નક્કી વળતર ન માનવું જોઈએ.

NPS માં રોકાણના વિકલ્પો

NPS બજાર સાથે જોડાયેલી યોજના છે. તેમાં રકમ ઇક્વિટી, કોર્પોરેટ બોન્ડ અને સરકારી સિક્યોરિટીઝમાં રોકાણ થાય છે. રોકાણકાર એક્ટિવ ચોઈસ (Active Choice) માં રોકાણનું પ્રમાણ પસંદ કરી શકે છે, જ્યારે ઓટો ચોઈસ (Auto Choice) માં ઉંમરની સાથે આ પ્રમાણ પોતાની મેળે બદલાય છે. મલ્ટીપલ સ્કીમ ફ્રેમવર્ક હેઠળ કેટલાક બિન-સરકારી સબ્સ્ક્રાઇબર્સને 80 થી 100 ટકા સુધી ઇક્વિટીનો વિકલ્પ મળી શકે છે. જો કે, વધુ ઇક્વિટીથી વધારે વળતરની ખાતરી મળતી નથી.

50 હજાર રૂપિયા બેસિક સેલેરી પર 25 વર્ષનો હિસાબ

ધારો કે, 35 વર્ષના કર્મચારીની બેસિક સેલેરી 50,000 રૂપિયા મહિનો છે અને તે 60 વર્ષની ઉંમરે રિટાયર થવા માંગે છે. ધારી લઈએ કે, દર વર્ષે સેલરી 5 ટકા વધે છે અને EPF પર 8.25 ટકા વ્યાજ મળે છે. આ હિસાબે 25 વર્ષ પછી EPF માં લગભગ 1.58 કરોડ રૂપિયા જમા થઈ શકે છે. બીજીબાજુ, NPS માં 8 ટકા વળતર પર લગભગ 1.43 કરોડ, 10 ટકા પર 1.87 કરોડ અને 12 ટકા પર 2.46 કરોડ રૂપિયાનું ફંડ બની શકે છે.

રિટાયરમેન્ટ પર નાણાં ઉપાડવાના નિયમો

EPF માં લાગુ શરતો અનુસાર, રિટાયરમેન્ટ પર જમા બેલેન્સ ઉપાડી શકાય છે. સામાન્ય એક્ઝિટ પર બિન-સરકારી NPS સબ્સ્ક્રાઇબર 80 ટકા સુધી રકમ એકમુશ્ત ઉપાડી શકે છે. ઓછામાં ઓછી 20 ટકા રકમથી એન્યુટી ખરીદવી પડે છે, જેનાથી નિયમિત પેન્શન મળે છે. 80 ટકા ઉપાડવાની મંજૂરીનો મતલબ એ નથી કે, પૂરી રકમ ટેક્સ-ફ્રી હશે. તેથી, ટેક્સ પછી મળતી રકમનો હિસાબ પણ જરૂરી છે.

કોના માટે કયો વિકલ્પ વધુ સારો?

આમાં તો જેમને સ્થિર વ્યાજ અને ઓછું બજાર જોખમ જોઈતું હોય, તેમના માટે EPF એક સારો વિકલ્પ હોઈ શકે છે. લાંબા સમય સુધી રોકાણ કરવાની અને બજારના ઉતાર-ચઢાવને સહન કરવાની ક્ષમતા ધરાવતા લોકો NPS પર વિચાર કરી શકે છે. ઘણા કર્મચારીઓ માટે બંને યોજનાઓનો સંતુલિત ઉપયોગ પણ સારો વિકલ્પ બની શકે છે. અંતે ‘નિર્ણય’ ઉંમર, જોખમ ક્ષમતા, નિયોક્તાનું યોગદાન, ટેક્સ વ્યવસ્થા અને રિટાયરમેન્ટની જરૂરિયાતોના આધારે લો.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનું ખરીદવાનો પ્લાન છે? શું 2027 સુધીમાં ભાવ આસમાને આંબશે, જાણી લો ગ્લોબલ બેંકોની સૌથી મોટી આગાહી!

Follow Us
નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ
નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે
'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video
'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી શુભકામના
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી શુભકામના
અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર 2 આરોપી ઝડપાયા
અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર 2 આરોપી ઝડપાયા
ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર ! Video
ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર ! Video
ભરૂચમાં ST બસનો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ! Video
ભરૂચમાં ST બસનો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ! Video
અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર
અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
g clip-path="url(#clip0_868_265)">