AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shrawan 2022 : નાગેશ્વર અને નાગેશ્વરી સ્વરૂપે કેમ પ્રગટ થયા શિવ-પાર્વતી ? જાણો આપણાં ગુજરાતના નાગેશ્વધામનો મહિમા

નાગેશ્વર ધામ (Nageshwar dham) જેટલું અહીંના મંદિર અને જ્યોતિર્લિંગ માટે પ્રસિદ્ધ છે, તેટલું જ પ્રસિદ્ધ છે ભવ્ય કદ ધરાવતી શિવ પ્રતિમા માટે. સ્વયં શિવ-પાર્વતી આ ભૂમિ પર નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે પ્રગટ થયા છે.

Shrawan 2022 : નાગેશ્વર અને નાગેશ્વરી સ્વરૂપે કેમ પ્રગટ થયા શિવ-પાર્વતી ? જાણો આપણાં ગુજરાતના નાગેશ્વધામનો મહિમા
Nageshwadham of Gujarat
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 05, 2022 | 6:45 AM
Share

શ્રાવણમાં દ્વાદશ જ્યોતિર્લિંગના (12 Jyotirlinga) દર્શનનું સવિશેષ મહત્વ છે. દ્વાદશ જ્યોતિર્લિંગમાં આઠમું સ્થાન ધરાવે છે નાગેશ્વર જ્યોતિર્લિંગ (Nageshwar Jyotirlinga). અલબત્ નાગેશ્વર જ્યોતિર્લિંગને લઈને લોકોમાં મતમતાંતર છે. કેટલાંક લોકો માને છે કે ઉત્તરાખંડના અલમોડામાં આવેલાં જગતેશ્વરએ મૂળ સ્થાનક છે. તો વળી કેટલાંક લોકો મહારાષ્ટ્રમાં આવેલાં ઔંધને મૂળ સ્થાનક માને છે. પરંતુ નાગેશ્વર જ્યોતિર્લિંગ સંબંધી ભક્તોની દ્રઢ માન્યતા અને આસ્થા તો જોડાયેલી છે આપણાં ગુજરાતના નાગેશ્વર ધામ સાથે.

નાગેશ્વર ધામની મહત્તા

નાગેશ્વર ધામ એ શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીમાં સ્થિત છે. દ્વારિકાથી તેનું અંતર લગભગ 16 કિ.મી. જેટલું છે. નાગેશ્વર ધામ જેટલું અહીંના મંદિર અને જ્યોતિર્લિંગ માટે પ્રસિદ્ધ છે, તેટલું જ પ્રસિદ્ધ છે ભવ્ય કદ ધરાવતી શિવ પ્રતિમા માટે. લગભગ સવાસો ફૂટ ઊંચી અને ચોવીસ ફૂટ પહોળી શિવ પ્રતિમા ભક્તોને જાણે સાક્ષાત શિવ દર્શનની અનુભૂતિ કરાવે છે અને તેના દર્શન બાદ જ ભક્તો મંદિરમાં પ્રવેશ કરે છે.મંદિરના ગર્ભગૃહમાં અત્યંત સુંદર શિવલિંગ વિદ્યમાન થયું છે. ભક્તો આસ્થા સાથે આ શિવલિંગના દર્શન કરે છે. અને સાથે જ મહાદેવને નાગ-નાગણીની પ્રતિકૃતિઓ અર્પણ કરે છે.

કથા અનુસાર દેવાધિદેવ મહાદેવ અને માતા પાર્વતી આ પાવનધરા પર નાગ-નાગણીના રૂપે પ્રગટ થયા હતા અને પછી એ જ રૂપમાં અહીં સ્થિર રહેવાનું તેમણે તેમના ભક્તોને વચન આપ્યું હતું. એ જ કારણ છે કે જે શ્રદ્ધાળુઓ અહીં મહેશ્વરના દર્શનાર્થે આવે છે, તે અહીં નાગની પ્રતિકૃતિ શિવલિંગ પર અર્પણ કરે છે.

