Breaking News : ભરૂચમાં ST બસ બની બેકાબૂ, શોપિંગ સેન્ટર બહાર પાર્ક કરેલાં વાહનોને અડફેટે લીધાં ! જુઓ Video
ભરૂચના શાલીમાર ચોકડી નજીક બ્રેક ફેલ થતાં ST બસ બેકાબૂ બની હતી. શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરેલાં અનેક ટૂ-વ્હીલરને બસે અડફેટે લીધાં હતાં. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ભરૂચના શાલીમાર ચોકડી નજીક ST બસનો અકસ્માત સર્જાયો હતો. શોપિંગ સેન્ટરની બહાર અનેક વાહનો પાર્ક કરવામાં આવ્યાં હતાં. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી ST બસનો બ્રેક ફેલ થઈ જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો.
અનેક ટૂ-વ્હીલર વાહનોને બસે અડફેટે લીધાં
બસ બેકાબૂ બનતાં શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરેલાં અનેક ટૂ-વ્હીલર વાહનોને અડફેટે લીધાં હતાં. બસની ટક્કરથી વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. અચાનક બનેલી આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
જોકે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. બ્રેક ફેલ થવાને કારણે સર્જાયેલી આ ઘટનામાં અનેક વાહનોને નુકસાન થતાં વાહનચાલકોમાં ચિંતા જોવા મળી હતી.
