Health Budget 2022 : માનસિક સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ માટે નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ સેન્ટર શરુ થશે, 2 લાખ આંગણવાડી અપગ્રેડ કરાશે

કોરોનાને જોતા આ વર્ષનું બજેટ પણ સંપૂર્ણ રીતે પેપરલેસ રાખવામાં આવ્યું છે અને તેને લોકો સુધી પહોંચાડવા માટે એક એપ શરૂ કરવામાં આવી છે. જેથી સામાન્ય લોકો અને સાંસદો સરળતાથી બજેટ વિશે માહિતી મેળવી શકે. આ એપ્લિકેશનનું નામ છે “Union Budget Mobile App” જે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શરૂ કરાઈ છે.

Health Budget 2022 : માનસિક સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ માટે નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ સેન્ટર શરુ થશે, 2 લાખ આંગણવાડી અપગ્રેડ કરાશે
Union Budget 2022 finance minister nirmala sitharaman announcements on Health sector
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 5:41 PM

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ (Union Finance Minister Nirmala Sitharaman) સંસદમાં નાણાકીય વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ (Budget 2022)રજૂ કર્યુ. આ સતત ચોથી વખત નાણા પ્રધાન નિર્મલા સીતારમણ બજેટ રજૂ કર્યુ  છે. નાણાં પ્રધાને હીન્દીમાં  વર્ષ 2022-23 માટે બજેટ રજુ કર્યુ.  બજેટ સત્રના પ્રથમ તબક્કામાં તમામની નજર નાણા પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થનારા કેન્દ્રીય બજેટ-2022 પર રહી. અગાઉ નાણા પ્રધાન તરીકે નિર્મલા સીતારમણના નામે પણ સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ છે.

અમારો ધ્યેય સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવાનોઃ નિર્મલા સીતારમણ

લોકસભામાં બજેટ રજૂ કરતા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે દેશ હાલમાં કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. અમારું લક્ષ્ય સર્વાંગી કલ્યાણનું છે. સાથે જ અમારો ધ્યેય સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવાનો, રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવવાનો અને રોગચાળા સામે વ્યાપક ઝુંબેશ શરૂ કરવાનો છે. આ બજેટ 25 વર્ષ માટે પાયો નાખશે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ સેન્ટર શરુ કરાશેઃ નિર્મલા સીતારમણ

નાણા પ્રધાને જણાવ્યુ હતુ કે કોરોના મહામારીમાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓ વધી છે. જેના માટે એક નેશનલ ટેલી મેન્ટલ હેલ્થ સેન્ટર શરુ કરવામાં આવશે. નિર્મલા સીતારમણે કહ્યું કે નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે એક ઓપન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. જેના દ્વારા, આરોગ્ય પ્રદાતાઓ માટે ડિજિટલ રજિસ્ટ્રી, અનન્ય આરોગ્ય ઓળખ અને આરોગ્ય સુવિધાઓની સાર્વત્રિક ઍક્સેસ પ્રાપ્ત થશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

મિશન શક્તિ, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 જેવી યોજનાઓમાં સુધારો

કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, અમારી સરકારે લાભો આપવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0 જેવી યોજનાઓને વ્યાપક રીતે સુધારી છે. સાથે જ તેમણે કહ્યુ કે  દેશમાં આંગણવાડીઓને ઊર્જાથી સંપન્ન કરાશે. 2 લાખ આંગણવાડીઓને  સક્ષમ આંગણવાડી રૂપે અપગ્રેડ કરવામાં આવશે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂઆતની શરુઆતમાં જણાવ્યુ હતુ કે કોરોનાની ત્રીજી લહેરમાં રસીકરણના કારણે નુકસાન ઓછુ થયુ છે. તેથી રસીકરણની કાર્યક્રમને ઝડપી બનાવવો જોઇએ.

આ પણ વાંચો-

Tax Slab 2022 : નિર્મલા સિતારમણે જાહેર કર્યો 2022 માટેનો નવો ટેક્સ સ્લેબ, જાણો મધ્યમ વર્ગને કેટલી મળી છૂટ ?

આ પણ વાંચો-

Solar Energy Budget 2022 : સોલર એનર્જી માટે 19500 કરોડની વધુ ફાળવણી

g clip-path="url(#clip0_868_265)">