શું તમને Income Tax ની ચિંતા સતાવે છે? જાણો ટેક્સ ઘટાડવાની 7 સરળ રીત જે તમારી બચત અને કમાણીમાં વધારો કરી નિવૃત્તિનું ટેંશન પણ દૂર કરશે
જો તમે ઈચ્છો તો, તમે કેટલાક પગલાં દ્વારા કરની જવાબદારી ઘટાડી શકો છો. જો તમે યોગ્ય આયોજન કરશો તો જ આ શક્ય થશે. કર બચત ત્યારે જ થશે જ્યારે તમે તમારા ખર્ચ અને રોકાણો પર ધ્યાન આપો.
દરેકના મનમાં એક પ્રશ્ન હોય છે કે ઓછો આવકવેરો ભરવાનો સૌથી સહેલો રસ્તો શું હોઈ શકે? જો તમે ટેક્સ ભરો છો તો આ પ્રશ્ન ઉદ્ભવવો જ જોઇએ. તે નિશ્ચિત છે કે જો તમે દાયરામાં આવો છો, તો તમારે ટેક્સ ચૂકવવો પડશે કારણ કે તેનાથી બચવાનો કોઈ રસ્તો નથી પરંતુ તે પણ નિશ્ચિત છે કે જો તમે ઈચ્છો તો, તમે કેટલાક પગલાં દ્વારા કરની જવાબદારી ઘટાડી શકો છો. જો તમે યોગ્ય આયોજન કરશો તો જ આ શક્ય થશે. કર બચત ત્યારે જ થશે જ્યારે તમે તમારા ખર્ચ અને રોકાણો પર ધ્યાન આપો. આવકવેરાના ઘણા નિયમો છે જે તમને કર બચાવવામાં મદદ કરે છે. આ માટે તમારે અગાઉથી પ્લાનિંગ કરવું પડશે અને પછી તે મુજબ આગળ વધવું પડશે.
ટેક્સ બચાવવામાં તમારી મદદ કરવા માટે અહીં 7 રીત છે.
1-નિવૃત્તિ માટે બચત જો તમે ઓછો ટેક્સ ચૂકવવા માંગતા હો, તો તેનું આયોજન કરો અને નિવૃત્તિ માટે બચત શરૂ કરો. ઘણા રોકાણો છે જેના પર 1.5 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ લઈ શકાય છે. જો તમે આખી રકમ ટેક્સ સેવિંગ સ્કીમમાં રોકાણ કરો છો, તો તમારી કરપાત્ર આવક 1.5 લાખ રૂપિયા સુધી ઘટી શકે છે. આ કર બચત રોકાણમાં PPF, NPS, EPF, કર બચત FD નો સમાવેશ થાય છે. જો આ યોજનાઓમાં નિવૃત્તિ માટે નાણાં જમા કરવામાં આવે તો કલમ 80 સી હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની બચત થઈ શકે છે.
2-માતા-પિતાના મેડિકલ બીલ સાચવીને રાખો Tax2win.in ના કો ફાઉન્ડર અને સીઇઓ અભિષેક સોની કહે છે કે, વરિષ્ઠ નાગરિકોએ માતા-પિતાના મેડિકલ બિલ સાચવીને રાખવા જોઇએ અને આ બિલના નાણાં ઓનલાઇન મોડમાં જમા કરાવવું જોઇએ. આ હેઠળ કલમ 80D હેઠળ 50,000 રૂપિયાની કપાત મળી શકે છે.
3-HRA ના લાભ માટે ભાડાની રસીદ સાચવીને રાખો જો તમે ભાડાના મકાનમાં રહો છો, તો પછી મકાનમાલિક પાસેથી ભાડાની રસીદ લો અને ભાડા કરાર પણ તેની સાથે રાખો. આ HRAનો દાવો કરવામાં મદદ કરે છે અને કર જવાબદારી ઘટાડે છે. જો તમે એક વર્ષમાં 1 લાખ રૂપિયાથી વધુ ભાડું ચૂકવો છો, તો તમારે મકાનમાલિકનો પાન નંબર પણ લેવો જોઈએ. આ માહિતી આવકવેરા રિટર્નમાં આપવાની રહેશે.
4-તમારા અને પરિવાર માટે આરોગ્ય વીમો મેળવો કર બચાવવા માટે ચોક્કસપણે તમારા અને પરિવાર માટે આરોગ્ય વીમો લેવો જોઈએ. આમાં, આરોગ્ય વીમાના પ્રીમિયમ પર કર મુક્તિનો દાવો કરી શકાય છે. કલમ 80 C અને 80 D હેઠળ વીમાના પ્રીમિયમ પર કપાત લઈ શકાય છે.
5-ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સ (ELSS) માં રોકાણ કર બચાવવા માટે વધુ સારી રીત માનવામાં આવે છે. આ ફંડમાં રોકાણ કરવાથી સારું વળતર મળે છે, સાથે જ વ્યક્તિ કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કપાત મેળવી શકે છે. જો કે, મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ પર ટેક્સ મુક્તિ મેળવી શકાય છે જો અન્ય કોઇ રોકાણમાં કલમ 80 સી હેઠળ 1.5 લાખની કપાત ન લેવામાં આવી હોય. કલમ 80C હેઠળ રોકાણ પર મહત્તમ 1.5 લાખ સુધી કપાત લઈ શકાય છે તેનાથી વધુ મળશે નહીં.
6-NPS માં રોકાણ કરો નેશનલ પેન્શન સિસ્ટમ અથવા NPS માં રોકાણ કર બચાવવાનો શ્રેષ્ઠ માર્ગ માનવામાં આવે છે. અન્ય કોઈપણ રોકાણમાં 1.5 લાખની કપાત સાથે NPS માં જમા નાણાં પર 50,000 રૂપિયાની કપાતનો દાવો કરી શકાય છે. આ નિયમ કલમ 80CCD (1B) હેઠળ આવે છે. રૂ50,000 ની આ કપાત 80C ની કપાત ઉપરાંત લઈ શકાય છે.
7-કંપની તરફથી NPS માં પૈસા જમા કરાવો ટેક્સ બચાવવા માટે NPSમાં જ પૈસા જમા કરવા ઉપરાંત કંપની પાસેથી પણ રોકાણ કરવું વધુ સારું છે. કર્મચારી વતી કંપની ઇચ્છે તો NPS માં નાણાં પણ જમા કરાવી શકે છે. કંપનીના જમા નાણાં પર વધારાની 10% કપાત લઈ શકાય છે.
આ પણ વાંચો : બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાના મનપસંદ સ્ટોકે ત્રણ દિવસમાં 23% રિટર્ન આપ્યું, જાણો સ્ટોકની તેજી અંગે શું કહે છે નિષ્ણાંત?