ITR Filling : તમે ITR ભર્યું કે નહિ? જાણો રિટર્ન ફાઈલ કરવાના ફાયદા અને છેલ્લી તારીખ ચુકી જવાનું નુકસાન
આવકવેરા અધિનિયમની કલમ 139 (1) હેઠળ આકારણી વર્ષ માટે નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન ફાઇલ ન કરવા બદલ કલમ 234A હેઠળ દંડ વસૂલવામાં આવે છે.
ITR Filling: ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ ગત વર્ષની 31મી ડિસેમ્બર ૨૦૨૧ હતી. ઘણા એવા લોકો છે જેમણે ITR ભર્યું નથી. જો તમે હજુ સુધી ITR ફાઈલ કર્યું નથી તો તમે લેટ ફી સાથે 31 માર્ચ 2022 સુધી ચૂકવણી કરી શકો છો.
આવકવેરા અધિનિયમની કલમ 139 (1) હેઠળ આકારણી વર્ષ માટે નિર્ધારિત સમય મર્યાદામાં રિટર્ન ફાઇલ ન કરવા બદલ કલમ 234A હેઠળ દંડ વસૂલવામાં આવે છે. ITR સમયસર ન ભરવાના અનેક ગેરફાયદા છે. બીજી તરફ જો તમે સમયસર ITR ભરો છો તો ઘણા ફાયદા છે. નોકરી અથવા વ્યવસાય કરતી દરેક વ્યક્તિએ ITR ભરવું જોઈએ. તેના ફાયદા અને ગેરફાયદાને વિગતવાર જાણો.
નુકસાન
- જો તમે નિયત તારીખ સુધીમાં ITR ફાઇલ ન કરો તો તમારે રૂ.5000 સુધીનો ભારે દંડ ચૂકવવો પડે છે.
- નોટિસનો ડર રહેશે નહીં. જો તમે સમયસર ITR ફાઇલ નહીં કરો તો તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે.
- જો કોઈ કરદાતાએ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો નથી અથવા તેની જવાબદારીના 90% કરતા ઓછો ચૂકવ્યો નથી તો તેણે કલમ 234A હેઠળ દંડ તરીકે દર મહિને 1% વ્યાજ ચૂકવવું પડશે. જો તમે સમયસર રિટર્ન ફાઇલ કરો છો, તો તમે ચૂકવવાપાત્ર આવકવેરા પરનું વ્યાજ બચાવી શકો છો.
- નુકસાન આગામી નાણાકીય વર્ષ માટે આગળ વધારાશે નહીં. આનો અર્થ એ છે કે તમે આગામી નાણાકીય વર્ષમાં તમારી કમાણી પર કરની જવાબદારી ઘટાડી શકશો નહીં.
- આવકવેરા કાયદાની કલમ-10A અને કલમ-10B હેઠળ મુક્તિ મળતી નથી. બીજી તરફ તમને સેક્શન-80 IA, 80IAB, 80IC, 80ID અને 80IE હેઠળ છૂટ મળશે નહીં. વધુમાં ITR મોડું ફાઇલ કરવાને કારણે કરદાતાને આવકવેરા કાયદાની કલમ-80 IAC, 80IBA, 80JJA, 80JJAA, 80LA, 80P, 80PA, 80QQB અને 80RRB હેઠળ કપાતનો લાભ મળશે નહીં.
ફાયદા
- ITR ફાઇલ કરશો તો જ ટેક્સ રિફંડ મળશે.જો તમે આવકવેરા હેઠળ ન આવતા હોય તો પણ તમારે રિટર્ન ફાઇલ કરવું જોઈએ.
- ટેક્સ રિફંડનો ક્લેમ કરવા માટે ITR ફાઇલ કરવું જરૂરી છે. જ્યારે તમે ITR ફાઇલ કરો છો ત્યારે આવકવેરા વિભાગ તેનું મૂલ્યાંકન કરે છે. જો રિફંડ કરવામાં આવે છે તો તે સીધા બેંક ખાતામાં જમા થાય છે.
- ઘણા દેશોના વિઝા ઓથોરિટી વિઝા માટે 3 થી 5 વર્ષનો ITR માંગે છે. ITR દ્વારા તેઓ જે વ્યક્તિ તેમના દેશમાં આવવા માંગે છે તેની નાણાકીય સ્થિતિ તપાસે છે.
- આવકનો પુરાવો રહે છે. ITR ફાઇલ કરવા પર વ્યક્તિને પ્રમાણપત્ર મળે છે. આવકનો નોંધાયેલ પુરાવો મેળવવાથી ક્રેડિટ કાર્ડ, લોન અથવા પોતાની ક્રેડિટ સાબિત કરવામાં મદદ મળે છે.
- બેંક લોન મેળવવાની સરળતા રહે છે. ITR એ તમારી આવકનો પુરાવો છે. તે તમામ જાહેર અને ખાનગી સંસ્થાઓ દ્વારા આવકના પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે. જો તમે નિયમિતપણે ITR ફાઇલ કરો છો તો તમે સરળતાથી બેંકમાંથી લોન મેળવી શકો છો.
આ પણ વાંચો : વર્ષ 2022માં IPO બજારમાં તેજી યથાવત રહેશે, SEBI ને મળી છે 15 અબજ ડોલરના IPOની દરખાસ્ત