AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2022: સામાન્ય લોકોના ખિસ્સા પર શું અસર પડશે? જાણો, કઈ કઈ વસ્તુ ખરીદવી સસ્તી કે મોંઘી પડશે

બજેટમાં નાણામંત્રીએ કેટલીક વસ્તુઓ પરની ડ્યૂટીમાં ઘટાડો કરતાં આગાાં સમયમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે, બજેટમાં મોબાઈલ ચાર્જર અને એસેસરીઝ, કપડાં, ચામડાનો સામાન, કૃષિ સાધનો, ડાયમંડ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક સહિતની વસ્તુઓ પરની ડ્યૂટી ઘટતાં તે સસ્તાં થશે

Budget 2022:  સામાન્ય લોકોના ખિસ્સા પર શું અસર પડશે? જાણો, કઈ કઈ વસ્તુ ખરીદવી સસ્તી કે મોંઘી પડશે
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામને નાણાકીય વર્ષ 2022-2023 માટેનું બજેટ રજૂ કર્યુ.
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 3:04 PM
Share

આજે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણે (finance minister Nirmala Sitharaman) કેન્દ્રીય બજેટ 2022-23 (union budget 2022-2023) રજૂ કર્યું છે. જેમાં તેમણે સામાન્ય લોકોને રાહત  (Relief) આપવાના ઉદેશથી કરેલી નાણાકીય જોગવાઈઓને કારણે કેટલીક ચીજવસ્તુઓ સસ્તી થશે. બજેટ બાદ કઈ કઈ વસ્તુ સસ્તી થશે તેના પર એક નજર નાખીએ.

બજેટમાં નાણામંત્રીએ કેટલીક વસ્તુઓ પરની ડ્યૂટીમાં ઘટાડો કરતાં આગાાં સમયમાં તેના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. બજેટમાં મોબાઈલ ચાર્જર અને એસેસરીઝ, કપડાં, ચામડાનો સામાન, કૃષિ સાધનો, ડાયમંડ જ્વેલરી, ઇલેક્ટ્રોનિક સહિતની વસ્તુઓ પરની ડ્યૂટી ઘટતાં તે સસ્તાં થશે.

આ વસ્તુઓ થઈ સસ્તી

બૂટ-ચપ્પલ

જ્વેલરી

ઇલેક્ટ્રિક સામાન

વિદેશી મશીનો

કૃષિ સાધનો

મોબાઇલ ચાર્જર

મોબાઇલ

કપડાં

ચામડાનો સામાન

આ થયું મોંઘુ

છત્રી

દારૂ

કૉટન

ખાદ્ય તેલ

એલઇડી લાઇટ

મોબાઇલ ફોન ટ્રાન્સફાર્મ અને કેમેરા લેન્સ પર ઇન્પોર્ટ ડ્યુટી ઘટાડાઈ છે. સ્થાનિક સ્તરે બનતા મોબાઇલ ફોના ચાર્જર અને દેશમાં એસેમ્બલ થતા મોબાઈલ પણ સસ્તા થઈ શકે છે. ડ્યૂટી ઘટવાથી દેશમાં મોબાઈલ બનાવવાને પ્રોત્સાહન મળશે.

વધુમાં નાણાં મંત્રી સીતારમણ દ્વારા કેટલાક કેમિકલ્સ પર વૈવિધ્યપૂર્ણ ડ્યુટી ઘટાડાની પણ ઓફર કરવામાં આવી છે. જેમાં મિથેનોલ પણ સામેલ છે. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક મેન્યુફેક્ચરિંગમાં પ્રોત્સાહન માટે આ ઘટાડો કરાયો છે. નાણાકીય મંત્રીએ જણાવ્યું કે છે કે સ્ટીલ સ્ક્રેપ પર ડ્યુટીની છૂટ વધુ એક વર્ષ માટે લાંબાવવામાં આવી છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમથી 130 લાખ MSMEsને રોગચાળાની સૌથી ખરાબ અસર ઘટાડવામાં મદદ મળી છે. નિષ્ણાતો કહે છે કે ,માર્ચ 2023 સુધી ECLGS (ઇમરજન્સી ક્રેડિટ લાઇન)નું વિસ્તરણ એ એક મહત્વપૂર્ણ પગલું છે. MSMEs જેમ કે Udyam, e-shram, NCS અને Aseem પોર્ટલને એકબીજા સાથે જોડવામાં આવશે, તેમનો કાર્યક્ષેત્ર વિસ્તૃત કરવામાં આવશે. તેઓ હવે GC, BC અને BB સેવાઓ પૂરી પાડતા લાઇવ ઓર્ગેનિક ડેટાબેઝ સાથે પોર્ટલ તરીકે કાર્ય કરશે જેમ કે ક્રેડિટ સુવિધા, ઉદ્યોગસાહસિક તકો વધારવા.

નાણામંત્રી નિર્મલા સીતારમણે આ પહેલા સોમવારે ફાઈનાન્સિયલ યર 2021-22નો આર્થિક સર્વે રજૂ કર્યો હતો. ઈકોનોમિક સર્વેમાં એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, આગામી ફાઈનાન્સિયલ યરમાં દેશનો વિકાસ દર 8-8.5 ટકા રહેશે. આજે સવારે બજેટની રજૂઆત પહેલા સેન્સેક્સમાં ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સમાં 650 પોઈન્ટના વધારા સાથે બજાર ખુલ્યું હતું, જ્યારે નિફ્ટીમાં 300 પોઈન્ટથી વધુનો વધારો થયો હતો.

આ પણ વાંચોઃ Education budget 2022 : વિધાર્થીઓ માટે ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત, વન ક્લાસ વન ટીવી ચેનલ કાર્યક્રમનો થશે વિસ્તાર , જાણો સામાન્ય બજેટમાં શિક્ષણ ક્ષેત્રે શું ફાયદો

આ પણ વાંચોઃ Health Budget 2022 : માનસિક સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ માટે નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ સેન્ટર શરુ થશે, 2 લાખ આંગણવાડી અપગ્રેડ કરાશે

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">