Aadhar Housing Finance IPO 26 ગણો સબ્સ્ક્રાઇબ થયો, રિટેલ રોકાણકારો તરફથી મળ્યો ઓછો પ્રતિસાદ

Aadhar Housing Finance IPO : અરજીના છેલ્લા દિવસે સંસ્થાકીય રોકાણકારો તરફથી મળેલા મજબૂત સમર્થનને કારણે IPO 25.49 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો હતો. રિટેલ રોકાણકારો તરફથી IPOને ઓછો પ્રતિસાદ મળ્યો છે.

Aadhar Housing Finance IPO 26 ગણો સબ્સ્ક્રાઇબ થયો, રિટેલ રોકાણકારો તરફથી મળ્યો ઓછો પ્રતિસાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2024 | 7:47 AM

Aadhar Housing Finance IPO : આ સપ્તાહે ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ અને વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી છતાં આધાર હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડના આઈપીઓને સારો પ્રતિસાદ મળ્યો છે. અરજી કરવાના છેલ્લા દિવસે સંસ્થાકીય રોકાણકારો તરફથી મળેલા મજબૂત સમર્થનને કારણે આઈપીઓ 25.49 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે બંધ થયો હતો. રિટેલ રોકાણકારો તરફથી યોજનાને ઓછો પ્રતિસાદ મળ્યો છે.

સંસ્થાકીય રોકાણકારોની કેટેગરીએ 73 ગણું સબ્સ્ક્રાઇબ કર્યું

આધાર હાઉસિંગ ફાઇનાન્સના IPOમાં સંસ્થાકીય રોકાણકારો માટે 1,99,53,332 શેર અનામત રાખવામાં આવ્યા હતા. આ સામે 1,45,22,03,838 શેર માટે અરજીઓ મળી છે અને આ કેટેગરીમાં કુલ 72.78 ગણી સબ્સ્ક્રાઇબ કરવામાં આવી છે. બિન-સંસ્થાકીય રોકાણકારો માટે 1,49,65,000 શેર મૂકવામાં આવ્યા હતા અને 24,69,56,424 શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ હતી અને કેટેગરી કુલ 16.50 વખત સબસ્ક્રાઈબ થઈ હતી.

રિટેલ રોકાણકારો તરફથી ઓછો પ્રતિસાદ મળ્યો

3,49,18,334 શેર રિટેલ રોકાણકારો માટે આરક્ષિત હતા અને કુલ 8,57,36,601 શેર માટે અરજીઓ પ્રાપ્ત થઈ હતી અને આ કેટેગરી 2.46 ગણી સબસ્ક્રાઈબ થઈ હતી. કર્મચારીઓ માટે 2,52,707 શેર આરક્ષિત હતા અને આ કેટેગરીમાં કુલ 6.52 વખત સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યા હતા. આધાર હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ 25.49 વખત સબસ્ક્રાઈબ થયા બાદ બંધ થઈ ગયો છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

3000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક

આધાર હાઉસિંગ ફાઇનાન્સનો IPO 8મી મેના રોજ ખોલવામાં આવ્યો હતો અને 10મી મે 2024 એ IPOમાં નાણાંનું રોકાણ કરવાની છેલ્લી તારીખ હતી. રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા શેર માટે, પ્રાઇસ બેન્ડ રૂપિયા 300 થી રૂ. 315 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. કંપનીએ IPO દ્વારા રૂ. 3000 કરોડ એકત્ર કર્યા છે.

IPOમાં નવા શેર ઈશ્યુ કરીને રૂ. 1000 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે અને ઓફર ફોર સેલ દ્વારા રૂ. 2000 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. આધાર હાઉસિંગ ફાઇનાન્સે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 898 કરોડ એકત્ર કર્યા છે.

એન્કર રોકાણકારોમાં મોર્ગન સ્ટેનલી એશિયા (સિંગાપોર) Pte Ltd, SBI Life Insurance Company, ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની, HDFC મ્યુચ્યુઅલ ફંડ સહિત ઘણી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે.

15 મેના રોજ લિસ્ટિંગની શક્યતા

આધાર હાઉસિંગ ફાઇનાન્સના IPOમાં શેરની ફાળવણી 13 મે સુધીમાં નક્કી કરવામાં આવશે. એવી શક્યતાઓ છે કે IPO 15 મે 2024 ના રોજ BSE NSE પર લિસ્ટ થઈ શકે છે. આધાર હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ ગ્રે માર્કેટમાં રૂ. 63ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે. તેનો અર્થ એ છે કે શેર સ્ટોક એક્સચેન્જમાં રૂ. 378ની આસપાસ લિસ્ટેડ થવાની ધારણા છે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી. કિંમત વધવાની સંભાવના શેરની હાલની સ્થિતિને ધ્યાને રાખીને ફક્ત જાણકારી માટે આપવામાં આવી છે. કોઈપણ શેર ખરીદતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચો : Share Marketમાં ચૂંટણીની અનિશ્ચિતતા વચ્ચે Asian Paints સહિતના આ શેરનું લિસ્ટ કરાવશે નફો, એક્સપર્ટે આપ્યા તેજીના સંકેત

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">