બજેટમાં સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબુત કરવામાં આવ્યુ છે. તેમા ડિફેન્સ માટે 6.2 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. જે ગત વર્ષની સરખામણીએ 3.4 ટકા વધુ છે. ગત વર્ષે સરકારે ડિફેન્સ માટે 5.93 લાખ કરોડની જોગવાઈ કરી છે. કૂલ બજેટની સરખામણીએ જોઈએ તો સૌથી વધુ હિસ્સો સંરક્ષણ ક્ષેત્રે રાખવામાં આવ્યુ છે. જો 12.9 ટકા છે.
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યુ. આ બજેટમાં ગરીબ, મહિલા, યુવા અને અન્નદાતા પર ફોકસની સાથોસાથ સૌથી વધુ ફોકસ રક્ષા બજેટ પર કરવામાં આવ્યુ. યુનિયન બજેટની વેબસાઈટ અનુસાર સરકારે ડિફેન્સ માટે 6 લાખ, 21 હજાર 940 કરોડ રૂપિયા રાખ્યા છે. આ બજેટમાં ડિફેન્સ સેક્ટરને મજબુત કરવાની સાથોસાથ આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
રક્ષા બજેટને 4 ભાગોમાં વહેંચવામાં આવ્યુ છે. જેમા પહેલો હિસ્સો સિવિલ, બીજો રેવન્યુ, ત્રીજો કેપિટલ એક્પેન્ડિચર અને ચોથો પેન્શન છે. જેમા સિવિલમાં બોર્ડર રોડ ઓર્ગેનાઈજેશન, ટ્રિબ્યુનલ સહિત માર્ગ અને અન્ય વિકાસના કામ થાય છે. જેના માટે 25 હજાર 963 કરોડ રાખવામાં આવ્યા છે. રેવન્યુ બજેટ દ્નારા ડિફેન્સ ક્ષેત્રનો પગાર કરવામાં આવે છે. જેના માટે 2 લાખ 82 હજાર 772 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત કેપિટલ એક્સપેન્ડિટચર દ્વારા હથિયાર અને અન્ય જરૂરી ઉપકરણો ખરીદવામાં આવે છે. જેના માટે બજેટમાં 1 લાખ 72 હજાર કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. ત્રીજો અને સૌથી મહત્વનો હિસ્સો પેન્શન છે. જેના માટે બજેટમાં 1 લાખ 41 હજાર 205 કરોડ રૂપિયાનું પ્રાવધા કરવામાં આવ્યુ છે.
કોઈપણ દેશની સેનાની સૌથી મોટી તાકાત તેના શસ્ત્રો, ફાઈટર પ્લેન અને દારૂગોળો છે. સરકારે સંરક્ષણ બજેટમાં શસ્ત્રો અને સાધનોની ખરીદી માટે 1 લાખ 72 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ પૈસાથી એરક્રાફ્ટ અને એરોએન્જિન ઉપકરણ ખરીદવામાં આવશે. આ સિવાય ભારે અને મધ્યમ વાહનો, અન્ય હથિયારો અને દારૂગોળો ખરીદવામાં આવશે. આ સિવાય સેનાને અન્ય ટેકનિકલ સાધનોથી પણ સજ્જ કરવાની યોજના છે. સેના માટે ખાસ રેલવે વેગન ખરીદવામાં આવશે. સરકાર આ બજેટમાંથી વિમાન અને અન્ય ઉપકરણો ખરીદશે. આ ઉપરાંત નૌકાદળના કાફલાને વધુ મજબૂત બનાવવામાં આવશે અને અન્ય નેવલ ડોકયાર્ડ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. એરફોર્સ માટે એરક્રાફ્ટ, ભારે વાહનો (હેવી વ્હીકલ) અને અન્ય સાધનો ખરીદવાની પણ યોજના છે.
સેનાને આત્મનિર્ભર બનાવવા માટે સંરક્ષણ બજેટમાં ઘણી જોગવાઈઓ છે. આમાં ત્રણેય સેનાઓ માટે શસ્ત્રો અને સાધનોના નિર્માણ માટે અનેક પરિયોજનાઓની તૈયારી કરવામાં આવી છે. આ સિવાય સરકાર જાહેર સાહસોમાં પણ રોકાણ કરવા તૈયાર છે. અગાઉ વચગાળાના બજેટમાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે સંરક્ષણ ક્ષેત્ર માટે ડીપ ટેક ટેક્નોલોજીને મજબૂત કરવામાં આવશે. તેનો ઉદ્દેશ્ય ભારતને શસ્ત્રોના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો છે. આ સિવાય રોબોટિક્સ, મશીન લર્નિંગ અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં પણ સંશોધન કરવામાં આવશે.
As far as the allocation to Ministry of Defence is concerned, I thank the Finance Minister for giving the highest allocation to the tune of Rs 6,21,940.85 Crore, which is 12.9 % of total Budget of GoI for FY 2024-25.
The capital outlay of Rs 1,72,000 Crore will further…
— Rajnath Singh (@rajnathsingh) July 23, 2024
બજેટ રજૂ થયા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહે નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે સંરક્ષણ મંત્રાલયને સૌથી વધુ 12.9 ટકા ફાળવણી કરવા માટે નાણામંત્રીનો આભાર. રાજનાથ સિંહે એમ પણ લખ્યું કે મને ખુશી છે કે બોર્ડર રોડને પૂંજીગત મદદ અંતર્ગત ગત બજેટની તુલનામાં ફાળવણીમાં 30 ટકા વધારો આપવામાં આવ્યો છે. BRO (બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન)ને 6,500 કરોડની આ ફાળવણી આપણા સરહદી માળખાને વધુ વેગ આપશે. સંરક્ષણ ઉદ્યોગોમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે, સ્ટાર્ટઅપ્સ, MSME અને ઇનોવેટર્સ દ્વારા વિતરિત તકનીકી ઉકેલોને નાણાં આપવા માટે iDEX યોજના માટે રૂ. 518 કરોડ ફાળવવામાં આવ્યા છે.