કાલસર્પ દોષ નિવારવા સર્વોત્તમ સ્થાન

નાગ-નાગણીની પ્રતિકૃતિઓ જોડલામાં અર્પણ કરવાનું માહાત્મ્ય છે. તેનાથી ભક્તોના જીવનમાં સુખ-શાંતિ સ્થિર થવાની માન્યતા છે. તો, શ્રદ્ધાળુઓ અહીં કાલસર્પ દોષ નિવારણની વિધિ અર્થે પણ આવતા હોય છે. માન્યતા અનુસાર કાલસર્પ દોષ નિવારણની વિધિ માટે આ સ્થાન ધરતી પર સર્વોત્તમ છે. કારણ કે અહીં સ્વયં શિવ-પાર્વતી નાગ-નાગણીના રૂપમાં વિદ્યમાન થયા છે અને તેમના આ દિવ્ય રૂપના પ્રાગટ્ય સાથે અત્યંત રસપ્રદ ગાથા જોડાયેલી છે.

નાગેશ્વર મહાદેવની પ્રાગટ્ય ગાથા

પ્રચલિત કથા અનુસાર નાગેશ્વરની આ ભૂમિ પર પ્રાચીન સમયમાં ગાઢ વન હતું. દારુકા નામની રાક્ષસી અને તેના પતિ દારુકનું આ ભૂમિ પર આધિપત્ય હતું. ખાસ વાત તો એ છે કે રાક્ષસી દારુકા માતા પાર્વતીની ભક્ત હતી. દેવીએ પ્રસન્ન થઈ તેને જંગલને ગમે ત્યાં લઈ જવાનું વરદાન આપ્યું હતું. પત્નીને મળેલા વરદાનથી અસુર દારુક વધુ ઉદ્ધત બન્યો અને લોકોને રંજાડવાનું શરૂ કર્યું. એકવાર તેણે શિવજીના જ પરમ ભક્ત સુપ્રિયને બંદી બનાવી દીધો.

સુપ્રિય તો શિવપૂજન સિવાય ભોજન પણ ગ્રહણ ન કરતો. કેદખાનામાં રહીને પણ તે શિવપૂજા કરવાનું ન ચૂક્યો. એટલું જ નહીં તેણે અન્ય બંદીઓને પણ શિવભક્તિ તરફ વાળ્યા. દારુકને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તે અત્યંત ક્રોધે ભરાયો અને સુપ્રિયને મારવા દોડ્યો. સુપ્રિયએ આસ્થા સાથે શિવજીનું સ્મરણ કર્યું અને કહે છે કે ભક્ત વત્સલ ભગવાન તુરંત જ દોડી આવ્યા.

દંતકથા અનુસાર શિવ-પાર્વતી આ ભૂમિ પર નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે પ્રગટ થયા. શિવજીએ સુપ્રિયને પોતાનું પાશુપતા શસ્ત્ર આપ્યુ અને સુપ્રિયએ તેનાથી દારુકનો વધ કર્યો. કહે છે કે દારુકના વધ બાદ દારુકાએ દેવી પાર્વતીની ક્ષમા માંગી રાક્ષસ પુત્રો માટે જીવનદાન માંગ્યું. શિવ-પાર્વતીએ તેને અભયદાન આપ્યું. પણ, તે સાથે જ તેમના ભક્તોની રક્ષાર્થે જ્યોતિર્લિંગ સ્વરૂપે તે સદૈવને માટે આ ધરા પર જ સ્થિર થઈ ગયા.

એક જ્યોતિર્લિંગ તરીકે તો નાગેશ્વર ધામની અદકેરી મહત્તા છે જ. પણ, સ્વયં શિવ-પાર્વતી આ ભૂમિ પર નાગેશ્વર અને નાગેશ્વરી રૂપે પ્રગટ થયા હોઈ, આ સ્થાન કાલસર્પ દોષ નિવારણની વિધિ માટે સર્વોત્તમ મનાય છે.

(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">