AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, 400થી 500 લોકો રસ્તા પર ઉતર્યા

સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ, 400થી 500 લોકો રસ્તા પર ઉતર્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2026 | 9:16 PM
Share

સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને કારણે મહાવીર સોસાયટીના 400-500 રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા. છેલ્લા એક વર્ષથી પાણીની તંગીનો સામનો કરી રહેલા લોકોએ સુરત મહાનગરપાલિકા (SMC) સામે રોષ ઠાલવ્યો અને ચક્કાજામ કર્યો.

સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની વિકટ સમસ્યાને લઈને સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાવીર સોસાયટીમાં પાણીની સમસ્યાથી પરેશાન 400થી 500 જેટલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી સુરત મહાનગરપાલિકા (SMC) સામે વિરોધ નોંધાવ્યો હતો.

એક વર્ષથી પાણીની સમસ્યા હોવાનો આક્ષેપ


સ્થાનિક રહિશોના આક્ષેપ મુજબ, મહાવીર સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની સમસ્યા છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. પાણી જેવી પાયાની સુવિધા માટે પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી હોવાના કારણે રહિશોમાં ભારે નારાજગી છે.

સમસ્યા નહીં ઉકેલાય તો SMC કચેરીના ઘેરાવની ચીમકી

પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માગ સાથે સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ ચીમકી ઉચ્ચારી હતી કે જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં સુરત મહાનગરપાલિકાની કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. હવે સ્થાનિકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

 

“સામાન્ય માણસની હાય ક્યારેય ન લેતા…” નવા વર્ષે Dy.CM હર્ષ સંઘવીએ આવુ કેમ કહ્યુ?- જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">