નાણાકીય વર્ષ 2023-24નો પહેલો IPO લોન્ચ થશે, 3 એપ્રિલથી કરી શકાશે રોકાણ

|

Mar 26, 2023 | 6:01 PM

Avalon Technologiesના રૂ. 865 કરોડના પ્રારંભિક શેરનું વેચાણ 3 એપ્રિલના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. ત્રણ દિવસીય પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) 6 એપ્રિલે બંધ થશે.

નાણાકીય વર્ષ 2023-24નો પહેલો IPO લોન્ચ થશે, 3 એપ્રિલથી કરી શકાશે રોકાણ
IPO

Follow us on

ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ કંપની Avalon ટેક્નોલોજિસના રૂ. 865 કરોડનું પ્રારંભિક શેર વેચાણ 3 એપ્રિલના રોજ જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. ત્રણ દિવસીય પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) 6 એપ્રિલે બંધ થશે અને એન્કર રોકાણકારો માટે બિડિંગ 31 માર્ચે ખુલશે. IPOના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (RHP) અનુસાર આ માહિતી છે. કંપનીના રૂ. 865 કરોડના આઈપીઓમાં ઈક્વિટી શેરના તાજા ઈશ્યુ અને પ્રમોટરો અને વર્તમાન શેરધારકો દ્વારા શેરના વેચાણ માટે ઓફર (OFS) દ્વારા રૂ. 545 કરોડનો સમાવેશ થાય છે.

IPOનું કદ શા માટે ઘટાડવામાં આવ્યું?

અગાઉ, કંપની પ્રારંભિક જાહેર ઓફર દ્વારા રૂ. 1,025 કરોડ એકત્ર કરવાનું વિચારી રહી હતી. IPOનું કદ ઘટાડવામાં આવ્યું છે કારણ કે એવલોને રૂ. 160 કરોડનું કુલ પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ પૂર્ણ કર્યું છે. જેમાં 80 કરોડના પ્રાથમિક અથવા તાજા ઈશ્યુ અને 80 કરોડના સેકન્ડરી શેર વેચાણનો સમાવેશ થાય છે.

IPO પહેલાના પ્લેસમેન્ટમાં કંપનીએ UNIFI ફાઈનાન્શિયલ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ₹60 કરોડ અને અશોકા ઈન્ડિયા ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ Plc અને ઈન્ડિયા એકોર્ન ફંડ લિમિટેડ પાસેથી ₹40 કરોડ એકત્ર કર્યા છે. આ પછી હવે કુલ પબ્લિક ઈશ્યૂ 865 કરોડ રૂપિયા છે.

'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો
ભારતના બંધારણની સૌપ્રથમ પ્રતિ કઈ ભાષામાં લખાઈ હતી?
દરિયામાં મસ્તી કરતી જોવા મળી સચિનની લાડલી સારા, જુઓ ફોટો

IPOના પૈસા ક્યાં વાપરવામાં આવશે?

નવા ઈશ્યુની આવકનો ઉપયોગ બાકી લેણાંની ચુકવણી, કાર્યકારી મૂડીની જરૂરિયાતને ભંડોળ પૂરું પાડવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. જાન્યુઆરીમાં કંપનીને મૂડી બજારના નિયમનકાર સેબી પાસેથી IPO લાવવાની મંજૂરી મળી હતી. કંપનીની શરૂઆત વર્ષ 1999માં થઈ હતી. તે ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ સોલ્યુશન પ્રોવાઈડર છે. અમેરિકા અને ભારતમાં તેના કુલ 12 ઉત્પાદન એકમો છે.

નાણાકીય વર્ષ 2022માં કામગીરીમાંથી કંપનીની આવક 840 કરોડ છે અને 30 જૂન, 2022ના રોજ કંપનીની ઓર્ડર બુક રૂ. 1,039 કરોડ છે. IPO માટે મર્ચન્ટ બેન્કર્સમાં JM ફાઈનાન્સિયલ, DAM કેપિટલ એડવાઈઝર્સ, IIFL સિક્યોરિટીઝ અને નોમુરા ફાઈનાન્સિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : આશ્ચર્યજનક સમાચાર ! આ કંપનીના ડિરેક્ટરે 65 પાના લખીને આપ્યુ રાજીનામુ, ડૂબી ગયા 100 કરોડ રૂપિયા

Next Article