31 March Last Date : વિલંબિત રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તક, લાપરવાહીના માઠાં પરિણામ આવી શકે છે

|

Mar 31, 2022 | 6:58 AM

ITR સમયસર ન ભરવાના અનેક ગેરફાયદા છે. બીજી તરફ જો તમે સમયસર ITR ભરો છો તો ઘણા ફાયદા છે. નોકરી અથવા વ્યવસાય કરતી દરેક વ્યક્તિએ ITR ભરવું જોઈએ.

31 March Last Date : વિલંબિત રિટર્ન ફાઈલ કરવાની આજે છેલ્લી તક, લાપરવાહીના માઠાં પરિણામ આવી શકે છે
રિવાઇઝ્ડ અથવા લેટ રિટર્ન પણ ફાઇલ કરવાની છેલ્લી તારીખ - 31 માર્ચ નાણાકીય વર્ષ 2019-20 માટે સુધારેલા અથવા મોડા રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે અને જો તમે તેને ચૂકી જાઓ છો, તો 10,000 રૂપિયા સુધીનો દંડ લાદવામાં આવી શકે છે. તમારી પાસે આજનો દિવસ છે અને તમારે આ દિવસોમાં આ કાર્ય પૂર્ણ કરવું જોઈએ. જો કે જે કરદાતાઓ રિટર્ન ફાઈલ કરી ચૂક્યા છે અથવા જેમનું રિફંડ આવી ગયું છે. રિવાઇઝ્ડ રિટર્ન ફાઇલ કરવાની જરૂરિયાત એવા લોકો માટે જરૂરી છે જેમણે મૂળ રિટર્ન ફાઇલ કરવામાં ભૂલ કરી છે.

Follow us on

ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઇલ (ITR Filling)કરવાની છેલ્લી તારીખ ગત વર્ષની 31મી ડિસેમ્બર 2021 હતી. ઘણા એવા લોકો છે જેમણે ITR ભર્યું નથી. જો તમે હજુ સુધી ITR ફાઈલ કર્યું નથી તો તમે લેટ ફી સાથે 31 માર્ચ 2022 સુધી ચૂકવણી કરી શકો છો. આવકવેરા અધિનિયમની કલમ 139 (1) હેઠળ આકારણી વર્ષ માટે નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન ફાઇલ ન કરવા બદલ કલમ 234A હેઠળ દંડ વસૂલવામાં આવે છે. ITR સમયસર ન ભરવાના અનેક ગેરફાયદા છે. બીજી તરફ જો તમે સમયસર ITR ભરો છો તો ઘણા ફાયદા છે. નોકરી અથવા વ્યવસાય કરતી દરેક વ્યક્તિએ ITR ભરવું જોઈએ.

જો તમે ITR ફાઇલ કરી શક્યા નથી તો તમે 31 માર્ચ 2022 સુધીમાં વિલંબિત ITR (Belated ITR) ફાઇલ કરી શકો છો. નાણાકીય વર્ષ માટે રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વીતી ગયા પછી કરદાતા પાસે Belated ITR ફાઇલ કરવાની તક હોય છે.

જો કરદાતાઓ 31 માર્ચ, 2022 સુધીમાં ITR ફાઇલ નહીં કરે તો આવકવેરા વિભાગ કરની જવાબદારીના 50 ટકા સુધીનો દંડ ફટકારી શકે છે. ક્ષેત્રના જાણકાર બળવંત જૈન કહે છે કે આવા કરદાતાઓની સમસ્યા માત્ર દંડથી પુરી થતી નથી. જો ITR ન ભરાય તો આવકવેરા વિભાગ તેમના પર કેસ કરી શકે છે. વર્તમાન આવકવેરા કાયદા હેઠળ ઓછામાં ઓછા ત્રણ વર્ષની જેલ અને વધુમાં વધુ સાત વર્ષની જેલ થઈ શકે છે. આવકવેરા વિભાગ માત્ર ત્યારે જ કાનૂની કાર્યવાહી શરૂ કરી શકે છે જો કરની જવાબદારી રૂ.10,000થી વધુ હોય.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

