Stock Market: રોકાણકારો માટે સારા સમાચાર, સેન્સેક્સ પહોચી શકે છે 1,00,000ની સપાટી પર !
Stock Market: જેફરીઝના ગ્લોબલ ઈક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વૂડ કહે છે કે, ભારતીય શેરબજાર હવે 1,00,000ની સપાટીને સ્પર્શવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. વુડ કહે છે કે ભારતમાં સ્થાનિક માગ વધી રહી છે.
જેફરીઝના (Jefferies) ગ્લોબલ ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ ક્રિસ્ટોફર વૂડે કહ્યું છે કે, ભારતીય શેરબજાર (Indian Stock Market) 1,00,000ના આંકને હાંસલ કરવાની સ્થિતિમાં પહોંચી ગયું છે. તેમની સાપ્તાહિક નોંધ ‘ગ્રીડ એન્ડ ફિયર’માં તેમણે લખ્યું છે કે તેઓ માને છે કે 15 ટકા ઈપીએસ વૃદ્ધિ શક્ય છે અને તેમનું મૂલ્યાંકન પાંચ વર્ષના અંદાજ પર આધારિત છે. વુડ કહે છે કે ફુગાવો ભારતીય બજાર માટે ચિંતાનો વિષય નથી. યુએસ ફેબ્રુઆરી પોલીસી અને તેલની વધતી કિંમતોને કારણે ભારતીય શેરબજાર જોખમમાં છે. ક્રિસ્ટોફર વૂડે કહ્યું કે ભારતીય શેરબજારની વૃદ્ધિ હંમેશા રોકાણકારો માટે સારી જગ્યા રહી છે. ગ્રોથ ઓરિએન્ટેડ ઇક્વિટી માટે ભારત મુખ્ય કેન્દ્રબિંદુ હોવું જોઈએ. વુડે જણાવ્યું હતું કે તેઓ તેમના લાંબા સમયથી માત્ર ભારતના પોર્ટફોલિયોમાં સ્થાનિક માગ જાળવી રાખશે.
આ અગાઉ ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં વુડે કહ્યું હતું કે યુએસ ફેડના કારણે ભારતીય શેરબજારમાં સહેજ પણ કરેક્શન આવે તો તેમને જરાપણ આશ્ચર્ય થશે નહીં. વુડે કહ્યું કે અહીં એ સમજવું જરૂરી છે કે ભારતમાં વધતી મોંઘવારી એ કોઈ મુદ્દો નથી, તે અમેરિકા અને G7 વિશ્વ માટે ચિંતાનો વિષય છે.
સેન્સેક્સને લઈને આ ભવિષ્યવાણી
ભારતીય શેરબજારે છેલ્લા બે વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને રોકાણકારોને જબરદસ્ત વળતર આપ્યું છે. માર્ચ 2020માં કોરોનાએ દસ્તક આપ્યા બાદ શેરબજાર પડી ભાંગ્યું હતું. પરંતુ બજારે તેમના નીચા સ્તરેથી સારી રિકવરી દર્શાવી અને માત્ર બે વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટીએ ઐતિહાસિક સ્તરને સ્પર્શ કર્યો. બજારની તેજી અહીં અટકવાની નથી. બજાર નિષ્ણાતો અને અનુભવી નિષ્ણાતો માને છે કે સેન્સેક્સ એક લાખની ઐતિહાસિક સપાટીને પણ પાર કરી શકે છે.
વૂડે કહ્યું કે જો યુએસ ફેડની નીતિ વૈશ્વિક બજારમાં કરેક્શન તરફ દોરી જાય છે, તો તેને ભારતીય ઇક્વિટી ખરીદવાની તક તરીકે લેવી જોઈએ. વુડે કહ્યું કે રૂપિયો હજુ ઉપર છે. તેમણે કહ્યું કે આ વર્ષે ભારતીય બજાર માટે બે જોખમો છે. એક યુએસ ફેડ રિઝર્વની નીતિઓ અને બીજું તેલના ભાવમાં વધારો. ભારતમાં હાઉસિંગ માર્કેટ રિકવરીના તબક્કામાં છે. ભારતની સ્થાનિક અર્થવ્યવસ્થા માટે આ એક સકારાત્મક સંકેત છે. ભારતમાં સ્થાનિક માગ વધી રહી છે. આનો અર્થ એ થયો કે ઊંચા વ્યાજ દરો છતાં બજાર સારું પ્રદર્શન કરશે.
આ પણ વાંચો : Facebook ના શેરમાં 26 ટકાનો કડાકો બોલ્યો, રોકાણકાર 200 અબજ ડોલર ગુમાવી બેઠા, જાણો યુએસ માર્કેટમાં કેમ પટકાયો શેર