અધિક શ્રાવણ માસની પૂનમની (Punam) તિથિને હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરવાથી આપને દરેક પ્રકારના સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કરેલ પૂજા વિધિથી જાતકની દરેક પ્રકારની મનોકામનાની પૂર્તિ થાય છે.
Follow us on
અધિક શ્રાવણ માસની પૂનમની તિથિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. માન્યતા તો એવી છે કે આ વિશેષ દિવસે સ્નાન-દાન અને પૂજા પાઠ કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે. આપને જણાવી દઇએ કે 1 ઓગષ્ટના દિવસે અધિક શ્રાવણ માસની પૂનમનું વ્રત રાખવામાં આવશે. આ વિશેષ દિવસે શિવ અને પાર્વતીની ઉપાસના કરવાથી આપને સૌભાગ્યની પ્રાપ્તિ થશે.
અધિક શ્રાવણ માસની પૂનમની તિથિએ પૂજા પાઠ અને સ્નાન દાનનું વિશેષ મહત્વ છે. હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જોઇએ તો જપ, તપ, દાન કરવાથી જાતકને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે.
આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરવાથી આપને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કરેલ પૂજા વિધિથી જાતકની દરેક પ્રકારની મનોકામનાની પૂર્તિ થાય છે. તો ચાલો જાણીએ અધિક શ્રાવણ પૂનમે કઇ વિધિ દ્વારા પૂજા કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થશે.
હિન્દુ પંચાંગ અનુસાર અધિક શ્રાવણની પૂનમની તિથિ 01 ઓગષ્ટ, મંગળવારે સવારે 03:51 મિનીટથી શરૂ થશે અને 02 ઓગષ્ટ મધ્યરાત્રિએ 12 વાગે સમાપ્ત થશે. આ વ્રત મંગળવારે 01 ઓગષ્ટના દિવસે રાખવામાં આવશે.
અધિક શ્રાવણની પૂનમની તિથિની પૂજા-વિધિ
આ દિવસે શિવજીની સાથે માતા પાર્વતીની પૂજા કરવા માટે શુભ દિવસ માનવામાં આવે છે.
આ પૂજા સવારે, સાંજે કે રાત્રિના સમયે કરી શકાય છે જેના માટે શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
ત્યારબાદ ભગવાનની પૂજા માટે શુદ્ધ અને પવિત્ર સ્થાન પસંદ કરવું અને તેની પર આસન લગાવીને બેસવું.
પૂજા સામગ્રી જેમ કે બિલીપત્ર, ધૂપ, દીવો, અગરબત્તી, પુષ્પ, અક્ષત, મિઠાઇ વગેરે એકત્ર કરી લો.
ત્યારબાદ પૂજાની શરૂઆતમાં સૌપ્રથમ ગણેશજીની પૂજા કરો. ત્યારબાદ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી.
પૂજા દરમ્યાન શિવલિંગને ગંગાજળ કે શુદ્ધ જળથી સ્નાન કરાવવું.
શિવલિંગને શણગાર કરીને તેની પર બિલીપત્ર અર્પણ કરવા ત્યારબાદ દીવો, ધૂપ, અગરબત્તી, પુષ્પ, અક્ષત અર્પણ કરવા.
ત્યારબાદ ભગવાનની આરતી કરીને તેમના મંત્રનો જાપ કરવો.
અંતમાં પૂજા કર્યા પછી નૈવેદ્ય અર્પણ કરીને પ્રસાદ પરિવારજનોને વહેંચી દેવો.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)