નુકસાન

  • જો તમે નિયત તારીખ સુધીમાં ITR ફાઇલ ન કરો તો તમારે રૂ.5000 સુધીનો ભારે દંડ ચૂકવવો પડે છે.
  • નોટિસનો ડર રહેશે નહીં. જો તમે સમયસર ITR ફાઇલ નહીં કરો તો તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે.
  • જો કોઈ કરદાતાએ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો નથી અથવા તેની જવાબદારીના 90% કરતા ઓછો ચૂકવ્યો નથી તો તેણે કલમ 234A હેઠળ દંડ તરીકે દર મહિને 1% વ્યાજ ચૂકવવું પડશે. જો તમે સમયસર રિટર્ન ફાઇલ કરો છો, તો તમે ચૂકવવાપાત્ર આવકવેરા પરનું વ્યાજ બચાવી શકો છો.
  • નુકસાન આગામી નાણાકીય વર્ષ માટે આગળ વધારાશે નહીં. આનો અર્થ એ છે કે તમે આગામી નાણાકીય વર્ષમાં તમારી કમાણી પર કરની જવાબદારી ઘટાડી શકશો નહીં.
  • આવકવેરા કાયદાની કલમ-10A અને કલમ-10B હેઠળ મુક્તિ મળતી નથી. બીજી તરફ તમને સેક્શન-80 IA, 80IAB, 80IC, 80ID અને 80IE હેઠળ છૂટ મળશે નહીં. વધુમાં ITR મોડું ફાઇલ કરવાને કારણે કરદાતાને આવકવેરા કાયદાની કલમ-80 IAC, 80IBA, 80JJA, 80JJAA, 80LA, 80P, 80PA, 80QQB અને 80RRB હેઠળ કપાતનો લાભ મળશે નહીં.

ફાયદા

  • ITR ફાઇલ કરશો તો જ ટેક્સ રિફંડ મળશે.જો તમે આવકવેરા હેઠળ ન આવતા હોય તો પણ તમારે રિટર્ન ફાઇલ કરવું જોઈએ.
  • ટેક્સ રિફંડનો ક્લેમ કરવા માટે ITR ફાઇલ કરવું જરૂરી છે. જ્યારે તમે ITR ફાઇલ કરો છો ત્યારે આવકવેરા વિભાગ તેનું મૂલ્યાંકન કરે છે. જો રિફંડ કરવામાં આવે છે તો તે સીધા બેંક ખાતામાં જમા થાય છે.
  • ઘણા દેશોના વિઝા ઓથોરિટી વિઝા માટે 3 થી 5 વર્ષનો ITR માંગે છે. ITR દ્વારા તેઓ જે વ્યક્તિ તેમના દેશમાં આવવા માંગે છે તેની નાણાકીય સ્થિતિ તપાસે છે.
  • આવકનો પુરાવો રહે છે. ITR ફાઇલ કરવા પર વ્યક્તિને પ્રમાણપત્ર મળે છે. આવકનો નોંધાયેલ પુરાવો મેળવવાથી ક્રેડિટ કાર્ડ, લોન અથવા પોતાની ક્રેડિટ સાબિત કરવામાં મદદ મળે છે.
  • બેંક લોન મેળવવાની સરળતા રહે છે. ITR એ તમારી આવકનો પુરાવો છે. તે તમામ જાહેર અને ખાનગી સંસ્થાઓ દ્વારા આવકના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. જો તમે નિયમિતપણે ITR ફાઇલ કરો છો તો તમે સરળતાથી બેંકમાંથી લોન મેળવી શકો છો.

 

 

આ પણ વાંચો : MONEY9: હોમ લોન ભરવાનો વેત ન રહે ત્યારે શું કરશો ? જો બેન્ક તમને ડિફોલ્ટર જાહેર કરે, તો કયા વિકલ્પ અપનાવશો ?

આ પણ વાંચો : MONEY9: શું હવે, Toll Booth પણ કાપશે તમારું ખિસ્સું ?

Next Article