ઘણા કિસ્સાઓમાં એવું બને છે કે પેમેન્ટ કરવા માટે ચેક આપવામાં આવે પણ ખાતાના બેલેન્સનો ખ્યાન ન રહે અને તે ચેક બાઉન્સ (cheque bounce) થાય છે. બેંક દ્વારા ચેકને માટે અપૂરતા બેલેન્સજ નહિ પરંતુ અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પણ નકારવામાં આવે છે. ચેક દ્વારા ચુકવણી પહેલા ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે નહીંતર દંડનો સામનો કરવો પડી શકે છે અને ગંભીર મામલાઓમાં જેલ જવાનો પણ વારો આવી શકે છે.
તમે ચેક બાઉન્સ વિશે સાંભળ્યું જ હશે. ઘણી વખત એવું બને છે કે જ્યારે કોઈ બેંકને ચુકવણી માટે ચેક આપે છે, તો તે નકારવામાં આવે છે. તેને ચેક બાઉન્સ કહેવામાં આવે છે. આ માટે ઘણા કારણો હોઈ શકે છે. આવા કિસ્સાઓમાં મોટાભાગના ખાતાઓમાં પૂરતી રકમ ન હોવી એ એક મોટું કારણ હોય છે. જો ચેક પર સાઇનમાં તફાવત હોય તો પણ તે બાઉન્સ થઈ જાય છે. ચેક આપનારને ઋણી કહેવામાં આવે છે અને જે વ્યક્તિ ચેક લે છે અને તેને ચુકવણી માટે જમા કરે છે તેને લેણદાર કહેવામાં આવે છે.
ચેક બાઉન્સ થાય તો પેનલ્ટી લાગશે
જો ચેક બાઉન્સ (cheque bounce) થાય તો પેનલ્ટી તરીકે રકમ ખાતામાંથી કાપી લેવામાં આવશે. ચેક બાઉન્સ પર તમારે ચેક જમા કરનારને જાણ કરવી પડશે. તમારે તે વ્યક્તિને એક મહિનામાં ચૂકવણી કરવી પડશે. જો એક મહિનાની અંદર ચુકવણી કરવામાં નહીં આવે તો તેને કાનૂની નોટિસ મોકલી શકાય છે. આ પછી પણ જો તે 15 દિવસ સુધી કોઈ જવાબ ન આપે તો તેની સામે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881 ની કલમ 138 હેઠળ કેસ દાખલ કરી શકાય છે.
ચેકના બાઉન્સ માટે બે વર્ષની જેલ થઈ શકે છે
ચેક બાઉન્સ એ સજાપાત્ર ગુનો છે અને આ માટે કલમ 138 હેઠળ કેસ નોંધાય છે. તે દંડ અથવા બે વર્ષની કેદ અથવા બંને સાથે સજાપાત્ર છે. આવા કિસ્સાઓમાં તમારે 2 વર્ષની કેદ અને વ્યાજ સાથે રકમ ચૂકવવી પડશે.
ચેક ત્રણ મહિનામાં કેશ કરવા જોઈએ
ચેક બાઉન્સ થાય તો બેંકો તમને રસીદ આપે છે. આમાં ચેકના બાઉન્સનું કારણ આપવામાં આવે છે. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈપણ ચેકની માન્યતા ત્રણ મહિના સુધી રહે છે. તે પછી તેની સમય મર્યાદા સમાપ્ત થાય છે. તેથી ચેક પ્રાપ્ત થયાના 3 મહિનાની અંદર તેને કેશ કરી દેવો જોઈએ.
આ પણ વાંચો : જો ATM માં રોકડ નહીં હોય તો બેંકને દંડ થશે, 1 ઓક્ટોબરથી RBI નો નવો નિયમ લાગુ થશે