Breaking News: અમદાવાદમાં હવાની ગુણવત્તા કથળી, AQI 254ને પાર, ફટાકડાના ધુમાડાથી વિઝિબિલિટીમાં ઘટાડો
દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. ફટાકડાના ધુમાડા અને પ્રદૂષણને કારણે શહેરની હવા વધુ ઝેરી બની રહી છે. મોડી રાત્રે 11 વાગ્યા બાદ અમદાવાદનો AQI 240ને પાર પહોંચી ગયો હતો, જ્યારે આજે સવારે 8 વાગ્યાની આસપાસ શહેરનો સરેરાશ AQI 169 નોંધાયો હતો.
દિવાળીના તહેવારો વચ્ચે અમદાવાદમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. ફટાકડાના ધુમાડા અને પ્રદૂષણને કારણે શહેરની હવા વધુ ઝેરી બની રહી છે. મોડી રાત્રે 11 વાગ્યા બાદ અમદાવાદનો AQI 240ને પાર પહોંચી ગયો હતો, જ્યારે આજે સવારે 8 વાગ્યાની આસપાસ શહેરનો સરેરાશ AQI 169 નોંધાયો હતો. જોકે, શહેરના અનેક વિસ્તારોમાં હવાની ગુણવત્તા હજુ પણ ખરાબ સ્તરે છે અને AQI 200ને પાર નોંધાયો છે.
થલતેજમાં સૌથી વધુ 254 AQI નોંધાયો
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવાનું પ્રદૂષણ વધ્યું છે. જેમાં થલતેજમાં સૌથી વધુ 254 AQI નોંધાયો છે. જ્યારે શાંતિગ્રામમાં 226, સોલા સ્ટેશન વિસ્તારમાં 222, હેબતપુરમાં 204 અને ગોતામાં 203 AQI નોંધાયો છે. શહેરમાં ફટાકડા ફોડવાને કારણે વાતાવરણમાં ધુમાડાનું પ્રમાણ વધ્યું છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
પ્રદૂષિત હવા સ્વાસ્થ્ય માટે જોખમી
તહેવારો દરમિયાન વધતા હવાના પ્રદૂષણને કારણે લોકોના સ્વાસ્થ્ય સામે પણ ચિંતા ઊભી થઈ છે. ખાસ કરીને શ્વાસની તકલીફ ધરાવતા લોકો, બાળકો અને વૃદ્ધોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. AQIનું 200થી ઉપરનું સ્તર સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ત્યારે દિવાળીના તહેવારોમાં ફટાકડાના ધુમાડા અને પ્રદૂષણને કારણે અમદાવાદની હવાની ગુણવત્તા કથળતાં નાગરિકોની ચિંતામાં વધારો થયો છે.
આ પણ વાંચો- Bhai Dooj Thali : ભાઈબીજની થાળીમાં કઈ વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ? બધી સામગ્રી વિશે જાણો
