AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: Vantara હવે આઈસ્ક્રીમ બિઝનેસમાં, મુંબઈમાં શરૂ થઈ ‘વંતારા ક્રીમરી’, AI કેમ્પેઈનથી ચર્ચા તેજ , જુઓ વીડિયો

Breaking News: વંતારાએ આ નવા સાહસની જાહેરાત તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા કરી હતી. બ્રાન્ડ દ્વારા શેર કરાયેલ AI આધારિત જાહેરાત ફિલ્મ લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે. વીડિયોમાં મુંબઈની વ્યસ્ત સડકો પર એક વાઘ ‘વંતારા ક્રીમરી’ વાન સાથે દોડતો જોવા મળે છે.

Breaking News: Vantara હવે આઈસ્ક્રીમ બિઝનેસમાં, મુંબઈમાં શરૂ થઈ ‘વંતારા ક્રીમરી’, AI કેમ્પેઈનથી ચર્ચા તેજ , જુઓ વીડિયો
Vantara Enters Ice Cream Business
| Updated on: May 12, 2026 | 3:08 PM
Share

Reliance Foundation ની પ્રાણી કલ્યાણ પહેલ Vantara હવે નવા ક્ષેત્રમાં પ્રવેશી છે. વન્યજીવન અને પ્રાણી સંરક્ષણ માટે જાણીતી વંતારાએ હવે મુંબઈમાં આઈસ્ક્રીમ સેગમેન્ટમાં એન્ટ્રી કરી છે. મુંબઈના Jio World Drive ખાતે ‘વંતારા ક્રીમરી’ લોન્ચ કરવામાં આવી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી છે.

વાઘ ‘વંતારા ક્રીમરી’ વાન સાથે દોડતો જોવા મળે છે

વંતારાએ આ નવા સાહસની જાહેરાત તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા કરી હતી. બ્રાન્ડ દ્વારા શેર કરાયેલ AI આધારિત જાહેરાત ફિલ્મ લોકોનું ખાસ ધ્યાન ખેંચી રહી છે. વીડિયોમાં મુંબઈની વ્યસ્ત સડકો પર એક વાઘ ‘વંતારા ક્રીમરી’ વાન સાથે દોડતો જોવા મળે છે. આ અનોખા કન્સેપ્ટ દ્વારા બ્રાન્ડે પોતાની વન્યજીવન-કેન્દ્રિત ઓળખને નવી બિઝનેસ દિશા સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે.

સ્વાદને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરી

કંપનીએ જણાવ્યું છે કે વંતારા ક્રીમરીમાં ગ્રાહકો માટે 17 અલગ-અલગ ફ્લેવરની આઈસ્ક્રીમ ઉપલબ્ધ રહેશે. તેમાં ફિલ્ટર કોફી, લીંબુ શરબત, જામફળ-મરચાં પાઉડર અને મલાઈ કુલ્ફી જેવા ભારતીય ટેસ્ટને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા ફ્લેવર્સનો સમાવેશ થાય છે. કંપનીનો દાવો છે કે આ ફ્લેવર્સ ખાસ ભારતીય ગ્રાહકોના સ્વાદને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.

લોન્ચિંગ પહેલાથી જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બની ‘વંતારા ક્રીમરી’

ઉલ્લેખનીય છે કે વંતારા એ ગુજરાતના જામનગરમાં આવેલો 3,500 એકરનો વિશાળ પ્રાણી બચાવ, સંભાળ અને પુનર્વસન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટની શરૂઆત વર્ષ 2024માં Anant Ambani ના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી. વંતારાએ અત્યાર સુધી પ્રાણી કલ્યાણ અને સંરક્ષણ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી છે.

જુઓ વીડિયો…

View this post on Instagram

A post shared by Vantara (@vantara)

(Credit Source: Vantara )

હવે આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશ સાથે વંતારા પોતાની બ્રાન્ડને વધુ વ્યાપક બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. AI ટેક્નોલોજી અને અનોખી માર્કેટિંગ સ્ટ્રેટેજીના કારણે ‘વંતારા ક્રીમરી’ લોન્ચિંગ પહેલાથી જ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ બની ગયું છે. ફૂડ અને બ્રાન્ડિંગ ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે વંતારાનો આ પ્રયાસ યુવા ગ્રાહકોને ખાસ આકર્ષી શકે છે.

ગીર સોમનાથ: વેરાવળ ડમ્પિંગ સાઈટ પર ત્રણ દિવસથી લાગેલી આગને કારણે સમગ્ર વિસ્તારમાં ફેલાયો ભારે ધુમાડો, સ્થાનિકોને પારાવાર હાલાકી- Video

Follow Us
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
અઝરબૈજાન ફ્લાઇટના ડિસ્ટ્રેસ સિગ્નલથી દોડધામ મચી
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
એશિયન સ્પાઈસીસ કંપનીમાંથી યુકે માટે મસાલાનું પ્રથમ કન્ટેનર થયુ રવાના
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
અષાઢી બીજે નવસારીના ઉભરાટ દરિયા કિનારે ઊંચા મોજા
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
રાજકોટમાં ધોધમાર વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહો
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
697 વિદ્યાર્થીના ડમી એડમિશન બાદ સફાળી જાગી સરકાર
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
હોસ્પિટલના ખાટલે પડેલા પતિ સામે પત્નીની 'રીલબાજી'
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
જગતના નાથની રથયાત્રામાં નાથને નિહાળી ભાવિકો ભક્તિના રંગે રંગાયા- Video
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
મામાને ઘરે વ્હાલા ભાણેજને આવકારવા સરસરપુરવાસીઓમાં અનેરો થનગનાટ
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
પવિત્ર દિવસે મેઘરાજાની 'ધમાકેદાર એન્ટ્રી', બફારાથી મળી લોકોને 'રાહત'
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
45 કરોડની ખંડણી ચૂકવતા સુરતના હીરા વેપારી 3 મહિના પછી મુક્ત થયા
g clip-path="url(#clip0_868_265)">