AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિવાળી પર સોનું ખરીદવાથી લઈને સંબંધો સુધી… 40 વર્ષના લગ્નજીવન પર સુનિતા આહુજાનું ‘મોટું નિવેદન’

બોલિવૂડના જાણીતા અભિનેતા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા વચ્ચેના સંબંધો ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. હાલમાં જ સુનિતા આહુજાએ એક ઈન્ટરવ્યુમાં પોતાના સંબંધો, ભૂતકાળના દિવસો અને લગ્નજીવન વિશે ખુલીને વાત કરી છે.

દિવાળી પર સોનું ખરીદવાથી લઈને સંબંધો સુધી... 40 વર્ષના લગ્નજીવન પર સુનિતા આહુજાનું 'મોટું નિવેદન'
| Updated on: Nov 10, 2026 | 6:21 PM
Share

બોલિવૂડના પ્રખ્યાત એક્ટર ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજા આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. બંને પોતાના સંબંધોને કારણે સતત લાઈમલાઈટમાં રહે છે. થોડા સમય પહેલા ગોવિંદાને ઘણી વખત તેમની કો-સ્ટાર કોમલ રાણી સ્વર્ણકાર સાથે જોવા મળ્યા હતા, જેના કારણે બંનેના અફેયરની અટકળો શરૂ થઈ ગઈ હતી.

સુનિતાએ પોતે દાવો કર્યો

બીજી તરફ સુનીતા આહુજાએ પણ આરોપ લગાવ્યો હતો કે, ‘ગોવિંદા’ કોમલ રાણી સ્વર્ણકાર સાથે લગ્ન કરવાના હતા, જેથી તેમણે પોતાની છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હતી. જો કે, હવે સુનિતા આહુજા અને ગોવિંદાના સંબંધ પાટા પર પરત ફરતા નજરે આવી રહ્યા છે. સુનિતાએ પોતે તાજેતરમાં દાવો કર્યો છે કે, તેમને અને ગોવિંદાને કોઈ પણ અલગ કરી શકે તેમ નથી.

સુનિતા આહુજાએ પિંકવિલા સાથેની વાતચીત દરમિયાન ગોવિંદા સાથેના પોતાના દિવાળીના દિવસોને યાદ કર્યા. સુનિતા આહુજાએ જણાવ્યું કે, ગોવિંદા તેમને અવારનવાર દિવાળી પર સોનું ખરીદવા માટે લઈ જતા હતા. તેમણે આશા વ્યક્ત કરતા આગળ કહ્યું કે, જલ્દી જ તે દિવસો આપણા ફરીથી આવશે.

ગોવિંદા વિશે વાત કરતા સુનીતા આહુજાએ આગળ કહ્યું, “તેઓ કહે છે કે… હું ગાળો બોલું છું, ખરાબ ભાષા બોલું છું પણ કોણ નથી બોલતું? જો હું ચી ચી સામે ઔપચારિક રીતે વાત કરું તો મજા નહીં આવે. હું તે છું જેને હસવું અને મજા કરવી ગમે છે.”

ભગવાન સિવાય હું કોઈને કંઈ નથી કહેતી: સુનિતા

સુનિતા આહુજાએ ઇન્ટરવ્યુમાં આગળ કહ્યું કે, તેમણે પોતાના અને ગોવિંદાના લગ્ન પર હાર માની નથી. સુનિતા આહુજાએ આગળ કહ્યું, “સ્વાભાવિક છે કે, તે દિવસો આપણે ફરીથી જોઈશું. હજુ સમય આપણા પક્ષમાં નથી અને તમે સમય સામે લડી શકતા નથી. આ 40 વર્ષના લગ્ન છે તો આ કેમ નહીં ટકે? ઠીક છે, જે તેમને ગમે છે, તે કરે છે. હું કામ કરી રહી છું, મારું પૂરું ધ્યાન અત્યારે કામ પર છે પરંતુ કોઈ પણ આપણને આ જિંદગીમાં અલગ કરી શકે તેમ નથી. બાકી બધું મેં ઉપરવાળા પર છોડી દીધું છે. ભગવાન સિવાય હું કોઈને કંઈ નથી કહેતી. હવે જે પણ આપણા માટે સાચું હશે, ભગવાન તે આપણને ચોક્કસ આપશે.”

Ramayana Box Office : રામાયણે ‘ધુરંધર’ અને ‘પઠાણ’ સહિતની આ 10 ફિલ્મોને પાછળ છોડી દીધી

Follow Us
નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ
નડિયાદમાં ભીષણ આગ: 4 સિલિન્ડર બ્લાસ્ટ, 12 સ્ટોલ બળીને ખાખ
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે
તહેવારોમાં મીઠાઈ ખરીદતા પહેલા ચેતજો, 'કિડની-લિવર ફેઈલ' થઈ શકે છે
'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video
'ઘી' ની શુદ્ધતા ચકાસવા માટેનો સરળ સુગર ટેસ્ટ - જુઓ Video
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
નવા વર્ષે સાળંગપુરમા કષ્ટભંજન દેવને કરાવાયો 8 કિલો સોનાના વાઘાનો શણગાર
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી શુભકામના
CM ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને પાઠવી શુભકામના
અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર 2 આરોપી ઝડપાયા
અમદાવાદમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર 2 આરોપી ઝડપાયા
ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર ! Video
ગીરગઢડાના રહેણાંક વિસ્તારમાં સિંહણ અને બાળસિંહની લટાર ! Video
ભરૂચમાં ST બસનો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ! Video
ભરૂચમાં ST બસનો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહીં ! Video
અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર
અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
g clip-path="url(#clip0_868_265)">