Budget 2022માં ઈન્કમ ટેક્સ પર મળે રાહત, ફ્યુલ પર ઘટાડવામાં આવે કર: રિપોર્ટ

આગામી બજેટ (Budget 2022) માં, મહામારીથી પ્રભાવિત અર્થતંત્રને ટેકો આપવા અને વપરાશની માગને વેગ આપવા માટે આવકવેરામાં આકર્ષક ઓફર અને બળતણ પરના કરવેરા કાપની જરૂર છે. રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.

Budget 2022માં ઈન્કમ ટેક્સ પર મળે રાહત, ફ્યુલ પર ઘટાડવામાં આવે કર: રિપોર્ટ
Expectation From Budget 2022
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 28, 2022 | 10:10 PM

આગામી બજેટ (Budget 2022) માં રોગચાળાથી અસરગ્રસ્ત અર્થતંત્રને ટેકો આપવા અને વપરાશની માગને વેગ આપવા, આવકવેરામાં (Income Tax) આકર્ષક ઓફરો રજુ કરવાની અને ઈંધણ પર ટેક્સ ઘટાડવાની જરૂર છે. રેટિંગ એજન્સી ઈન્ડિયા રેટિંગ્સના (India Ratings) રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. ઈન્ડિયા રેટિંગ્સે બજેટ પહેલા જાહેર કરેલા તેના અહેવાલમાં આશા વ્યક્ત કરી હતી કે નવું બજેટ અગાઉના બજેટમાં નિર્ધારિત રાજકોષીય યોજનાને સામેલ કરશે અને તેને મજબૂત કરશે. આમાં, નવી વસ્તુઓને અપનાવવાને બદલે, વર્તમાન નાણાકીય વર્ષની આવક અને મૂડી ખર્ચની પદ્ધતિ અપનાવવામાં આવશે, જેથી હાલના પ્રયાસોને વધુ મજબૂત બનાવી શકાય.

રોજગારીની તકો ઊભી કરવાની માગ

આ રિપોર્ટમાં બજેટમાંથી એવી આશા વ્યક્ત કરવામાં આવી છે કે વૈશ્વિક મહામારી કોવિડથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરીને માગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. અહેવાલ મુજબ, નાણાપ્રધાન નિર્મલા સીતારમણ રાજકોષીય સમાવેશમાં વિલંબ કરશે, તેને ક્રમિક અને તબક્કાવાર પ્રક્રિયા બનાવે અને સુનિશ્ચિત કરે કે જ્યાં સુધી રીકવરીમાં ગતિ ન આવે ત્યાં સુધી અર્થવ્યવસ્થાને જરૂરી નાણાકીય સહાય ઉપલબ્ધ થાય તેવી અપેક્ષા છે.

મહામારીને કારણે સામાન્ય લોકોની ખરીદશક્તિ પર પડેલી પ્રતિકૂળ અસરનો ઉલ્લેખ કરીને રિપોર્ટમાં તેમને ટેક્સમાં રાહતની માગ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આવકવેરામાં રાહત આપીને અને તેલ ઉત્પાદનો પરના ટેક્સમાં ઘટાડો કરીને રાહત આપી શકાય છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ચાલુ નાણાકીય વર્ષમાં અનુદાન માટેની બે પૂરક માંગણીઓ પછી, મહેસૂલ ખર્ચ બજેટની રકમ કરતાં ત્રણ લાખ કરોડ રૂપિયા વધુ હોવાનો અંદાજ છે, પરંતુ આવક ખર્ચના બિન-વ્યાજ અને બિન-સબસિડી ઘટકો, જે અર્થતંત્રમાં સીધી માગને અસર કરે છે, તેમના બજેટમાંથી 13,100 કરોડ રૂપિયા ઓછા હોવાની સંભાવના છે.

રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર આગામી નાણાકીય વર્ષમાં આવક ખર્ચ ચાલુ નાણાકીય વર્ષના સુધારેલા અંદાજ કરતાં વધુ હશે. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારનો મૂડી ખર્ચ જીડીપીના 2.5 ટકા હતો, જે અગાઉના નાણાકીય વર્ષમાં 2.2 ટકા અને 2019-2020માં 1.6 ટકા હતો.

તમને જણાવી દઈએ કે બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણ સાથે થશે. 31 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ ગૃહના બંને ગૃહોને સંબોધિત કરશે. આ સત્ર બે ભાગમાં યોજાશે – પહેલો ભાગ બજેટ સત્રનો હશે જે 11 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. બજેટ સત્રનો બીજો ભાગ 14 માર્ચથી શરૂ થશે અને 8 એપ્રિલે સમાપ્ત થશે. આ વર્ષે બજેટની કોઈ પ્રિન્ટિંગ નહીં થાય. આ બજેટ સંપૂર્ણપણે ડિજિટલ હશે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : રશિયા અને યુક્રેન વચ્ચે તણાવથી ભારતમાં પેટ્રોલ – ડીઝલ મોંઘા થવાનો ભય, જાણો આજના ઇંધણના ભાવ

g clip-path="url(#clip0_868_265)">