AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર, રસ્તા પર વાહનો થંભી ગયા ! જુઓ Video

Breaking News : ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર, રસ્તા પર વાહનો થંભી ગયા ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2026 | 11:32 AM
Share

ગીરગઢડાના પાંખકાણ ગામમાં સિંહણ અને બાળસિંહ રસ્તા પર લટાર મારતાં જોવા મળ્યાં હતાં. બંનેને રસ્તો ક્રોસ કરતાં જોઈ વાહનચાલકો થંભી ગયા હતા. એક રાહદારીએ આ સમગ્ર દૃશ્ય મોબાઇલ કેમેરામાં કેદ કર્યું હતું.

ગીરગઢડાના પાંખકાણ ગામમાં સિંહણ અને બાળસિંહ રસ્તા પર લટાર મારતાં જોવા મળ્યાં હતાં. બંનેને રસ્તો ક્રોસ કરતાં જોઈ વાહનચાલકો થંભી ગયા હતા. એક રાહદારીએ આ સમગ્ર દૃશ્ય મોબાઇલ કેમેરામાં કેદ કર્યું હતું.

ગીરગઢડા પંથકમાં રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર જોવા મળતાં લોકોમાં આશ્ચર્ય સાથે ઉત્સુકતા જોવા મળી હતી. પાંખકાણ ગામના રસ્તા પર સિંહણ પોતાના બાળસિંહ સાથે જોવા મળી હતી. બંને રસ્તો ક્રોસ કરી રહ્યાં હતાં, ત્યારે ત્યાંથી પસાર થતાં વાહનચાલકોના વાહનો થંભી ગયાં હતાં.

સમગ્ર ઘટના કેમેરામાં કેદ

રસ્તા પર અચાનક સિંહણ અને બાળસિંહને જોઈ વાહનચાલકો પણ થોડીવાર માટે રોકાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાને એક રાહદારીએ પોતાના મોબાઇલ કેમેરામાં કેદ કરી લીધી હતી. સિંહણ અને બાળસિંહની રસ્તા પર લટારના દૃશ્યો કેમેરામાં કેદ થતાં આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

ગીરગઢડા પંથકમાં રહેણાંક વિસ્તાર નજીક સિંહોની અવરજવર જોવા મળતાં સ્થાનિકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું. જોકે, જંગલી પ્રાણીઓની નજીક જવાને બદલે સુરક્ષિત અંતર જાળવવું જરૂરી છે.

આ પણ વાંચો, શું શર્ટના ડાબા ખિસ્સામાં મોબાઇલ રાખવાથી હૃદયના ધબકારા પર અસર થાય છે? જાણો શું કહે છે નિષ્ણાતો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">