AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ambani: FEMA ઉલ્લંઘન કેસમાં EDએ અનિલ અંબાણીની કરી પૂછપરછ, જાણો શું છે સમગ્ર મામલો

અનિલ અંબાણીની આજે ED ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી. ED અધિકારીઓએ આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે ઉદ્યોગપતિ અનિલ અંબાણીની વિદેશી હૂંડિયામણ સંબંધિત કાયદાના કથિત ઉલ્લંઘન સાથે સંબંધિત તપાસ મુદ્દે પૂછપરછ કરવામાં આવી છે.

Anil Ambani: FEMA ઉલ્લંઘન કેસમાં EDએ અનિલ અંબાણીની કરી પૂછપરછ, જાણો શું છે સમગ્ર મામલો
Anil Ambani
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 7:56 PM
Share

એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) નાના ભાઈ અનિલ અંબાણીના (Anil Ambani) દિવસો સારા નથી ચાલી રહ્યા. અનિલ અંબાણી લાઈમલાઈટમાં રહે છે પરંતુ ક્યારેક તેમની કંપનીના વેચાણના સમાચાર આવે છે અને ત્યારબાદ કંપનીઓના શેરના ભાવ તળીયે પહોચી ગયા તેવા ન્યૂઝ આવે છે. હાલમાં જે મામલો સામે આવ્યો છે તે ચિંતાજનક છે. અનિલ અંબાણીની આજે ED ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી. ED અધિકારીઓએ આ સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે ઉદ્યોગપતિ અનિલ અંબાણીની વિદેશી હૂંડિયામણ સંબંધિત કાયદાના કથિત ઉલ્લંઘન સાથે સંબંધિત તપાસ મુદ્દે પૂછપરછ કરવામાં આવી છે.

ફેમાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા કેસમાં નિવેદન નોંધવ્યું

અધિકારીઓએ જણાવ્યું કે અનિલ અંબાણી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમાની (FEMA) વિવિધ કલમો હેઠળ નોંધાયેલા કેસમાં પોતાનું નિવેદન નોંધવા માટે બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં ફેડરલ એજન્સીની ઓફિસમાં હાજર થયા હતા. ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ની વિવિધ કલમો હેઠળ દાખલ કરવામાં આવેલા નવા કેસના ભાગરૂપે અંબાણીના નિવેદનને નોંધવામાં આવ્યું હતું.

અનિલ અંબાણી સવારે EDની મુંબઈ ઓફિસ પર પહોંચ્યા હતા

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી સવારે 10 વાગ્યે EDની મુંબઈ ઓફિસ પર પહોંચ્યા હતા. તેમની ઓફિસના અધિકારીઓ બહાર રાહ જોઈ રહ્યા હતા. 2020ની શરૂઆતમાં અનિલ અંબાણી યસ બેંકના પ્રમોટર રાણા કપૂર અને અન્યો વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ હાજર થયા હતા.

આ પણ વાંચો : GST Council Meeting: 11 જુલાઈએ GST કાઉન્સિલની મીટિંગ થશે, બેઠકમાં લેવાઈ શકે છે આ મોટા નિર્ણયો

આવકવેરા વિભાગે પણ મોકલી છે નોટિસ

વર્ષ 2022 માં ઓગસ્ટ મહિનામાં આવકવેરા વિભાગે કાળા નાણાં વિરોધી કાયદા હેઠળ અંબાણીને બે સ્વિસ બેંક ખાતાઓમાં 814 કરોડ રૂપિયાથી વધુની અઘોષિત રકમ પર 420 કરોડની કથિત કરચોરી માટે નોટિસ જાહેર કરી હતી. માર્ચમાં બોમ્બે હાઈકોર્ટે ઈન્કમ ટેક્સ શો કોઝ નોટિસ અને દંડની માગ પર વચગાળાનો સ્ટે આપવાનો આદેશ આપ્યો હતો.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
g clip-path="url(#clip0_868_265)">