અંબાણી પરિવારના નાના દિકરા અનંત અંબાણીના લગ્નનો કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે. અનંત અને રાધિકા લગ્નના બંધનમાં બંધાય ચૂક્યા છે. બંન્નેના લગ્ન ખુબ જ શાહી સ્ટાઈલથી કરવામાં આવ્યા હતા. જેમાં બોલિવુડથી લઈ હોલિવુડ સહિત અનેક દિગ્ગજ હસ્તીઓ હાજર રહી હતી.
જામનગર મુંબઈમાં જાજરમાન લગ્ન સમારોહ બાદ અંબાણી દંપતિની જામનગરમાં એન્ટ્રી થઈ છે.જામનગર એરપોર્ટ પર અનંત અંબાણી અને રાધિકા અંબાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ.
હવે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું જામનગરમાં સ્વાગત કરવામાં આવ્યું છે. ઢોલ નગાડા સાથે આ કપલનું સ્વાગત કરવામાં આવ્યું છે. હવે આ સેલિબ્રેશનના ફોટો અને વીડિયો સામે આવ્યા છે. કપલ મુંબઈ થી જામનગર રાત્રે પહોંચ્યું હતુ. રાધિકા અને અનંત જામનગર પહોંચતા જ આરતી ઉતારી સ્વાગત કરવામાં આવ્યું હતુ. બંન્ને ખુલ્લી જીપમાં જોવા મળ્યા હતા. આ બંન્નેને જોવા માટે હજારોની સંખ્યામાં ચાહકો જોવા મળ્યા હતા.
તમને જણાવી દઈએ કે, જામનગરમાં અનંત અંબાણીએ વનતારા શરુ કર્યું છે. આ શાનદાર સ્થળ પર અનંત અને રાધિકાનું પહેલી પ્રી વેડિંગ ફંકશન પણ રાખવામાં આવ્યું હતુ. જેમાં અનેક સ્ટાર જોવા મળ્યા હતા આ સાથે સ્પોર્ટસ જગતની હસ્તીઓ, બિઝનેસ મેન, તેમજ વિદેશી નેતાઓ પણ જોવા મળ્યા હતા. આ આયોજન પહેલા અનંતે જામનગરને પોતાના સાથે જોડાયેલું કનેક્શન પણ કહ્યું છે. તેમણે કહ્યું હતુ કે, જામનગર તેની દાદીનું ઘર છે એટલે કે, બાળપણમાં અનંત અંબાણી જામનગર રહેતો હતો. આટલા માટે તેને જામનગર સાથે ખુબ પ્રેમ છે.
તમને જણાવી દઈએ કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ કરવામાં આવ્યા હતા. તેના એક દિવસ બાદ શુભ આશીર્વાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રિસેપ્શનની પાર્ટી રાખવામાં આવી હતી. રાધિકા અને અનંતના લગ્ન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેશન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા.