AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોઈને મદદરૂપ બનવા Loan Guarantor બનવાથી સમસ્યા આવી શકે? આ 5 બાબતોનો ખ્યાલ રાખશો તો મુશ્કેલી દૂર રહેશે

જો તમારો કોઈ સંબંધી અથવા મિત્ર તમને તેની મજબૂરી વિશે વાત કહી રોદણાં રડે અને તમને તેના લોન ગેરેન્ટર( Loan Guarantor) બનવાનું કહે તો દયા રાખી આમ કરતા પગેલા 100 વાર વિચારજો. આ સામાન્ય જણાતી બાબત તમને મોટો મુસીબતમાં મૂકી શકે છે. ગેરેન્ટર બનતા પહેલા તમારે કેટલીક બાબતોની કાળજી લેવી જોઈએ.

કોઈને મદદરૂપ બનવા Loan Guarantor બનવાથી સમસ્યા આવી શકે? આ 5 બાબતોનો ખ્યાલ રાખશો તો મુશ્કેલી દૂર રહેશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 2:51 PM
Share

જો તમારો કોઈ સંબંધી અથવા મિત્ર તમને તેની મજબૂરી વિશે વાત કહી રોદણાં રડે અને તમને તેના લોન ગેરેન્ટર( Loan Guarantor) બનવાનું કહે તો દયા રાખી આમ કરતા પગેલા 100 વાર વિચારજો. આ સામાન્ય જણાતી બાબત તમને મોટો મુસીબતમાં મૂકી શકે છે. ગેરેન્ટર બનતા પહેલા તમારે કેટલીક બાબતોની કાળજી લેવી જોઈએ.

લોન ગેરેન્ટર એટલે શું?

લોન ગેરેન્ટર તરીકેની તમારી ભૂમિકા એ છે કે જો લેનાર લોન ચૂકવવામાં અસમર્થ હોય તો તમારે તેને ચૂકવવું પડશે. આ સ્થિતિમાં તમારી પણ સંપૂર્ણ જવાબદારી બને છે તેથી જો તમે ગેરેન્ટર બનવાનો આ નિર્ણય લઈ રહ્યા છો તો તમારે કાગળ પર સહી કરતા પહેલા આ બાબતો જાણવી જોઈએ.

  1. લોનના કરારની નિયમો અને શરતો વાંચો : તમારે લોનના તમામ નિયમો અને શરતોને સમજ્યા વિના લોનના કાગળો પર ક્યારેય સહી ન કરવી જોઈએ. નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચો. જો કોઈ શરત તમને યોગ્ય નથી લાગતી તો સહી ન કરો. તમારા કોઈપણ દસ્તાવેજો બેંક સિવાય અન્ય કોઈની સાથે શેર કરશો નહીં.
  2. લોન લેનાર વ્યક્તિ સક્ષમ છે તેની ખાતરી કરો : કોણ લોન લઈ રહ્યું છે? તે કેવા પ્રકારની લોન લઈ રહ્યો છે? તે શા માટે લઈ રહ્યો છે? તેનો ક્રેડિટ સ્કોર કેવો છે,?તેની આવક સ્થિર છે કે નહીં? તે સમયસર લોન ચૂકવવામાં સક્ષમ છે કે કેમ? તે અંગેની તમામ માહિતી એકત્રિત કરો. ખાતરી કરીને પછી ગેરેન્ટર બનવું જોઈએ.
  3. ક્રેડિટ સ્કોર પર નજર રાખો : ગેરેન્ટર બનવું તમારા ક્રેડિટ સ્કોરને પણ અસર કરી શકે છે જેમ કે જો ઉધાર લેનાર ડિફોલ્ટ થાય છે તો તમારો સ્કોર પણ ઘટી જશે. તમારો ક્રેડિટ રિપોર્ટ ખરાબ હશે અને તમને લોન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
  4. Top -Up Loan : જો લોન લેનાર તમારી ગેરંટી સામે લીધેલી લોનની પર વધારાની લોન લે છે તો તમે બેંકમાં જઈ શકો છો અને તમારી જાતને નવી લોનથી અલગ કરી શકો છો પરંતુ તમે અગાઉની લોન પર જે પણ બાકી હશે તેના બાંયધરી આપશો.
  5. કાનૂની માર્ગ અપનાવી શકાય છે : ધારો કે, જો ભવિષ્યમાં એવી સ્થિતિ ઊભી થાય કે તમે આ લોન માટે ગેરેંટર બનવા માંગતા નથી અને ડિફોલ્ટ જેવી સ્થિતિ ઊભી થાય છે તો તમે આ માટે કાનૂની માર્ગ અપનાવી શકો છો. કારણ કે જો બેંક લોન લેનાર પાસેથી વસૂલ કરવામાં સક્ષમ નથી તો તે તમારી પાસે આવશે અને તમારી સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે આવી સ્થિતિમાં તમે આ માટે કાયદાકીય માધ્યમથી મદદ લઈ શકો છો.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">