AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અરુણા ઈરાનીના પતિનું અવસાન, તેમણે અજય દેવગણને બનાવ્યો હતો સ્ટાર

Kuku Kohli Death : હિન્દી સિનેમાના ફેમસ ડાયરેક્ટર કુકૂ કોહલી હવે દુનિયામાં રહ્યા નથી. 77 વર્ષની ઉંમરે અરુણા ઈરાનીના પતિનું નિધન થયું છે. જેમણે અજય દેવગણને ફિલ્મોમાં પહેલી તક આપી હતી.

Breaking News : અરુણા ઈરાનીના પતિનું અવસાન, તેમણે અજય દેવગણને બનાવ્યો હતો સ્ટાર
Image Credit source: AI
| Updated on: Aug 26, 2026 | 8:45 AM
Share

હિન્દી સિનેમા જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવુડ સુપરસ્ટાર અજય દેવગણને ઈન્ડસ્ટ્રીમાં પહેલી બ્રેક આપી રાતોરાત સ્ટાર બનાવનાર જાણીતા ફિલ્મ ડાયરેક્ટર કુકૂ કોહલીનું નિધન થયું છે.77 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પટિલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કુકૂ કોહલીનું સાચું નામ સંદેશ કોહલી હતુ અને તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. તેમના અચાનાક નિધનથી બોલિવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

ફિલ્મમેકર અને કુકૂ કોહલીના નજીકના મિત્ર અશોક પંડિતે તેના નિધનની પુષ્ટિ કરતા કહ્યું કે, તેમનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ બચાવી શક્યા નહી. અશોક પંડિતે કહ્યું કે, તે એકદમ ફિટ હતા. તેમને કોઈ પણ પ્રકારની બીમારી ન હતી.બોલીવુડ ફિલ્મ દિગ્દર્શક કુકૂ કોહલીએ 1990માં અરુણા ઈરાની સાથે લગ્ન કર્યા હતા. તેમનું 25 ઓગસ્ટ 2026ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે.

કુકુ કોહલીના પરિવારમાં કોણ કોણ છે?

કુકુ કોહલી ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી પદ પર લાંબા સમય સુધી કાર્યરત રહ્યા હતા. તેના પરિવારમાં તેની પત્ની ફેમસ ગુજરાતી અભિનેત્રી અરુણા ઈરાની છે. આ સિવાય તેની પહેલી પત્ની રીટા કોહલીથી તેને 2 દીકરી પુજા અને કરિશ્મા છે.

ફૂલ અને કાંટેથી રચ્યો હતો ઈતિહાસ

ડાયરેક્ટર તરીકે કુકૂ કોહલીએ વર્ષ 1991માં આવેલી ફિલ્મ ફૂલ ઔર કાંટેથી નિર્દેશનની દુનિયામાં પગ રાખ્યો હતો. 2 ચાલતી બાઈક પર ઉભા રાખી અજય દેવગણનની એન્ટ્રીનો સીન આજે પણ ભારતીય સિનેમામાં સૌથી આઈકોનિક સીનમાંથી એક છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. જેમાં અજય દેવગણની સાથે અભિનેત્રી મધુએ પણ નવીઓળખ બનાવી હતી. ફિલ્મમાં અમરીશ પુરી, અરુણા ઈરાની, અને જગદીપ જેવા દિગ્ગજ કલાકારો હતા.

અરુણાનો જન્મ મુંબઈમાં ઈરાની પિતા અને હિન્દુ માતાને ત્યાં થયો હતો. તેના પિતા, ફરેદુન ઈરાની, એક નાટક મંડળી ચલાવતા હતા, અને તેની માતા, સગુણા, એક અભિનેત્રી હતી. તે આઠ ભાઈ-બહેનોમાં સૌથી મોટી છે.

બે વખત બ્રેસ્ટ કેન્સરનો ભોગ બની ચૂકી છે આ અભિનેત્રી, 500 થી વધુ ફિલ્મોમાં કામ કરનારી અરુણા ઈરાનીનો પરિવાર જુઓ અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
g clip-path="url(#clip0_868_265)">