Bhimashankar Jyotirlinga : મહાદેવે શા માટે ધારણ કર્યું અત્યંત મહાકાય રૂપ ? જાણો ભીમાશંકર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા

માન્યતા અનુસાર ભીમાશંકર જ્યોતિર્લિંગના (Bhimashankar Jyotirlinga) તો દર્શન માત્રથી વ્યક્તિને સમસ્ત દુઃખોથી મુક્તિ મળી જાય છે. અને મૃત્યુ બાદ તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ જાય છે. એ જ કારણ છે ભક્તો ભીમાશંકરના દિવ્ય રૂપના દર્શનાર્થે ઉત્સાહિત રહે છે.

Bhimashankar Jyotirlinga : મહાદેવે શા માટે ધારણ કર્યું અત્યંત મહાકાય રૂપ ? જાણો ભીમાશંકર જ્યોતિર્લિંગના પ્રાગટ્યની કથા
Bhimashankar Jyotirlinga
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Aug 03, 2022 | 6:03 AM

સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ્ ।

ઉજ્જયિન્યાં મહાકાલં ઓમકારં મમલેશ્વરમ્ ।।

પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ્ ।

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સેતુબન્ધે તુ રામેશં નાગેશં દારુકાવને ।।

વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યમ્બકં ગૌતમીતટે ।

હિમાલયે તુ કેદારં ઘુશ્મેશં ચ શિવાલયે ।।

એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાતઃ પઠેન્નરઃ ।

સપ્તજન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ ।।

।। ઇતિ દ્વાદશજ્યોતિર્લિંગસ્મરણં સમ્પૂર્ણમ્ ।।

કહે છે કે દ્વાદશ જ્યોતિર્લિંગનું (12 jyotirlinga) તો સ્મરણ કરવા માત્રથી જીવમાત્રના પાપકર્મનો નાશ થઈ જાય છે. અને એટલે જ તો શ્રાવણ (shravan 2022) માસમાં દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શનનો સવિશેષ મહિમા છે. પરંતુ, અમારે આજે એક એવાં જ્યોતિર્લિંગની વાત કરવી છે, કે જેનું સાનિધ્ય માત્ર શ્રદ્ધાળુઓને પવિત્ર ઊર્જાથી ભરી દે છે. એટલું જ નહીં, મહાદેવનું આ રૂપ ભક્તોને પરમ સુરક્ષાની અનુભૂતિ કરાવનારું છે. શિવજીના મહાકાય રૂપનો પરચો આપતું આ જ્યોતિર્લિંગ એટલે ભીમાશંકર જ્યોતિર્લિંગ. (Bhimashankar Jyotirlinga)

મંદિર માહાત્મ્ય

ભીમાશંકર જ્યોતિર્લિંગ એ મહારાષ્ટ્રના પુણેથી લગભગ 110 કિલોમીટરના અંતરે સ્થિત છે. સહ્યાદ્રી પર્વત પર ભીમા નદીને સાનિધ્યે સ્થિત આ શિવધામ એટલે તો પ્રકૃતિના અખૂટ સૌંદર્ય મધ્યે શોભતું શિવધામ. શ્યામ પત્થરમાંથી કંડારાયેલું આ મંદિર નાગર શૈલીથી નિર્મિત છે અને વાસ્તુકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં મહેશ્વરના દિવ્ય રૂપના દર્શનાર્થે ઉમટતા જ રહે છે. અહીં ગર્ભગૃહ મધ્યે મહેશ્વરના અત્યંત દિવ્ય રૂપના ભક્તોને દર્શન થાય છે. ‘ભીમ’નો અર્થ થાય છે ‘મહાકાય’. અને તેના પરથી જ ભક્તો આ શિવલિંગને ‘મોટેશ્વર મહાદેવ’ના નામે પણ સંબોધે છે. પુરાણાનુસાર જે વ્યક્તિ દ્વાદશ જ્યોતિર્લિંગના નામનો જાપ કરતાં મહેશ્વરના આ ભીમાશંકર રૂપના દર્શન કરી લે છે, તેના તો સાત જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે ! દ્વાદશ જ્યોતિર્લિંગમાં ભીમાશંકર મહાદેવ એ છઠ્ઠું સ્થાન ધરાવે છે.

ભીમાશંકર પ્રાગટ્ય કથા

શિવપુરાણની કોટિરુદ્રસંહિતાના અધ્યાય 19 થી 21માં ભીમાશંકર જ્યોતિર્લિંગ સંબંધી કથાનો ઉલ્લેખ મળે છે. તેમાં આ જ્યોતિર્લિંગને ‘ભીમશંકર’ તરીકે વર્ણવવામાં આવ્યું છે. પુરાણમાં વર્ણિત કથા અનુસાર કુંભકર્ણના મૃત્યુ સમયે તેની પત્ની રાક્ષસી કર્કટી સગર્ભા હતી. તેણે ભીમા નામે અત્યંત શક્તિશાળી પુત્રને જન્મ આપ્યો. ભીમા જ્યારે મોટો થયો ત્યારે તેની માતાએ તેને તેના પિતાના વધની કથા કહી. આ સાંભળી ભીમા શ્રીરામ જેમના અવતાર હતા એવાં શ્રીહરિને પોતાના પિતાની હત્યાના દોષી માનવા લાગ્યો. તેણે વિષ્ણુ સાથે બદલો લેવાનું નક્કી કર્યું. શ્રીહરિ સાથે બદલો લેવાં ભીમાએ અનેક વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. તેની તપસ્યાથી પ્રસન્ન થઈ બ્રહ્માજીએ તેને અતુલનીય બળ આપ્યું. અને પછી તો ભીમાએ ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો.

દુઃખી થયેલાં દેવતાઓએ દેવાધિદેવ મહાદેવનું શરણું લીધું. મહેશ્વરે દેવતાઓને રક્ષાનું વચન આપ્યું. ત્યાં જ બીજી તરફ અસુર ભીમાએ શિવજીના જ એક પરમ ભક્ત એવાં કામરૂપ દેશના રાજા સુદક્ષિણને બંદી બનાવ્યા. તેમને પરેશાન કરવાનું શરૂ કરી દીધું. એકવાર ક્રોધાવેશમાં ભીમા સુદક્ષિણ દ્વારા પૂજીત શિવલિંગને નષ્ટ કરવા તલવાર સાથે ધસી ગયો. પણ, ત્યાં જ મહેશ્વર પ્રગટ થયા. અને સ્વયં ‘ભીમેશ્વર’ એટલે કે ‘કદાવરમાં પણ અત્યંત કદાવર’ એવાં તેમના રૂપનો પરિચય આપતા શિવજીએ રાક્ષસ ભીમાનો વધ કરી દીધો. ત્યારબાદ નારદમુનિની પ્રાર્થનાથી પ્રસન્ન થઈ મહાદેવ આ પુણ્ય ભૂમિ પર ‘ભીમશંકર’ના રૂપમાં વિદ્યમાન થયા.

માન્યતા અનુસાર ભીમાશંકર જ્યોતિર્લિંગના તો દર્શન માત્રથી વ્યક્તિને સમસ્ત દુઃખોથી મુક્તિ મળી જાય છે. અને મૃત્યુ બાદ તેને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ જાય છે. એ જ કારણ છે ભક્તો ભીમાશંકરના દિવ્ય રૂપના દર્શનાર્થે ઉત્સાહિત રહે છે.

g clip-path="url(#clip0_868_265)">